Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 10:38:26 AM Sep 20, 2023 પર
Story continues below Advertisement
ટાટા મોટર્સે કમર્શિયલ વ્હીકલના ભાવ 3% જેટલા વધાર્યા. 1 ઓક્ટોબર 2023થી નવા ભાવ લાગૂ કરવામાં આવશે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    RIL

    રિલાયન્સ Jioએ લૉન્ચ કર્યું એર ફાઈબર. 599 રૂપિયાથી માસિક પ્લાનની શરૂઆત થશે. સૌથી મોંઘો પ્લાન 1499 રૂપિયાનો હશે. 3 વર્ષમાં ગ્રાહકોનો બેઝ વધારવાનું લક્ષ્ય છે. 200 મિલિયન જેટલા ઘરો અને મિલકતોને આવરી લેવાનું લક્ષ્ય છે.


    Tata Motors

    ટાટા મોટર્સે કમર્શિયલ વ્હીકલના ભાવ 3% જેટલા વધાર્યા. 1 ઓક્ટોબર 2023થી નવા ભાવ લાગૂ કરવામાં આવશે. કંપનીએ કહ્યું ભૂતકાળની ઈનપુટ કોસ્ટને પહોંચીવળવા ભાવ વધારો કર્યો. કમર્શિયલ વ્હીકલની દરેક રેન્જ પર ભાવ વધારો લાગૂ થશે.

    HDFC Bank

    Q4FY23ની સરખામણીએ Q1FY24માં નેટવર્થ 5% ઘટ્યું. મર્જ એન્ટિટિના માર્જિન પર 20-25 bpsની અસર શક્ય છે. મર્જ એન્ટિટિના માર્જિન 3.7%થી 3.8% શક્ય છે. મર્જર બાદ અસેટ ક્વોલિટીમાં દબાણની આશંકા છે. ગ્રોસ NPA 1.4% અને નેટ NPA 0.4% શક્ય છે. Q2માં નફામાં ગ્રોથ મીડ સિંગલ ડિજીટમાં શક્ય છે. આવનારા 9 મહિનામાં લોન ગ્રોથ 12% રહેવાનું અનુમાન છે. એકાઉન્ટિંગ ફેરફાર અને અન્ય ફેરફારને કારણે નેટવર્થમાં ઘટાડો છે. જુલાઈમાં નેટવર્થ ઘટીને 1.12 લાખ કરોડ રહી. માર્ચમાં 1.34 લાખ કરોડ રૂપિયાની સામે નેટવર્થ ઘટી. માર્જિન ઘટ્યા, ખર્ચ વધવાથી Q2ના પરિણામમાં દબાણ શક્ય છે. RBIએ આપી મંજૂરી. શશિધર જગદીશનની MD-CEO તરીકેની ફરી નિમણૂકને મંજૂરી મળી. શશિધર જગદીશનનું કહેવુ છે કે આવનારા 3 વર્ષ સુધી MD-CEOના પદ પર યથાવત્ રહેશે.

    Blue Star

    1000 કરોડ રૂપિા ફંડ એકત્ર કરવા QIP લોન્ચ કર્યો. કંપનીએ ફ્લોર પ્રાઈઝ 784.55 રૂપિયા પ્રતિશેર રાખી છે.

    Amber Enterprises

    સબ્સિડરી ILJINએ Nexxbase સાથે JV કર્યું. વેરેબલ ડિવાઈઝની ડિઝાઈન અને ઉત્પાદન માટે JV કર્યું. ILJINનો JVમાં 50% હિસ્સો હશે, NEXXBASEનો હિસ્સો 50% હશે. NEXXBASE NOISE બ્રાન્ડ અંતર્ગત પોતાના પ્રોડક્ટ બનાવે છે.

    Sasken Tech

    AI/ 5G/ પાવર લાઈસન્સિંગ માટે કંપની 50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કસ્ટમ ASIC ડિઝાઈનિંગ અને ફાઉન્ડરી સર્વિસ બિઝનેસ માટે રોકાણ કરશે. સિધુ અથવા જોઈન્ટ વેન્ચર દ્વારા રોકાણ કરી શકે છે કંપની. રોકાણથી સાસ્કેન ગ્રુપની IP Repertoire અને એન્જિનિયરિંગ ક્ષમતા વધશે.

    NBCC

    ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન પાસેથી 150 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.

    Prakash Industries

    છત્તિસગઢની ભાસ્કરપારા કમર્શિયલ કોલ માઈન માટે મંજૂરી મળી. પર્યાવરણ મંત્રાલય પાસેથી પર્યાવરણ સંબંધિત મંજૂરી મળી.

    Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

    BL Kashyap

    દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસેથી 167 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. કંપનીની આજ સુધીની ઓર્ડર બૂક 3,005 કરોડ રૂપિયા પર પહોંચી.

    DCM Shriram

    સબ્સિડરી Fenestaએ UAEના Inventure Metal Products Industries LLC સાથે ભાગીદારી કરી. ભારતમાં ફેકેડ ઈન્ડસ્ટ્રીના ગ્રોથ માટે ભાગીદારી કરી.

    Salasar Techno Engineering

    એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી $ 9.40m ડૉલરનો ઓર્ડર મળ્યો. રંવાડા ટ્રાન્સમિશન સિસ્ટમ રિ-ઈન્ફોર્સમેન્ટ અને લાસ્ટ માઈલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનો ઓર્ડર મળ્યો. 110 kv ટ્રાન્સમિશન લાઈન માટે EPC ઓર્ડર મળ્યો. આ લાઈનનું ડિઝાઈન, સપ્લાય અને ઈન્સ્ટોલેશન કરશે કંપની.

    GMR AIRPORTS

    પેસેન્જર ટ્રાફિક વર્ષના ધોરણે 27% વધીને 97 લાખ પર રહ્યો. પેસેન્જર ટ્રાફિક મહિના ધોરણે 1% જેટલો ઘટ્યો. એરક્રાફ્ટ મુવમેન્ટ વર્ષના ધોરણે 16% વધીને 64,799 પર રહ્યો.

    Ashoka Buildcon

    મહારાષ્ટ્ર ચૂંટણી પંચ પાસેથી 645.7 કરોડ રૂપિયાના 4 ઓર્ડર મળ્યા. ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમને પાટે લાવવા માટે ઓર્ડર મળ્યા.

    Zydus Life

    અમદાવાદ SEZ-2 ખાતે આવેલા ફોર્મ્યુલેશન યુનિટને EIR મળ્યો. તપાસમાં કોઈપણ અવલોકનો નથી મળ્યા.

    BIOCON

    18 સપ્ટેમ્બરથી પિટર બેઈન્સની CEO તરીકે નિમણૂક કરી. ચેરપર્સન કિરણ મઝૂમદાર-શોને સીધા રિપોર્ટ કરશે નવા CEO. સિન્જીનમાં 5 વર્ષ નેતૃત્વ સંભાળ્યું હતું અને 2015માં IPO લાવ્યા હતા.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 20, 2023 10:37 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.