Stocks to Watch: નિફ્ટીની એક્સપાયરીના દિવસે Tata Motors, RVNL અને Sun Pharma સહિત આ શેરોમાં જોવા મળશે મોટી હલચલ, ચેક કરો લિસ્ટ
ગિફ્ટ નિફ્ટીના પોઝિટિવ સંકેતો અને નિફ્ટીની વીકલી એક્સપાયરી વચ્ચે આજે શેરબજારમાં મોટી હલચલ જોવા મળી શકે છે. Tata Motors, RVNL, Sun Pharma અને Adani સહિતના શેરો પર આજે રોકાણકારોની બાજ નજર રહેશે.
Tata Motors: ટાટા મોટર્સે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે 1 એપ્રિલ 2026 થી તેના કોમર્શિયલ વાહનોના ભાવમાં 1.5% સુધીનો વધારો કરવામાં આવશે.
Stocks to Watch: ગ્લોબલ માર્કેટના મજબૂત વલણ અને ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) તરફથી આજે ભારતીય શેરબજારમાં પોઝિટિવ અને 'ગ્રીન' શરૂઆતના સંકેતો મળી રહ્યા છે. આજે નિફ્ટીની (Nifty) વીકલી એક્સપાયરી પણ છે, જેથી બજારમાં ભારે ઉતાર-ચઢાવ અને તેજ હલચલ જોવા મળી શકે છે. જો ગઈકાલની વાત કરીએ તો સોમવારે (16 માર્ચ) સેન્સેક્સ (Sensex) 938.93 પોઇન્ટ (1.26%) ના ઉછાળા સાથે 75,502.85 પર અને નિફ્ટી 50 (Nifty 50) 257.70 પોઇન્ટ (1.11%) ના જબરદસ્ત વધારા સાથે 23,408.80 પર બંધ થયો હતો.
આજે કેટલીક ખાસ કોર્પોરેટ જાહેરાતો અને બિઝનેસ ડીલ્સના કારણે અમુક પસંદગીના શેરોમાં એક્શન જોવા મળશે. ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ માટે રણનીતિ બનાવતા પહેલા નીચે આપેલા શેરોનું લિસ્ટ અને તેના સમાચાર ચોક્કસ જાણી લો.
આજના ફોકસવાળા મુખ્ય શેરો
Tata Motors: ટાટા મોટર્સે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે 1 એપ્રિલ 2026 થી તેના કોમર્શિયલ વાહનોના ભાવમાં 1.5% સુધીનો વધારો કરવામાં આવશે.
Rail Vikas Nigam Ltd (RVNL): આ રેલવે કંપનીને NMDC તરફથી છત્તીસગઢમાં રેલવે ટ્રેક અને સાઈડિંગના મેન્ટેનન્સ માટે 95.27 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે.
Sun Pharma: અમેરિકન દવા નિયામક (FDA) દ્વારા કંપનીની દવા ILUMYA ના sBLA રિવ્યૂને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે FDA નો અંતિમ નિર્ણય 29 ઓક્ટોબર 2026 સુધીમાં આવવાની શક્યતા છે.
Adani Enterprises: NCLT અમદાવાદ દ્વારા અદાણી ગ્રીન ટેક્નોલોજી અને અદાણી ઇમર્જિંગ બિઝનેસનું અદાણી એન્ટરપ્રાઇઝીસમાં મર્જર (વિલય) કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.
L&T Technology Services: કંપનીએ ફેફસાં અને શ્વાસની બીમારીઓની સારવાર માટે AI આધારીત ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જેમાં Nvidia ના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ થશે.
Omaxe: આ રિયલ એસ્ટેટ કંપનીને હરિયાણામાં 'ઓમેક્સ વર્લ્ડ મોલ' અને પંજાબમાં 'ધ રિટ્રીટ' પ્રોજેક્ટ શરૂ કરવા માટે RERA તરફથી લીલી ઝંડી મળી ગઈ છે.
Gujarat Mineral Development Corporation (GMDC): રેર અર્થ એલિમેન્ટ્સ (Rare Earth Elements) ક્ષેત્રે ભાગીદારીની તકો શોધવા માટે કંપનીએ NMDC સાથે એક મહત્વના MoU પર હસ્તાક્ષર કર્યા છે.
અન્ય કંપનીઓના મહત્વના અપડેટ્સ
Andhra Cements: કંપનીના પ્રમોટર સાગર સિમેન્ટ્સ 17 અને 18 માર્ચના રોજ પોતાનો 7.24% હિસ્સો (66.76 લાખ શેર) વેચશે. આ માટે 51 રૂપિયા પ્રતિ શેરની ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવી છે.
Axiscades Technologies: કંપનીએ ગ્રીન એમોનિયા સપ્લાય માટે દક્ષિણ કોરિયાની સેમસંગ C&T સાથે 300 કરોડ ડોલરનો 15 વર્ષનો કરાર કર્યો છે. સાથે જ ફ્રાંસની કંપની પાસેથી હિસ્સો ખરીદીને કેડ્સ સ્ટુડેક ઇન્ડિયાને 100% માલિકીની સબસિડિયરી બનાવી દીધી છે.
Power Mech Projects: કંપનીને અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ તરફથી મહારાષ્ટ્રના થર્મલ પાવર પ્લાન્ટમાં ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) માટે 709.56 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.
Bajaj Electricals: કંપનીએ ભારત અને દક્ષિણ એશિયા માટે મોર્ફી રિચર્ડ્સ (Morphy Richards) ના બ્રાન્ડ રાઇટ્સ 141.4 કરોડ રૂપિયામાં ખરીદવા માટે કરાર કર્યો છે.
Alkyl Amines Chemicals: કાચા માલ (એમોનિયા) ની અછતને કારણે પાતાલગંગા, કુરકુંભ અને દહેજ પ્લાન્ટમાં અમુક કેમિકલ્સનું ઉત્પાદન કંપનીએ હંગામી ધોરણે બંધ કરવું પડ્યું છે.
NOCIL: કંપનીના બોર્ડે દહેજ પ્લાન્ટમાં કેપેસિટી વધારવા માટે 130 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી છે.
Redington: ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ખાડી દેશોમાં કંપનીની સબસિડિયરીનો બિઝનેસ પ્રભાવિત થયો છે.
Zydus Lifesciences: અમેરિકન સબસિડિયરીએ દુર્લભ જિનેટિક બીમારીઓની દવા બનાવવા માટે કોરિયન કંપની સાથે લાયસન્સિંગ એગ્રીમેન્ટ કર્યા છે.
Quess Corp: 1 જૂન 2026 થી આગામી 3 વર્ષ માટે લોહિત ભાટિયાને ગ્રુપ CEO અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે.
Cupid Breweries & Distilleries: પશ્ચિમ બંગાળના મોટા બજારમાં પોતાનો વ્યાપ વધારવા માટે બંસલ ઉદ્યોગ સાથે કરાર કર્યો છે.
GlaxoSmithKline Pharma: કંપનીના ડિરેક્ટર અને CFO જુબી ચાંડીએ 11 માર્ચ 2026 થી રાજીનામું આપ્યું છે.
આજે કઈ કંપનીના પરિણામ આવશે?
આજે શેરબજારમાં Clean Max Enviro Energy Solutions અને Binny પોતાના નાણાકીય પરિણામો જાહેર કરશે.
Filatex Fashions: પ્રમોટર પ્રભાત સેઠિયાએ માત્ર 0.18 રૂપિયાના ભાવે 8.18 કરોડ શેર વેચ્યા છે.
એક્સ-ડેટ અને F&O પ્રતિબંધ
એક્સ-ડેટ : 5paisa Capital ના રાઇટ્સ ઇશ્યૂ માટે આજે એક્સ-ડેટ છે, આથી તેમાં હલચલ રહેશે.
F&O Ban: આજે SAIL અને સમ્માન કેપિટલ (Samman Capital) ના શેરો F&O (ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ) ના પ્રતિબંધમાં રહેશે, એટલે કે તેમાં કોઈ નવી પોઝિશન બનાવી શકાશે નહીં.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)