Stocks to Watch: નાણાકીય વર્ષ 2026ના છેલ્લા ટ્રેડિંગ દિવસે આ 15 શેરોમાં જોવા મળશે મોટી હલચલ, ફટાફટ ચેક કરો લિસ્ટ
નાણાકીય વર્ષ 2026 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. Coal India અને Bank of Baroda સહિત આ 15 શેરો પર આજે ખાસ નજર રહેશે.
કોલ ઇન્ડિયાની સબસિડિયરી કંપની સેન્ટ્રલ માઈન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ (CMPDI) ના શેરનું આજે BSE અને NSE પર લિસ્ટિંગ થશે.
Stocks to Watch: શેરબજારના રોકાણકારો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. આજે નાણાકીય વર્ષ 2026 નો છેલ્લો ટ્રેડિંગ દિવસ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવને કારણે દુનિયાભરના શેરબજારોમાં ગભરાટનો માહોલ છે. ગિફ્ટ નિફ્ટી તરફથી પણ આજે ભારતીય બજારમાં લાલ નિશાન સાથે શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે.
આવતીકાલે 31 માર્ચે મહાવીર જયંતી નિમિત્તે બજાર બંધ રહેશે. આ સાથે જ આજે નિફ્ટીની મંથલી એક્સપાયરી પણ છે, જેના કારણે બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં શુક્રવારે સેન્સેક્સ 73583.22 અને નિફ્ટી 50 22819.60 ના સ્તર પર 2% થી વધુના મોટા કડાકા સાથે બંધ થયા હતા.
આજના ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં કેટલાક શેરોમાં તેમની ખાસ કોર્પોરેટ ગતિવિધિઓ અને મળેલા નવા પ્રોજેક્ટ્સના કારણે મોટી હલચલ જોવા મળી શકે છે. ચાલો જાણીએ આ 15 શેરો વિશે:
આજે કયા શેરો પર રહેશે ખાસ નજર?
Coal India: કંપનીને તેલંગાણામાં 1,057.09 કરોડ રૂપિયાનો નવો 750 MWh બીઈએસએસ (BESS) પ્રોજેક્ટ મળ્યો છે. ઉપરાંત, કંપનીએ દામોદર વેલી કોર્પોરેશન સાથે 50:50 ના રેશિયોમાં નવું જોઈન્ટ વેન્ચર બનાવ્યું છે.
Bank of Baroda: મધ્યપ્રદેશ સરકારે આ બેન્ક પર લગાવેલો 5 વર્ષનો પ્રતિબંધ માત્ર 24 કલાકમાં જ હટાવી લીધો છે. મુખ્યમંત્રી કિસાન યોજનાના 1,751 કરોડ રૂપિયાના ફંડ હેન્ડલિંગમાં ગરબડના આરોપસર આ પ્રતિબંધ મુકાયો હતો.
GR Infraprojects: આ કંપનીને NHAI તરફથી ગુજરાતમાં 1453.57 કરોડ રૂપિયાનો અને NTPC તરફથી 413.37 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળ્યો છે.
RailTel Corporation: કંપનીને સેન્ટર ફોર ઈ-ગવર્નન્સ તરફથી 444.44 કરોડ અને મુંબઈ પોર્ટ ઓથોરિટી તરફથી 13.03 કરોડ રૂપિયાનું કામ મળ્યું છે.
Deepak Builders and Engineers: હરિયાણામાં ઇન્ડિયન ઓઇલની રિફાઇનરીમાં 474.25 કરોડ રૂપિયાના ઇન્ફ્રા પ્રોજેક્ટ માટે કંપનીની બોલી સફળ રહી છે.
Thermax: કંપનીની પેટાકંપનીને મધ્ય ભારતમાં 1,600 કરોડ રૂપિયાનો બોઈલર પેકેજ સપ્લાયનો મોટો ઓર્ડર મળ્યો છે.
NLC India: યુપી રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ સાથેના જોઈન્ટ વેન્ચરે પચવારા સાઉથ કોલ બ્લોકમાં કોલસાનું ઉત્પાદન શરૂ કરી દીધું છે.
Bombay Burmah Trading: કંપનીએ નીલગિરિમાં આવેલા પોતાના ચા ના બગીચાઓ 120 કરોડ રૂપિયામાં વેચી દીધા છે.
Apollo Micro Systems & Cyient DLM: મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડે અપોલોના 18.02 લાખ શેર 34.17 કરોડમાં ખરીદ્યા છે, જ્યારે સાયએન્ટ ડીએલએમના 5.42 લાખ શેર 15.1 કરોડ રૂપિયામાં વેચી દીધા છે.
આજે બે મોટા IPO નું થશે લિસ્ટિંગ
CMPDI: કોલ ઇન્ડિયાની સબસિડિયરી કંપની સેન્ટ્રલ માઈન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના શેરનું આજે BSE અને NSE પર લિસ્ટિંગ થશે. 1842 કરોડના આ આઈપીઓને રોકાણકારો તરફથી 1.05 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.
Speciality Medicines: 29 કરોડ રૂપિયાના આ SME IPO નું આજે બીએસઈ પર લિસ્ટિંગ થશે. આ ઇશ્યુને 2.27 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.
ડિવિડન્ડ અને બોનસ શેરની એક્સ-ડેટ
TVS Motor Company: આજે કંપનીના 12 રૂપિયાના ડિવિડન્ડ માટે એક્સ-ડેટ છે.
IRB Infra: કંપની દ્વારા જાહેર કરાયેલા 1:1 ના રેશિયોમાં બોનસ શેર માટે પણ આજે એક્સ-ડેટ છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.