Closing Bell: મજબૂત રૂપિયાનો શેરબજારને ટેકો, સેન્સેક્સ 185 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ની પાર બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell: મજબૂત રૂપિયાનો શેરબજારને ટેકો, સેન્સેક્સ 185 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ની પાર બંધ

ભારતીય શેરબજારમાં મજબૂત રૂપિયાના કારણે તેજી જોવા મળી. સેન્સેક્સ 185 પોઈન્ટ ઉછળીને 73,319 પર અને નિફ્ટી 22,700 ની પાર બંધ રહ્યો. જાણો આજના શેર બજારની મુખ્ય હાઇલાઇટ્સ.

અપડેટેડ 03:50:40 PM Apr 02, 2026 પર
Story continues below Advertisement
નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1-1 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે દર્શાવે છે કે નાના શેરોમાં રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કર્યું છે.

Closing Bell: 2 એપ્રિલના રોજ ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જોકે, ટ્રેડિંગ સેશનના અંતે રૂપિયાની મજબૂતી અને આઈટી શેરોમાં આવેલી શાનદાર ખરીદીના કારણે બજારમાં તેજી પરત ફરી હતી. દિવસભરની અફરાતફરી બાદ બજાર લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યું હતું.

સેન્સેક્સ અને નિફ્ટીની ક્લોઝિંગ સ્થિતિ

શેરબજારના મુખ્ય ઇન્ડેક્સના આંકડાઓ પર નજર કરીએ તો, સેન્સેક્સ કારોબારના અંતે BSE સેન્સેક્સ 185.23 પોઈન્ટ એટલે કે 0.25 ટકાના ઉછાળા સાથે 73,319.55 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ NSE નિફ્ટી પણ 33.70 પોઈન્ટ એટલે કે 0.15 ટકાના સામાન્ય વધારા સાથે 22,713.10 ના સ્તર પર બંધ થવામાં સફળ રહ્યો છે. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 22,700 ની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યો હતો.

આજના કારોબારમાં નિફ્ટી પર આઈટી (IT) શેરોનો દબદબો સ્પષ્ટ જોવા મળ્યો હતો.

ટોપ ગેનર્સ


એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, નેસ્લે અને વિપ્રો નિફ્ટીના ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતા.

ટોપ લૂઝર્સ

જ્યારે ઇટર્નલ, એશિયન પેઇન્ટ્સ, આયશર મોટર્સ, એનટીપીસી અને સન ફાર્માના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને તે નુકસાન સાથે બંધ થયા હતા.

મિડકેપ-સ્મોલકેપ અને સેક્ટોરલ અપડેટ્સ

મુખ્ય ઈન્ડેક્સ ભલે લીલા નિશાનમાં બંધ થયા હોય, પરંતુ બ્રોડર માર્કેટમાં આજે નરમાશ જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1-1 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે દર્શાવે છે કે નાના શેરોમાં રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કર્યું છે.

સેક્ટર્સની વાત કરીએ તો, આજે આઈટી (IT) ઈન્ડેક્સમાં 2.5 ટકાનો શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો, જેણે બજારને તૂટતા બચાવ્યું હતું. જ્યારે બીજી બાજુ, પીએસયુ (PSU) બેન્ક, ઓઇલ એન્ડ ગેસ, ફાર્મા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સમાં 1-1 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

એકંદરે કહીએ તો, આજે શેરબજારને મજબૂત રૂપિયાનો પૂરો સપોર્ટ મળ્યો હતો. શરૂઆતી ઉતાર-ચઢાવ છતાં, આઈટી સેક્ટરના શેરોમાં રોકાણકારોના ભરોસાએ માર્કેટને પોઝિટિવ ઝોનમાં બંધ રાખવામાં મોટી ભૂમિકા ભજવી છે. રોકાણકારો હવે આગામી દિવસોમાં વૈશ્વિક બજારોના સંકેતો પર નજર રાખશે.

આ પણ વાંચો-Ola Electricના શેરમાં 2 દિવસમાં 23% નો જંગી ઉછાળો, કંપનીની આ એક જાહેરાતથી રોકાણકારો થયા માલામાલ

MoneyControl News

MoneyControl News

First Published: Apr 02, 2026 3:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.