Sun TV Share Price: ડીમર્જર સમાચારથી શેરમાં 15%નો ઉછાળો, 52-વીકનો નવો હાઈ
Sun TVના શેરમાં ડીમર્જરની ચર્ચા વચ્ચે 15% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. CNBC-Awaazના સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની પોતાના IPL બિઝનેસને અલગ કરવાની તૈયારી કરી રહી છે અને IPL ફ્રેન્ચાઇઝીનું વેલ્યુએશન આશરે ₹13,000-14,000 કરોડ હોઈ શકે છે. કંપની પાસે ત્રણ ક્રિકેટ ફ્રેન્ચાઇઝી છે અને લગભગ ₹8,000 કરોડનું ફ્રી કેશ રિઝર્વ છે. શેરે ટ્રેડિંગ દરમિયાન ₹663.90નું નવું 52-વીક હાઈ પણ બનાવ્યું હતું.
ડીમર્જરની ચર્ચાથી Sun TVના શેરમાં ધમાકેદાર તેજી, શેર 15% સુધી ઉછળ્યો અને ₹663.90ના 52-વીક હાઈ પર પહોંચ્યો.
Sun TV Shares Surge: ડીમર્જરની ચર્ચા વચ્ચે આજે Sun TV Networkના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. આજના ટ્રેડિંગ સેશનમાં શેર 15% સુધી ઉછળ્યો હતો. અમારૂ સહયોગી ચેનલ CNBC-આવાઝને સૂત્રો પાસેથી મળેલી એક્સક્લૂઝિવ માહિતી અનુસાર, કંપની પોતાના IPL બિઝનેસને અલગ કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, IPL ફ્રેન્ચાઇઝીનું વેલ્યુએશન આશરે ₹13,000-14,000 કરોડ હોઈ શકે છે. આ ડીમર્જરથી કંપનીમાં મોટી વેલ્યુ અનલોકિંગ થઈ શકે છે.
Sun TVમાં મોટી વેલ્યુ અનલોકિંગની ચર્ચા
સૂત્રોના જણાવ્યા અનુસાર Sun TVમાં મોટા ડીમર્જરની તૈયારી ચાલી રહી છે અને આ પ્રક્રિયા હેઠળ કંપની પોતાનો IPL બિઝનેસ અલગ કરી શકે છે. બ્રોકરેજ રિપોર્ટ્સ અનુસાર IPL ફ્રેન્ચાઇઝીનું વેલ્યુએશન ₹13,000-14,000 કરોડ હોવાનું અનુમાન છે. Sun TV પાસે હાલમાં ત્રણ ક્રિકેટ ફ્રેન્ચાઇઝી છે. કંપનીનું વર્તમાન માર્કેટ કેપ આશરે ₹24,000 કરોડ છે, જ્યારે કંપની પાસે લગભગ ₹8,000 કરોડનું ફ્રી કેશ રિઝર્વ છે. પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની IPL આવકમાં 33%નો વધારો થયો હતો. અમારી સહયોગી ચેનલ CNBC-આવાઝે આ મામલે Sun TV મેનેજમેન્ટને ઈમેલ મોકલ્યો છે, જોકે સમાચાર લખાય ત્યાં સુધી કંપનીના મેનેજમેન્ટ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી.
Sun TV પાસે કઈ-કઈ ક્રિકેટ ફ્રેન્ચાઇઝી છે?
Sun TVની ક્રિકેટ ફ્રેન્ચાઇઝીમાં SunRisers Hyderabad, SunRisers Eastern Cape અને SunRisers Leedsનો સમાવેશ થાય છે. આ વર્ષે થયેલી કેટલીક મોટી IPL ડીલ્સની વાત કરીએ તો RCBનું વેલ્યુએશન ₹16,660 કરોડ અને Rajasthan Royalsનું વેલ્યુએશન ₹15,286 કરોડ સુધી પહોંચ્યું છે.
Sun TV Share Priceની ચાલ
હાલમાં Sun TVનો શેર NSE પર આશરે ₹621ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જે અગાઉના બંધ ભાવની સરખામણીએ ₹64.95 એટલે કે 11.74%નો વધારો દર્શાવે છે. દિવસ દરમિયાન શેર ₹663.90 સુધી પહોંચ્યો હતો, જે તેનું 52-વીક હાઈ પણ છે. શેરનું ટ્રેડિંગ વોલ્યુમ આશરે 2.88 કરોડ શેર અને માર્કેટ કેપ લગભગ ₹24,236 કરોડ હતું. છેલ્લા 1 અઠવાડિયામાં શેર 26.74%, 1 મહિનામાં 30.94%, 3 મહિનામાં 20.51% અને 6 મહિનામાં 9.59% વધ્યો છે. આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી શેર 5.74% વધ્યો છે, જ્યારે છેલ્લા 1 વર્ષમાં 18.69% અને 3 વર્ષમાં 1.49%નો વધારો થયો છે.
મોતીલાલ ઓસવાલનું Sun TV પર શું કહેવું હતું?
મોતીલાલ ઓસવાલએ 12 ઓગસ્ટ 2026ની પોતાની રિસર્ચ રિપોર્ટમાં Sun TV Network માટે ₹545નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો હતો અને 'Neutral' રેટિંગ આપ્યું હતું. જોકે, આ રિપોર્ટ ડીમર્જરની હાલની ચર્ચા પહેલાંનો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.