Coca-Cola IPO: કોકા-કોલા ભારતમાં લાવશે પોતાનો IPO, 10 અબજ ડોલરના વેલ્યુએશન પર નજર | Moneycontrol Gujarati
Get App

Coca-Cola IPO: કોકા-કોલા ભારતમાં લાવશે પોતાનો IPO, 10 અબજ ડોલરના વેલ્યુએશન પર નજર

ગ્લોબલ બેવરેજ કંપની કોકા-કોલા ભારતમાં તેની બોટલિંગ યુનિટ HCCBનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. 10 અબજ ડોલરના વેલ્યુએશનવાળા આ IPOની સંપૂર્ણ માહિતી જાણો.

અપડેટેડ 05:53:57 PM Sep 30, 2026 પર
Story continues below Advertisement
તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અને બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, કોકા-કોલા આગામી ડિસેમ્બર મહિનામાં પોતાના IPO માટે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઈલ કરી શકે છે.

Coca-Cola IPO : ભારતીય શેરબજારમાં અત્યારે પ્રાઈમરી માર્કેટ એટલે કે IPOની જબરદસ્ત ધૂમ મચી છે. જો તમે પણ શેરબજારમાં રોકાણ કરીને સારી કમાણી કરવા માંગતા હોવ, તો તમારા માટે એક બહુ મોટા સમાચાર છે. વિશ્વની પ્રખ્યાત બેવરેજ કંપની કોકા-કોલા બહુ જલ્દી ભારતમાં પોતાનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. કંપની તેની ભારતીય બોટલિંગ યુનિટ હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસનો IPO બજારમાં ઉતારશે.

ડિસેમ્બરમાં ભરાઈ શકે છે ડ્રાફ્ટ પેપર

તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અને બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, કોકા-કોલા આગામી ડિસેમ્બર મહિનામાં પોતાના IPO માટે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઈલ કરી શકે છે.કંપની આ ભારતીય બોટલિંગ યુનિટનું વેલ્યુએશન લગભગ 10 અબજ ડોલર રાખવાનું લક્ષ્ય ધરાવે છે. અગાઉ એવી અટકળો હતી કે કંપની આ IPO દ્વારા 1 અબજ ડોલર જેટલી રકમ બજારમાંથી એકઠી કરી શકે છે. જોકે, હજુ અંતિમ વાતચીત ચાલી રહી છે, તેથી IPO ની તારીખ, તેનું કદ અને વેલ્યુએશનમાં ફેરફાર થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ IPO માં મોટેભાગે હાલના રોકાણકારો જ પોતાનો હિસ્સો વેચી શકે છે.

IPO માટે બેન્કોની મોટી ફોજ તૈયાર

કોકા-કોલાએ આ મેગા IPO ની પ્રક્રિયાને સરળ બનાવવા માટે દિગ્ગજ બેન્કોની ટીમ બનાવી છે. હાલમાં જ કંપનીએ આ ટીમમાં એક્સિસ કેપિટલ અને આઇઆઇએફએલ કેપિટલ સર્વિસિસને પણ સામેલ કરી છે. આ પહેલાથી જ કોટક મહિન્દ્રા કેપિટલ, સિટીગ્રુપ, જેપી મોર્ગન ચેઝ અને મોર્ગન સ્ટેનલી જેવી આંતરરાષ્ટ્રીય બેન્કો આ ડીલ પર કામ કરી રહી છે.


શું કામ કરે છે કંપની ?

હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસએ ભારતમાં કોકા-કોલાની મુખ્ય બોટલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન કંપની છે. આપણે રોજબરોજ જે ઠંડા પીણાં પીએ છીએ, તેનું ઉત્પાદન અને વિતરણ આ કંપની જ કરે છે. તેના પોર્ટફોલિયોમાં કોકા-કોલા, થમ્સ અપ, સ્પ્રાઈટ, ફેન્ટા, લિમ્કા અને માઝાજેવી બ્રાન્ડ્સ સામેલ છે.

ભારતમાં અત્યારે IPO નો સુવર્ણ કાળ

હાલમાં ભારતીય શેરબજારમાં નવા IPO ને બમ્પર પ્રતિસાદ મળી રહ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો, માત્ર જુલાઈથી સપ્ટેમ્બર મહિના વચ્ચે જ ભારતમાં IPO દ્વારા લગભગ 10 અબજ ડોલર એકઠા કરવામાં આવ્યા છે. કોઈ એક ક્વાર્ટરમાં ભેગી કરાયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. આ વર્ષે ભારતમાં અત્યાર સુધીમાં આશરે 250 જેટલા IPO આવ્યા છે, જેના દ્વારા કંપનીઓએ 13 અબજ ડોલરથી વધુનું ભંડોળ ભેગું કર્યું છે.

આ પણ વાંચો-કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ, DAમાં 3%નો વધારો નક્કી, મોંઘવારી ભથ્થું 60%થી વધીને 63% થશે

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 30, 2026 5:53 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.