શેરબજારમાં ભારે કડાકો, છતાં ટેકનિકલ ચાર્ટ પર આ 6 શેરોમાં દેખાઈ રહ્યો છે દમ! જાણો કયા શેરમાં છે કમાણીની તક | Moneycontrol Gujarati
Get App

શેરબજારમાં ભારે કડાકો, છતાં ટેકનિકલ ચાર્ટ પર આ 6 શેરોમાં દેખાઈ રહ્યો છે દમ! જાણો કયા શેરમાં છે કમાણીની તક

Top Technical Picks: બજારમાં ભારે કડાકા વચ્ચે પણ ફાર્મા સેક્ટરમાં તેજી છે. AURO PHARMA અને IPCA LAB સહિત કયા શેરો ટેકનિકલ ચાર્ટ પર મજબૂત છે અને કયા નબળા? વાંચો આ સ્પેશિયલ રિપોર્ટ.

અપડેટેડ 12:00:09 PM Mar 30, 2026 પર
Story continues below Advertisement
Top Technical Picks: શેરબજારમાં કડાકા વચ્ચે રોકાણકારો માટે ખાસ તક

Top Technical Picks: 30 માર્ચના રોજ મંથલી એક્સપાયરીના દિવસે શેરબજારમાં ભારે વેચવાલી અને કડાકો જોવા મળ્યો છે. સવારે 11 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 1099.59 પોઈન્ટ એટલે કે 1.49 ટકા તૂટીને 72483.63 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 324.40 પોઈન્ટ (1.42 ટકા) ઘટીને 22495.20 પર જોવા મળ્યો હતો. બેંક નિફ્ટીમાં પણ 1300 પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાયો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ 2 ટકાનું ગાબડું પડ્યું છે.

બજારમાં ડર દેખાડતો ઈન્ડેક્સ INDIA VIX 6 ટકા ઉછળીને 28 ની પાર પહોંચી ગયો છે. PSU, પ્રાઈવેટ બેંકો, ફાઇનાન્સિયલ અને કેપિટલ માર્કેટના શેરોમાં 2 થી 2.5 ટકા સુધીનો ઘટાડો છે. જોકે, મેટલ, ઓઇલ, ગેસ અને કેટલીક સરકારી કંપનીઓમાં થોડી ખરીદી જોવા મળી રહી છે. આટલા ખરાબ માહોલમાં પણ કેટલાક શેરોનું ટેકનિકલ સેટઅપ એકદમ શાનદાર છે, જેના પર તમારે નજર રાખવી જોઈએ.

નિફ્ટી ફાર્મા: બજારનું સૌથી મજબૂત સેક્ટર

અત્યારના સમયમાં NSE પર ફાર્મા સેક્ટર સૌથી મજબૂત સાબિત થઈ રહ્યું છે. મંથલી રેશિયો ચાર્ટ પર ફાર્મા શેરો નિફ્ટીને પણ પાછળ છોડી રહ્યા છે. આ સેક્ટરે સપ્ટેમ્બર 2020 ના ટ્રેન્ડલાઈન રજિસ્ટન્સને સફળતાપૂર્વક પાર કરી લીધું છે. તમને જણાવી દઈએ કે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં 20 શેરોનો સમાવેશ થાય છે.

ટેકનિકલ ચાર્ટ પર મજબૂત દેખાતા શેરો


AURO PHARMA (સૌથી મજબૂત):

આ ફાર્મા સેક્ટરનો સૌથી મજબૂત શેર છે. શેરમાં જબરદસ્ત તેજીનો માહોલ છે અને તે 18 મહિનાની ચેનલને ક્રોસ કરી રહ્યો છે. ગઈકાલે આ શેરમાં 20 અઠવાડિયાની એવરેજ કરતાં પણ વધુ ડિલિવરી વોલ્યુમ જોવા મળ્યું છે. એપ્રિલ સિરીઝમાં 87 ટકા રોલઓવર થયું છે.

IPCA LAB (ચેનલ બ્રેકઆઉટ):

નબળા બજારમાં પણ આ શેરમાં સારી એવી તેજી છે. 15 મહિનાની ચેનલનું બ્રેકઆઉટ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ શેર પોતાના તમામ મહત્વના મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જે એક પોઝિટિવ સંકેત છે.

BHARTI AIRTEL (રિવર્સલના સંકેત):

આ શેરમાં તેજી પાછી ફરી રહી હોય તેવું લાગી રહ્યું છે. શેર 10 DEMA ની પાર નીકળી ગયો છે અને 20 DEMA ની નજીક પહોંચી રહ્યો છે. શુક્રવારે તેમાં 1.78 કરોડ શેરોની જંગી ડિલિવરી ઉઠી હતી, જે એક વર્ષની સૌથી ઉંચી સપાટી છે. એપ્રિલ સિરીઝમાં 89 ટકા રોલઓવર જોવા મળ્યું છે.

ટેકનિકલ ચાર્ટ પર નબળા દેખાતા શેરો

BAJAJ FINERV

ચાર્ટ પર આ શેર ખૂબ જ નબળો દેખાઈ રહ્યો છે. છેલ્લા 5 અઠવાડિયાથી તેમાં સતત ઘટાડો ચાલુ છે. હાલમાં શેર 200 WMA ના ખૂબ જ મહત્વના સપોર્ટ લેવલ પર છે. ઓક્ટોબર 2020 પછી આ શેર ક્યારેય 200 WMA ની નીચે બંધ થયો નથી. વાયદા બજારમાં પણ શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યું છે.

MFSL

આ શેરમાં પણ 5 અઠવાડિયાથી સતત વેચવાલી છે. તેણે 50 WMA નું અગત્યનું સ્તર તોડી નાખ્યું છે અને ભાવ 3 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા છે. એપ્રિલ સિરીઝમાં 94 ટકા રોલઓવર નોંધાયું છે.

SONA BLW

ચાર્ટ પર આ શેર એકદમ કમજોર થઈ ગયો છે. એક જ કેન્ડલમાં તેણે 20 DEMA, 50 DMA અને 100 DMA ના મહત્વના લેવલ તોડી નાખ્યા છે. શુક્રવારે તેમાં ભારે ડિલિવરી વેચવાલી થઈ હતી અને એપ્રિલ સિરીઝમાં 92 ટકા રોલઓવર છે.

બજારની આ અસ્થિરતા વચ્ચે રોકાણકારોએ ટેકનિકલ રીતે મજબૂત ફાર્મા શેરો અને એરટેલ જેવા શેરો પર નજર રાખવી જોઈએ, જ્યારે બજાજ ફિનસર્વ અને સોના બીએલડબલ્યુ જેવા નબળા શેરોમાં હાલ પૂરતી સાવચેતી રાખવી હિતાવહ છે.

આ પણ વાંચો-  Dollar Vs Rupee: RBIના એક એક્શનથી રૂપિયામાં શાનદાર રિકવરી, ડોલર સામે ભાવ 1.22 રૂપિયા ઉછળ્યો

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 30, 2026 12:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.