Trade Spotlight: સનટેક રિયલ્ટી, જમના ઑટો અને ઓલેક્ટ્રા ગ્રીનટેકમાં હવે શું કરવું?
Trade Spotlight: છેલ્લા કારોબારી દિવસે જે સ્ટૉક્સે બ્રોડરની સાથે જ બેંચમાર્કથી સારૂ પ્રદર્શન કર્યુ હતુ તેમાં સનટેક રિયલ્ટી, જમના ઑટો ઈંડસ્ટ્રીઝ અને ઓલેટ્રા ગ્રીનટેક સામેલ છે. સનટેક રિયલ્ટી નિફ્ટી 50 ઈંડેક્સના બીજા મોટા ગેનર હતા. આ સ્ટૉક 12 ટકા વધીને 335 રૂપિયા પર બંધ થયો હતો. સ્ટૉકે દૈનિક ચાર્ટ પર ભારી વૉલ્યૂમની સાથે મજબૂત બુલિશ કેંડલસ્ટિક પેટર્ન બનાવી હતી.
છેલ્લા કારોબારી દિવસે જે સ્ટૉક્સે બ્રૉડરની સાથે જ બેંચમાર્કથી સારૂ પ્રદર્શન કર્યુ હતુ તેમાં સનટેક રિયલ્ટી, જમના ઑટો ઈંડસ્ટ્રીઝ અને ઓલેટ્રા ગ્રીનટેક શામેલ છે.
Trade Spotlight: 7 જુલાઈના બજારમાં ઘટાડો જોવાને મળ્યો હતો. યૂએસ ફેડની જુલાઈ મીટિંગમાં દરોમાં વધારાની આશંકાની વચ્ચે એશિયાઈ બજારોમાં આવી નબળાઈની અસર ભારતીય બજારો પર પણ જોવાને મળી હતી. 7 જુલાઈના ઑટોને છોડીને બધા મહત્વના સેક્ટોરલ ઈંડેક્સમાં તેજી જોવાને મળી હતી. બીએસઈ સેન્સેક્સ 500 અંકથી વધારે ઘટીને 65,280 પર અને નિફ્ટી 50 ઈન્ડેક્સ 166 અંક ઘટીને 19332 પર બંધ થયા હતા. બ્રૉડર માર્કેટમાં પણ નબળાઈ જોવાને મળી હતી. નિફ્ટી મિડકેપ 100 અને સ્મૉલકેપ 100 ઈન્ડેક્સમાં ક્રમશ: 0.8 ટકા અને 0.4 ટકાનો ઘટાડો આવ્યો.
બેંક નિફ્ટી પણ 45000 થી નીચે લપસી ગયા હતા. તે 400 અંકથી વધારે ઘટીને 44925 પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી આઈટીએ ત્રીજીવાર 30,000 અંકને પાર કરવા માટે ઘણુ સંઘર્ષ કર્યુ, પરંતુ અસફળ રહ્યા હતા. કારોબારના અંતમાં તે 240 અંકથી વધારે ઘટીને 29560 પર બંધ થયા હતા.
છેલ્લા કારોબારી દિવસે જે સ્ટૉક્સે બ્રૉડરની સાથે જ બેંચમાર્કથી સારૂ પ્રદર્શન કર્યુ હતુ તેમાં સનટેક રિયલ્ટી, જમના ઑટો ઈંડસ્ટ્રીઝ અને ઓલેટ્રા ગ્રીનટેક શામેલ છે. સનટેક રિયલ્ટી નિફ્ટી 50 ઈન્ડેક્સનું બીજા સૌથી મોટુ ગેનર હતુ. આ સ્ટૉક 12 ટકા વધીને 335 રૂપિયા પર બંધ થયા હતા. સ્ટૉકે દૈનિક ચાર્ટ પર ભારી વૉલ્યૂમની સાથે મજબૂત બુલિશ કેંડલસ્ટિક પેટર્ન બનાવી હતી.
જમના ઑટો ઈંડસ્ટ્રીઝમાં પણ અપટ્રેંડ ચાલુ રહ્યુ હતુ. સ્ટૉક 3 ટકા વધીને 112 રૂપિયા પર બંધ થયા અને સરેરાશથી વધારે વૉલ્યૂમની સાથે ડેલી સ્કેલ પર એક મજબૂત તેજી કેંડલસ્ટિક પેટર્ન બનાવી હતી.
ઓલેક્ટ્રા ગ્રીનટેક નિફ્ટી 500 ઈંડેક્સના ટૉપ ગેનરોમાં રહ્યા હતા. આ સ્ટૉક 18 ટકા વધીને 1,232 રૂપિયાના રેકૉર્ડ ઉચ્ચ સ્તર પર બંધ થયા હતા અને મજબૂત વૉલ્યૂમની સાથે ડેલી ચાર્ટ પર મજબૂત બુલિશ કેંડલિસ્ટિક પેટર્ન બનાવી હતી. સ્ટૉકે લગાતાર બીજા સત્રમાં હાયર હાઈ, હાયર લો નું ગઠન કર્યુ હતુ.
આવો જોઈએ હવે આ શેરો પર શું છે એક્સિસ સિક્યોરિટીઝના રાજેશ પાલવિયાની ટ્રેડિંગ રણનીતિ
Sunteck Realty: છેલ્લા સપ્તાહે 19 ટકાની તેજી વધારાની સાથે સ્ટૉકે શૉર્ટ ટર્મ ચાર્ટ પર એક મોટુ ટ્રેંડ રિવર્સલ આપ્યુ છે. કિંમતમાં આ ઉછાળાના ચાલતે આ સ્ટૉક વીકલી ક્લોઝિંગના આધાર પર 12 મે, 2023 ના 320 રુપિયાના ઉચ્ચ સ્તરને પાર કરવામાં કામયાબ રહ્યા. આ બ્રેકઆઉટ સ્ટૉકમાં બુલ્સની જોરદાર એન્ટ્રીની પુષ્ટિ કરે છે. એવામાં રોકાણકારોને સલાહ છે કે જેની પાસે આ શેર છે તેમાં બની રહો. વર્તમાન સ્તરો પર નવી ખરીદી પણ કરવામાં આવી શકે છે. સ્ટૉકમાં ઊપરની તરફ 370-385 રૂપિયાના સ્તર જોવાને મળી શકે છે. નીચેની તરફ 320-300 રૂપિયા પર સપોર્ટ જોવામાં આવી રહ્યો છે.
Jamna Auto Industries: આ સ્ટૉકમાં પણ તેજીના ટ્રેંડ કાયમ છે. રોકાણકારોને સલાહ છે કે જેની પાસે આ શેર છે તેમાં બની રહે. વર્તમાન સ્તરો પર નવી ખરીદી પણ કરવામાં આવી શકે છે. સ્ટૉકમાં ઊપરની તરફ 120-125 રૂપિયાના સ્તર જોવાને મળી શકે છે. નીચેની તરફ 108-104 રૂપિયા પર સપોર્ટ જોવામાં આવી રહ્યા છે.
Olectra Greentech: ઓલેટ્રા ગ્રીનટેક એક મજબૂત અપટ્રેંડમાં દેખાય રહ્યુ છે. તે બધા ટાઈમ ફ્રેમ પર હાયર ટૉપ અને બૉટમ સીરીઝ બનાવી રહ્યા છે. આ પૈટર્ન સ્ટૉકમાં નિરંતર તેજી બનાવી રહેવાના સંકેત આપે છે. રોકાણકારોને સલાહ છે કે જેની પાસે આ શેર છે તેમાં બની રહો. વર્તમાન સ્તરો પર નવી ખરીદી પણ કરવામાં આવી શકે છે. સ્ટૉકમાં ઊપરની તરફ 1330-1450 રૂપિયાના સ્તર જોવાને મળી શકે છે. નીચેની તરફ 1040-1010 રૂપિયા પર સપોર્ટ જોવામાં આવી રહ્યો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.