Vodafone Idea ના શેરમાં તેજી! SBI સહિતના લેન્ડર્સ $3.5 અબજ આપવા રાજી, જાણો આખી ડિલ | Moneycontrol Gujarati
Get App

Vodafone Idea ના શેરમાં તેજી! SBI સહિતના લેન્ડર્સ $3.5 અબજ આપવા રાજી, જાણો આખી ડિલ

Vodafone Ideaને મોટી નાણાકીય રાહત મળવાની શક્યતા છે. SBIની આગેવાની હેઠળ lendersના એક ગ્રુપે કંપનીને લગભગ $3.5 અબજની લોન આપવા સહમતિ દર્શાવી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. આ ફંડનો ઉપયોગ નેટવર્કને અપગ્રેડ કરવા અને Jio તથા Airtel સામે સ્પર્ધા મજબૂત કરવા માટે થઈ શકે છે. સમાચાર વચ્ચે Vodafone Ideaનો શેર 11 સપ્ટેમ્બરે 1.6% સુધી ઉછળીને ₹15.20 થયો હતો અને છેલ્લા 6 મહિનામાં શેર લગભગ 55% વધ્યો છે.

અપડેટેડ 02:14:36 PM Sep 11, 2026 પર
Story continues below Advertisement
Vodafone Ideaને $3.5 અબજની લોન મળવાની આશા વચ્ચે શેરમાં 1.6% સુધીનો ઉછાળો, 6 મહિનામાં 55% વધ્યો શેર

Vodafone Idea Share Price: વોડાફોન આઈડીયા લીમીટેડની મુશ્કેલીઓ હવે થોડી ઓછી થવાની આશા વધી છે. કંપનીને મોટી ફંડિંગ મળવાનો રસ્તો સાફ થતો દેખાઈ રહ્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની આગેવાની હેઠળ લેન્ડર્સનું એક ગ્રુપ વોડાફોન આઈડીયાને લગભગ $3.5 અબજની લોન આપવા માટે સહમત થયું છે.

રિપોર્ટમાં મામલાની જાણકારી ધરાવતા લોકોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ ગ્રુપમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને નેશનલ બેંક ફોર ફાઈનાન્શિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NaBFID) પણ સામેલ છે.

વોડાફોન આઈડીયાને $3.5 અબજની લોન, ક્યાં થશે ઉપયોગ?


વોડાફોન આઈડીયા આ ફંડનો એક ભાગ પોતાના ટેલિકોમ નેટવર્કને અપગ્રેડ અને મજબૂત કરવા માટે ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીનો હેતુ રિલાયન્સ જિયો ઈન્ફોકોમ અને ભારતી એરટેલ જેવી હરીફ કંપનીઓ સામે વધુ મજબૂત રીતે સ્પર્ધા કરવાનો છે.

આ લોનની મુદત 10 વર્ષની હોવાનું જણાવાયું છે. ફંડિંગની શરતોમાં એ પણ સામેલ છે કે અબજોપતિ કુમાર મંગલમ બિરલા લોનની સમગ્ર મુદત દરમિયાન કંપનીના ચેરમેન રહેશે. ડિફોલ્ટની સ્થિતિમાં તેમને પેમેન્ટની ગેરંટી પણ આપવી પડશે.

વોડાફોન આઈડિયા શેર પ્રાઈઝમાં તેજી

આ સમાચાર વચ્ચે વોડાફોન આઈડિયાના શેરમાં 11 સપ્ટેમ્બરે તેજી જોવા મળી હતી. BSE પર શેર અગાઉના બંધ ભાવની સરખામણીમાં 1.6% સુધી વધીને ₹15.20 ના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹1.63 લાખ કરોડથી વધુ છે. વોડાફોન આઈડીયાના શેરે છેલ્લા એક મહિનામાં લગભગ 16%, જ્યારે છેલ્લા છ મહિનામાં લગભગ 55%નો ઉછાળો નોંધાવ્યો છે. એક વર્ષના સમયગાળામાં શેરે રોકાણકારોના પૈસા લગભગ બમણા કર્યા છે. વોડાફોન આઈડીયામાં ભારત સરકારની લગભગ 49% હિસ્સેદારી છે.

કંપની લાંબા સમયથી લોન મેળવવા પ્રયાસ કરી રહી હતી. વોડાફોન આઈડિયા પોતાની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા અને ટેલિકોમ નેટવર્કમાં રોકાણ વધારવા માટે લાંબા સમયથી લોન મેળવવાનો પ્રયાસ કરી રહી છે. મે 2026માં CNBC-TV18ના રિપોર્ટ અનુસાર કંપની લેંડર્સ સાથે ફંડિંગ અંગે ચર્ચા કરી રહી હતી. તે સમયે પણ SBI આ lendersના ગ્રુપનું નેતૃત્વ કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

જૂન ક્વાર્ટરમાં કંપનીની ખોટ ઘટી

નાણાકીય મોરચે પણ વોડાફોન આઈડીયા માટે થોડો સુધારો જોવા મળ્યો છે. એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરમાં કંપનીની ચોખ્ખી ખોટ ઘટીને ₹3,754 કરોડ રહી હતી. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીને ₹6,611 કરોડની ખોટ થઈ હતી. કંપનીની ઓપરેશન્સમાંથી આવક પણ લગભગ 6% વધીને ₹11,689 કરોડ થઈ હતી. જૂન 2025 ક્વાર્ટરમાં આ આવક ₹11,023 કરોડ હતી.

જોકે કંપનીના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે. જૂન 2026ના અંતે ગ્રાહકોની સંખ્યા લગભગ 2% ઘટીને 19.31 કરોડ રહી હતી. બીજી તરફ, કંપનીની એવરેજ રેવન્યૂ પર યૂઝર (ARPU) 10.2% વધીને ₹195 થઈ હતી.

આ રીતે એક તરફ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો કંપની માટે પડકાર છે, તો બીજી તરફ ARPUમાં વધારો અને સંભવિત $3.5 અબજની ફંડિંગ કંપનીને નાણાકીય રીતે મજબૂત બનવામાં મદદ કરી શકે છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

આ પણ વાંચો: Crude Oil Price: ક્રૂડ $110ની નજીક, SpiceJet-HPCL-IndiGo સહિત આ શેરોમાં 5% સુધીનો કડાકો

MoneyControl News

MoneyControl News

First Published: Sep 11, 2026 2:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.