Yatharth Hospital ના શેરમાં 8% સુધીની તેજી, એડવેન્ટ ₹3,150 કરોડમાં 24.9% હિસ્સો ખરીદશે | Moneycontrol Gujarati
Get App

Yatharth Hospital ના શેરમાં 8% સુધીની તેજી, એડવેન્ટ ₹3,150 કરોડમાં 24.9% હિસ્સો ખરીદશે

એડવેન્ટ ઈન્ટરનેશનલના ₹3,150 કરોડના રોકાણ અને 24.9% માઇનોરિટી હિસ્સેદારીના સમાચાર બાદ યથાર્થ હોસ્પિટલના શેરમાં 8% સુધીનો ઉછાળો આવ્યો. બીએસઈ પર શેરે ₹1,065.05ની નવી 52-વિક હાઇ બનાવી અને કંપનીનું માર્કેટ કેપ ₹10,000 કરોડને પાર થયું.

અપડેટેડ 02:17:57 PM Sep 17, 2026 પર
Story continues below Advertisement
એડવેન્ટ ઈન્ટરનેશનલના ₹3,150 કરોડના રોકાણના સમાચાર બાદ Yatharth Hospitalના શેરમાં 8% સુધીની તેજી, શેરે નવી 52-વિક હાઇ બનાવી.

Yatharth Hospital Share Price: યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસીસ લિમિટેડના શેરમાં 17 સપ્ટેમ્બરે જોરદાર તેજી જોવા મળી હતી. શેરમાં દિવસ દરમિયાન 8% સુધીનો ઉછાળો આવ્યો હતો અને બીએસઈ પર શેરે ₹1,065.05ની નવી 52-વિક હાઇ સપાટી બનાવી હતી. આ તેજી વચ્ચે કંપનીનું માર્કેટ કેપ પણ ₹10,000 કરોડને પાર પહોંચી ગયું.

શેરમાં તેજીનું મુખ્ય કારણ ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર એડવેન્ટ ઈન્ટરનેશનલનું મોટું રોકાણ છે. એડવેન્ટ ઈન્ટરનેશનલ કંપનીમાં ₹3,150 કરોડની પ્રાઇમરી કેપિટલનું રોકાણ કરવા જઈ રહી છે. આ માટે બંને પક્ષો વચ્ચે ડેફિનિટીવ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થઈ ગયા છે. ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ એડવેન્ટને યથાર્થ હોસ્પિટલ્સમાં 24.9%ની માઇનોરિટી હિસ્સેદારી મળવાની અપેક્ષા છે.

ત્યાગી ફેમિલી સૌથી મોટા શેરહોલ્ડર રહેશે


આ રોકાણ બાદ પણ યથાર્થ હોસ્પિટલની પ્રમોટર ત્યાગી ફેમિલી કંપનીમાં સૌથી મોટી શેરહોલ્ડર તરીકે યથાવત રહેશે. વર્ષ 2008માં શરૂ થયેલી યથાર્થ હોસ્પિટલએ ઉત્તર ભારતમાં મોટું હેલ્થકેર નેટવર્ક ઊભું કર્યું છે. કંપની પાસે હાલમાં 9 મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ છે, જેમાં આશરે 2,800 બેડ છે. કંપનીની કુલ જાહેર કરાયેલી ક્ષમતા લગભગ 3,250 બેડની છે.

₹3,150 કરોડના શેર અને વોરંટ જારી થશે

યથાર્થ હોસ્પીટલ એ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે કંપની સાયપ્રસ સ્થિત રસમલાઈ લિમિટેડને પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધારે પ્રિફરન્શિયલ ઇશ્યૂ દ્વારા ₹3,150 કરોડના ઇક્વિટી શેર અને વોરંટ જારી કરશે. રસમલાઈ લિમિટેડ એ એડવેન્ટ ઈન્ટરનેશનલનું સ્પેશલ પ્રપોઝ વ્હીકલ (SPV) છે, જેનો ઉપયોગ ભારતમાં હેલ્થકેર સેક્ટરના રોકાણોને રુટ કરવા માટે કરવામાં આવે છે. આ પ્રસ્તાવને કંપનીના બોર્ડની મંજૂરી મળી ગઈ છે. જોકે, શેરહોલ્ડર્સની મંજૂરી સહિત કેટલીક અન્ય જરૂરી મંજૂરીઓ હજુ મેળવવાની બાકી છે.

કંપની રસમલાઈ લિમિટેડને ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા 1,30,26,516 સુધીના સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર જારી કરશે. તેની ફ્લોર પ્રાઇસ પ્રતિ સબ્સ્ક્રિપ્શન સિક્યોરિટી ₹984.70 અને ઇશ્યૂ/સબ્સ્ક્રિપ્શન પ્રાઇસ ₹985.17 નક્કી કરવામાં આવી છે. આ રીતે આશરે ₹1,283.33 કરોડના શેર જારી કરવામાં આવશે.

આ ઉપરાંત કંપની 1,89,47,664 સુધીના વોરંટ પણ જારી કરશે. વોરંટ માટે સબ્સ્ક્રિપ્શન પ્રાઇસ ₹985.17 પ્રતિ વોરંટ છે અને આ રીતે આશરે ₹1,866.67 કરોડના વોરંટ જારી કરવામાં આવશે.

6 મહિનામાં શેર લગભગ 60% વધ્યો

યથાર્થ હોસ્પિટલના શેરની ફેસ વેલ્યુ ₹10 છે અને તે BSE 1000 ઇન્ડેક્સનો હિસ્સો છે. કંપની ઓગસ્ટ 2023માં શેરબજારમાં લિસ્ટ થઈ હતી અને તેનો IPO ₹686.55 કરોડનો હતો. જૂન 2026ના અંત સુધી કંપનીમાં પ્રમોટર્સની હિસ્સેદારી 55.80% હતી.

શેરના પ્રદર્શનની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં તેમાં 20%થી વધુનો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં શેર લગભગ 60% મજબૂત થયો છે. બે વર્ષમાં શેરની કિંમત આશરે 90% વધી છે, જ્યારે ત્રણ વર્ષમાં તેમાં લગભગ 170%નો ઉછાળો નોંધાયો છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

શેરબજારમાં જોરદાર રિકવરી: સેન્સેક્સ ડે લો થી 500 પોઈન્ટ ઉપર, નિફ્ટી 23,350 ને પાર

MoneyControl News

MoneyControl News

First Published: Sep 17, 2026 2:17 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.