Yes Bank Share Price: યસ બેન્કના ક્વાર્ટર 4ના પરિણામ પહેલા શેરમાં આવ્યો ઘટાડો, રોકાણ માટે કેવી બનશે સ્ટ્રેટજી?
Yes Bank Share Price: આવતી કાલે માર્ચ 2023 ક્વાર્ટરના નાણાકીય પરિણામો પહેલાં યસ બેન્કના શેરોમાં આજે વેચવાલીનું દબાણ જોવા મળ્યો છે. શરૂઆતમાં અડધો ટકા વધ્યા બાદ હવે તેમાં એક ટકાથી વધુનો ઘટાડો થયો છે. આજે સતત ત્રીજા દિવસે તેમાં નબળાઈ જોવા મળી રહી છે. માર્કેટ એક્સપર્ટે તેમાં રોકાણ માટે ખાસ સ્ટ્રેટજીનું વલણ છે.
ઘરેલૂ બ્રોકરેજ ફર્મ કોટક ઈન્સ્ટીટ્યબશનલ ઇક્વિટીના અનુસાર માર્ચ 2023 ક્વાર્ટરમાં બેન્કના વ્યાજથી નેટ ઈનકમ વર્ષના આધાર પર 6 ટકા અને ક્વાર્ટરના આધાર પર 2 ટકા વધીને 1923.8 કરોડ રૂપિયા પર પહોંચી શકે છે.
Yes Bank Share Price: પ્રાઈવેટ સેક્ટરના દિગ્ગજ બેન્ક યસ બેન્ક (Yes Bank) આવતી કાલે શનિવાર 22 એપ્રિલે માર્ચ 2023 ક્વાર્ટરમાં નાણાકીય પરિણામ રજૂ કરશે. પરિણામ આવાના એક દિવસ પહેલા આજે તેના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. હાલમાં બીએસઈ પર આ 1.27 ટકાના ગટાડા સાથે 16.33 રૂપિયામાં મળી રહ્યા છે. જો કે ઈન્ટ્રા ડે માં તે અડધો ટકા વધીને 16.61 રૂપિયા પર પહોંચી ગઈ હતી. અમુક દિવસો પહેલા માર્ચ ક્વાર્ટરમાં રિકૉર્ડ સંખ્યામાં શેરહોલ્ડર્સનો ખુલાસા થવા પર તેના શેરની ખરીદારી વધી ગઈ હતી.
મંગળવાર 18 એપ્રિલે તે 8 ટકાથી વધું વધ્યો હતો. જો કે ફરી સતત ત્રણ દિવસ આજે તે નબળો થયો છે. તે 50 લાખથી વધું શેરહોલ્ડર્સ વાળી પહેલી ભારતીય કંપની બની ગઈ છે. શેરોની વાત કરે તો માર્કેટ એક્સપર્ટ તેમાં સાઈડવેઝ ટ્રેન્ડ જોવા મળી રહી છે અને 20 રૂપિયાના લેવલનો મહત્વ માની રહ્યા છે.
Yes Bankમાં રોકાણ માટે કેવી છે સ્ટ્રેટજી
ઘરેલૂ બ્રોકરેજ ફર્મ આઈઆઈએફએલ સિક્યોરિટીઝના વાઈઝ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના અનુસાર બેન્કના શેરોમાં સાઈડવેઝ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે એટલે કે સપ્લાઈ અને ડિમાન્ડ લગભગ બરાબર રહી છે. તેનું કહેવું છે કે યસ બેન્કના શેરો માટે 20 રૂપિયાના લેવલ રેજિસ્ટેન્સની રીતે કામ કરી રહી છે અને જો તે તેણે ઉપર બંધ થવામાં સફલ થયા છે તો તે 23-26 રૂપિયાના લેવલ પર પણ પહોંચી શકે છે. હાલની વાત કરે તો હાજર લેવલથી લઇને 14 રૂપિયાની આસ-પાસ સુધી 20 રૂપિયાના ટારગેટ પર ખરીદારી કરી શકે છે. તેમાં 11 રૂપિયાનો સ્ટૉપલોસ રાખવાની આશા છે.
પરિણામોને લઇને શું છે અનુમાન
ઘરેલૂ બ્રોકરેજ ફર્મ કોટક ઈન્સ્ટીટ્યબશનલ ઇક્વિટીના અનુસાર માર્ચ 2023 ક્વાર્ટરમાં બેન્કના વ્યાજથી નેટ ઈનકમ વર્ષના આધાર પર 6 ટકા અને ક્વાર્ટરના આધાર પર 2 ટકા વધીને 1923.8 કરોડ રૂપિયા પર પહોંચી શકે છે. જ્યારે બેન્કનો નેટ નફો ક્વાર્ટરના આધાર પર 524 ટકાથી વધીને 321.7 કરોડ રૂપિયાથઈ શકે છે. જેએમ ફાઈનાન્શિયલના અનુસાર બેન્કનો નેટ ઈન્ટરેસ્ટ ઇનકમ વર્ષના આધાર પર 21.7 ટકા અને ક્વાર્ટરના આધાર પર 12.4 ટકાતી વધીને 2215.1 કરોડ રૂપિયા થઈ શકે છે.
ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.