આ 7 લાર્જ કેપ સ્ટૉક્સમાં એક્ટિવ ફંડ મેનેજર્સ બનાવી મોટી પોઝિશન, થઈ શકે છે મજબૂત નફો - active fund managers build big positions in these 7 large cap stocks strong profits can be made | Moneycontrol Gujarati
Get App

આ 7 લાર્જ કેપ સ્ટૉક્સમાં એક્ટિવ ફંડ મેનેજર્સ બનાવી મોટી પોઝિશન, થઈ શકે છે મજબૂત નફો

બજારમાં આવ્યો ઉતાર-ચઢાવનો ઉપયોગ ફંડ મેનેજર આવા શેરોને ખરીદવા માટે કરે છે જે તેના સમય આકર્ષક વેલ્યૂએસન પર ઉપલબ્ધ છે અને જેમાં આગળ મજબૂત સંભાવનાઓ ધરાવે છે.

અપડેટેડ 04:07:31 PM Sep 22, 2022 પર
Story continues below Advertisement

વૈશ્વિક અને ઘરેલૂ ફેક્ટર્સને કારણે છેલ્લા એક વર્ષમાં ભારતીય ઇક્વિટી બજારોએ રોલરકોસ્ટરની સવારીનો અનુમાન કર્યો છે એટલે કે ઘણો ઉતાર-ચઢાવ અને અચાનક થવા વાળી વેચવાલી જેવી ભયાવહ અથવા ખરીદારી જેવી રોમાંચક સત્રોના સામનો કર્યો છે. ફંડ મેનેજર આવી તકોનો ઉપયોગ તે શેરોને ખરીદવા માટે કરે છે જે તે સમય આકર્ષક વેલ્યૂએશન પર ઉપલબ્ધ છે. જેમાં આગળ મજબૂત સંભાવના જોવા મળી રહી છે. અહીં પર ટૉપ લાર્જકેપ સ્ટૉક્સ આપ્યા છે જેમાં એક્સિલ ફંડ મેનેજરોએ છેલ્લા બે મહિનામાં નવી પોઝીશન લીધી છે.

આઈશર મોટર્સ (Eicher Motors)

યૂટીઆઈ ટ્રાન્સપોર્ટેશન એન્ડ લૉજિસ્ટિક્સ, ડીએસપી ફોકસ અને આઈટીઆઈ વેલ્યૂ ફંડ (UTI transportation & Logistics, DSP Focus and ITI Value Fund) જેવી સ્કીમએ સ્ટૉકમાં મહત્વપૂર્ણ પોઝીશન લીધી છે. જેયોજિત અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ જેવા બ્રોકરોએ સ્ટૉકમાં કરીદારીની રોટિંગ આપી છે જ્યારે એક્સિસ ડાયરેક્ટ અને એચડીએફસી સિક્યોરિટીઝએ તેના પર "હોલ્ડ" રેટિંગ આપી છે (છેલ્લા ત્રણ મહિનામાં જાહેર તેના રિપોર્ટ પર આધારિત).

એચડીએફસી લાઇફ ઇન્શ્યોરેન્સ કંપની (HDFC life Insurance Co)

મોતીલાલા ઓસવાલ ફોકસ 25, ફ્રેન્કલિન ઈન્ડિયા બ્લૂચિપ અને મોલીલાલ ઓસવાલ ઇક્વિટી હાઈબ્રિડ ફંડ (motilal Oswal Focused 25, Franklin India Bluechip and Motilal Oswal Equity hybrid Funds)એ સ્ટૉકમાં ઉલ્લેખનીય ખરીદારી કરી છે. BOBcaps અને આઈસીઆઈ સિક્યોરિટીઝએ સ્ટૉક પર "ખરીદારી"નો કૉલ આપ્યો છે.


મારૂતિ સુઝુકી ઈન્ડિયા (Maruti Suzuki india)

યૂટીઆઈ ટ્રાન્સપોર્ટેશન એન્ડ લૉજિસ્ટિક્સ, જેએમ ફોકસ્ડ અને એસબીઆઈ મેગ્નમ ગ્લોબલ ફંડ (UTI Transportation & logistics, JM Focused and SBI Magnum Global Funds) જેવા મોટો ફંડેસએ આ સ્ટૉકમાં મોટી ખરીદી કરી છે. મોતીલાલ ઓસવાલે ઓગસ્ટમાં આ સ્ટૉક પર ખરીદીના રેટિંગ આપ્યા હતા.

અંબુજા સિમેન્ટ (Ambuja Cement)

આઈસીઆઈસીઆઈ પ્રૂ કમોડિટી, આઈસીઆઈસીઆઈ પ્રૂ મેન્યૂફેક્ચરિંગ, એચડીએફસી હાઉસિંગ અપૉર્ચુનિટીઝ અને ક્વાન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (icici pru Commodities, icici Pru manufacturing, HDFC Housing Opportunities અને Quant infrastructure Fund)એ સીમેન્ટ બનાવા વાળી કંપનીના સ્ટૉકમાં પોઝિશન લીધી છે. છેલ્લા મહિને મોતીલાલ ઓસવાલએ તેમાં હોલ્ડ કરવાની સલાહ આપી હતી.

કોટક મહિન્દ્રા બેન્ક (Kotak Mahindra bank)

ટૉરસ બેન્કિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસેઝ, આઈટીઆઈ બેન્કિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસ અને બરોદા બીએનપી પારિબા બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસ ફંડ (Taurus Banking & Financial services, ITI Banking & Financial Services and Baroda BNP Paribas Banking and Financial services Fund) જેવા સેક્ટર ફંડએ સ્ટૉકમાં આશાથી વધારે ખરીદી કરી છે.

ઇન્ડસઇન્ડ બેન્ક (indusind bank)

નિપ્પૉન ઈન્ડિયા બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસેઝ, એસબીઆઈ બેન્કિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસેઝ અને આઈડીએફસી ફોકસ્ડ ઇક્વિટી ફંડ (nippon indian Banking & Financial Services, SBI Banking & financial Services and IDFC Focused Equity Fund)એ તેના અસેટને લગભગ 3 ટકા સ્ટૉકમાં રોકાણ કર્યું છે. પ્રભુદાસ લીલાધર અને મોતીલાલ ઓસવાલએ ઓગસ્ટમાં સ્ટૉક પર "ખરીદારી"નો કૉલ આપ્યો હતો.

એનટીપીસી (NTPC)

આદિત્ય બિડલા એસએલ પીએસયૂ ઇક્વિટી, ઇવનેસ્કો ઈન્ડિયા પીએસયૂ ઇક્વિટી અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (ADitya birla SL PSU Equity, invesco india PSU Equity and icici Prudential infrastructure Fund)એ તેના પોર્ટફોલિયોમાં આ સ્ટૉકને સામેલ કર્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અને આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટર જેવા સ્ટૉક બ્રોકર્સે ઓગસ્ટમાં સ્ટૉક પર "બાય" કૉલ આપી હતી.

ડિસ્ક્લેમર: (અહીં આપેલી જાણકારી માત્ર માહિતીના હેતુ માટે આપી રહ્યા છે. અહીં કહેવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા રોકાણ કરવાની કોઈ પણ સલાહ આપવામાં નહીં આવે)

MoneyControl News

MoneyControl News

First Published: Sep 22, 2022 4:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.