ઘણા બજાર નિષ્ણાતો તાજેતરના મહિનાઓમાં મિડકેપ અને સ્મોલકેપ સ્ટોકમાં થયેલા વધારા અંગે ઇન્વેસ્ટર્સને એલર્ટ આપી રહ્યા છે અને લાર્જ કેપ સ્ટોકમાં રોકાણ કરવા પર ભાર આપી રહ્યા છે. આવી સ્થિતિમાં, બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે બજાજ ફિનસર્વ લાર્જ કેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેની કેટેગરીમાં આ અનન્ય ફંડ 25-30 સ્ટોકમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને લાંબા ગાળે ઇન્ડેક્સ કરતાં વધુ રિટર્ન આપવાનો ટાર્ગેટ રાખશે.
બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે તાજેતરમાં એક સ્ટડી હાથ ધર્યો છે જે મુજબ લાર્જ કેપ સ્ટોકનું મૂલ્યાંકન તેના વાજબી મૂલ્યાંકનની નજીક છે, જે લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને રોકાણ માટે આકર્ષક વિકલ્પ સાબિત થઈ શકે છે. અભ્યાસ મુજબ, લાર્જ કેપ સ્ટોકમાં ઘણો ઓછો ઘટાડો જોવા મળે છે અને મિડકેપ અને સ્મોલકેપ કેટેગરીની તુલનામાં, લાર્જ કેપ સ્ટોક તેમની ખોટ ઝડપથી પુનઃપ્રાપ્ત કરે છે.
બજાજ ફિનસર્વ લાર્જ કેપ ફંડનો NFO 29 જુલાઈ, 2024થી ખુલશે અને ઇન્વેસ્ટર્સ 12 ઓગસ્ટ, 2024 સુધી NFOમાં રોકાણ કરી શકશે. બજાજ ફિનસર્વ AMCનું આ લાર્જ કેપ ફંડ નિફ્ટી 100 ટોટલ રિટર્ન ઈન્ડેક્સ સામે બેન્ચમાર્ક કરવામાં આવ્યું છે.
NFOના લોન્ચ પર ટિપ્પણી કરતા, ગણેશ મોહને, સીઈઓ, બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ, જણાવ્યું હતું કે, બજાજ ફિનસર્વ લાર્જ કેપ ફંડ ઇન્વેસ્ટર્સને એક જ રોકાણ માર્ગ દ્વારા કોર્પોરેટ ઈન્ડિયાના ચેમ્પિયન્સમાં રોકાણ કરવાની ઉત્તમ તક આપે છે. તેમણે જણાવ્યું હતું કે, આ ફંડ લાંબા ગાળા માટે મજબૂત વિશ્વાસ-નિર્ભર સ્ટોકનો પોર્ટફોલિયો બનાવીને બેન્ચમાર્ક ઇન્ડેક્સને આઉટપરફોર્મ કરવાની વ્યૂહરચના પર કામ કરશે. તેમણે જણાવ્યું હતું કે નિફ્ટી 100 TRI ઇન્ડેક્સે છેલ્લા 21 વર્ષમાં 18 વર્ષમાં સકારાત્મક વળતર આપ્યું છે અને અમે માનીએ છીએ કે તે અમારા ઇન્વેસ્ટર્સના પોર્ટફોલિયોમાં તેમના નાણાકીય ટાર્ગેટને પ્રાપ્ત કરવા માટે મદદ મળશે.