Amit Shah on 2036 Olympics: 2036 ઓલિમ્પિક ગેમ્સનું આયોજન સુરક્ષિત કરવાની પ્રક્રિયા વચ્ચે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટું નિવેદન આપ્યું છે. પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં હાઇ પર્ફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટરના શિલાન્યાસ સમારોહમાં બોલતા શાહે કહ્યું કે ગુજરાત દેશનું સૌથી મોટું રમતગમત માળખા ધરાવતું રાજ્ય બની ગયું છે. શાહે કહ્યું કે ભારત અમદાવાદના મોટેરા ખાતે 2036 ઓલિમ્પિકનું આયોજન કરવા માટે કટિબદ્ધ છે. શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં બની રહેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 10 નવા સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ સંકુલ માટે સરકારે 233 એકર જમીનની વ્યવસ્થા કરી છે. આ દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હશે.