ગુજરાતના મધ્યમ વર્ગને મોટી રાહત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આવાસ ટ્રાન્સફર ડ્યુટીમાં 80% છૂટનો નિર્ણય | Moneycontrol Gujarati
Get App

ગુજરાતના મધ્યમ વર્ગને મોટી રાહત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આવાસ ટ્રાન્સફર ડ્યુટીમાં 80% છૂટનો નિર્ણય

આ નિર્ણયથી મધ્યમ વર્ગના લોકો પર આર્થિક બોજ ઘટશે. અગાઉ, મિલકત ટ્રાન્સફર વખતે ઊંચી સ્ટેમ્પ ડ્યુટી અને દંડની રકમ ચૂકવવી પડતી હતી, જે નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક તકલીફનું કારણ બનતી હતી. હવે, માત્ર 20% ડ્યુટી અને દંડની રકમ ચૂકવવી પડશે, જેનાથી નાણાકીય રાહત મળશે.

અપડેટેડ 10:53:46 AM Jun 30, 2025 પર
Story continues below Advertisement
ગુજરાત સરકારનો આ નિર્ણય નાના અને મધ્યમ વર્ગના લોકો માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય પરિવારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય હેઠળ, આવાસ તબદીલી (Property Transfer) માટે ભરવી પડતી સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની મોટી છૂટ આપવામાં આવશે. આ નિર્ણયથી લાખો ગુજરાતીઓને આર્થિક રાહત મળશે, ખાસ કરીને જેઓ સોસાયટી, એસોસિએશન અથવા નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ દ્વારા મિલકત ટ્રાન્સફર કરે છે.

શું છે આ નિર્ણય?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9(ક) હેઠળ આ નિર્ણય લીધો છે. આ અનુસાર 80% ડ્યુટી માફ, આવાસ ટ્રાન્સફર માટે ભરવી પડતી 100% સ્ટેમ્પ ડ્યુટીમાંથી 80% રકમ માફ કરવામાં આવશે. માત્ર 20% ડ્યુટી: હવે લાભાર્થીઓએ મૂળ ડ્યુટીના ફક્ત 20% જ ચૂકવવા પડશે, જેમાં દંડની રકમ પણ સમાવેશ થશે. આ રાહત ફક્ત સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટ દ્વારા થતી તબદીલીઓ માટે જ લાગુ પડશે.

નાગરિકોને કેવી રીતે ફાયદો થશે?

આ નિર્ણયથી મધ્યમ વર્ગના લોકો પર આર્થિક બોજ ઘટશે. અગાઉ, મિલકત ટ્રાન્સફર વખતે ઊંચી સ્ટેમ્પ ડ્યુટી અને દંડની રકમ ચૂકવવી પડતી હતી, જે નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક તકલીફનું કારણ બનતી હતી. હવે, માત્ર 20% ડ્યુટી અને દંડની રકમ ચૂકવવી પડશે, જેનાથી નાણાકીય રાહત મળશે, લોકોને હજારો રૂપિયાની બચત થશે. સાથે મિલકત ટ્રાન્સફરની પ્રક્રિયા વધુ સરળ અને સસ્તી બનશે. મુખ્યમંત્રીએ નાગરિકોની રજૂઆતોને ધ્યાનમાં લઈને આ સંવેદનશીલ નિર્ણય લીધો છે.


શા માટે આ નિર્ણય મહત્વનો છે?

ગુજરાત સરકારનો આ નિર્ણય નાના અને મધ્યમ વર્ગના લોકો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. રાજ્યના મહેસૂલ વિભાગે આ નિર્ણય દ્વારા નાગરિકોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના હિતમાં પગલું ભર્યું છે. આ ઉપરાંત, આ નિર્ણય ગુજરાત સરકારના લોકલક્ષી અને વિકાસલક્ષી અભિગમને પણ દર્શાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ગુજરાતના લાખો નાગરિકોને આર્થિક રાહત મળશે, અને મિલકત ટ્રાન્સફરની પ્રક્રિયા વધુ સરળ બનશે. આ નિર્ણય રાજ્ય સરકારની સંવેદનશીલતા અને નાગરિકોના હિત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ હોવાનું નાગરિકો જણાવી રહ્યાં છે.

આ પણ વાંચો- ભારત પાકિસ્તાનને ફરી બતાવશે તેની ઔકાત, UNSCમાં પાડોશીના ઇરાદાઓ પર ફેરવશે પાણી

MoneyControl News

MoneyControl News

First Published: Jun 30, 2025 10:53 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.