Bihar Assembly elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલા મંગળવારે અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ખાસ સઘન સુધારા (SIR) ની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, પંચે આજે (30 સપ્ટેમ્બર 2025) તેની સત્તાવાર વેબસાઇટ પર અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરી છે. માહિતી અનુસાર, નવી મતદાર યાદીમાં લગભગ 7.3 કરોડ મતદારોના નામ શામેલ છે. જેમાં 14 લાખ નવા મતદારોનો સમાવેશ થાય છે.