NEET પેપર લીક મુદ્દે રાજ્યસભામાં ભારે હોબાળો થયો છે. વિપક્ષ પેપર લીક મુદ્દે ગૃહમાં ચર્ચાની માંગ કરી રહ્યું છે. કોંગ્રેસ વતી મલ્લિકાર્જુન ખડગેએ ગૃહમાં ચર્ચાની માંગ કરી હતી. આ મુદ્દે રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. NEET પરના હોબાળા વચ્ચે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ફૂલો દેવી નેતામની તબિયત લથડી અને તે બેહોશ થઈ પડી હયા હતા. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.