Lok Sabha elections: નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે જો ભાજપ લોકસભા ચૂંટણી હારી જશે તો નવી સરકાર ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો ઉપયોગ કરવાનું બંધ કરશે. અબ્દુલ્લાએ કહ્યું કે વિશ્વમાં બીજે ક્યાંય ઈવીએમનો ઉપયોગ થતો નથી, પરંતુ "અહીં તે આપણા પર લાદવામાં આવ્યો છે." જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું, "'ઇન્શાઅલ્લાહ' જો દિલ્હીમાં નવી સરકાર આવશે, તો આ મશીનોને નદીમાં ફેંકી દેવામાં આવશે."