રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજ્યસભા માટે 4 દિગ્ગજોને કર્યા નોમિનેટ, હર્ષ શ્રૃંગલા, ઉજ્જ્વલ નિકમ સામેલ
રાજ્યસભા: ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભા માટે 12 લોકોને નોમિનેટ કરી શકે છે. આ કલા, સાહિત્ય અને જાહેર સેવા જેવા ક્ષેત્રોના જાણીતા લોકો છે. નોમિનેટ આ આધારે જ કરવામાં આવે છે.
ભારતના બંધારણ મુજબ, રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 વ્યક્તિઓને નોમિનેટ કરી શકે છે
Rajya Sabha: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજ્યસભામાં નોમિનેટેડ સભ્યો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે ભૂતપૂર્વ રાજનયિક હર્ષ શ્રૃંગલા, જાણીતા વકીલ ઉજ્જ્વલ નિકમ, કેરળના શિક્ષક સી. સદાનંદન માસ્તે અને પ્રખ્યાત ઇતિહાસકાર તથા શિક્ષાવિદ મીનાક્ષી જૈનને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. આ નોમિનેશન ગૃહ મંત્રાલયની એક નોટિફિકેશન હેઠળ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ નામાંકન રાજ્યસભામાં ખાલી પડેલી ચાર બેઠકો ભરવા માટે કરવામાં આવ્યું છે.
નોમિનેટેડ સભ્યો વિશે જાણો
ભારતના બંધારણ મુજબ, રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 વ્યક્તિઓને નોમિનેટ કરી શકે છે, જેઓ કલા, સાહિત્ય, સામાજિક સેવા અને જાહેર સેવા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનારા હોય. આ વખતે નોમિનેટ થયેલા ચારેય વ્યક્તિઓ વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો છે.
હર્ષ શ્રૃંગલા: ભૂતપૂર્વ વિદેશ સચિવ અને અમેરિકા, બાંગ્લાદેશ તથા થાઇલેન્ડમાં ભારતના રાજદૂત રહી ચૂક્યા છે. તેઓ 2023માં ભારતની G-20 પ્રેસિડેન્સી દરમિયાન ચીફ કો-ઓર્ડિનેટર પણ હતા.
ઉજ્જ્વલ નિકમ: 26/11 મુંબઈ હુમલાના આતંકવાદી અજમલ કસાબના કેસમાં મુખ્ય સરકારી વકીલ હતા. તેમણે સત્ર ન્યાયાલય અને બોમ્બે હાઈકોર્ટમાં કસાબ વિરુદ્ધ કેસ લડવામાં મદદ કરી હતી.
સી. સદાનંદન માસ્તે: કેરળના પ્રખ્યાત શિક્ષક, જેમણે શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે.
મીનાક્ષી જૈન: ઇતિહાસકાર અને શિક્ષાવિદ, જેમનું ભારતીય ઇતિહાસ પરનું કાર્ય વિશ્વભરમાં માન્યતા પામેલું છે.
The President of India has nominated Ujjwal Deorao Nikam, a renowned public prosecutor known for handling high-profile criminal cases; C. Sadanandan Maste, a veteran social worker and educationist from Kerala; Harsh Vardhan Shringla, former Foreign Secretary of India; and… pic.twitter.com/eN6ga5CsPw
ઉજ્જ્વલ નિકમે 2008ના મુંબઈ આતંકી હુમલામાં જીવતા પકડાયેલા એકમાત્ર આતંકવાદી અજમલ કસાબને ફાંસીની સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે સત્ર ન્યાયાલય, બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું. મે 2010માં સત્ર ન્યાયાલયે કસાબને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, જેને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે 2011માં યથાવત રાખી હતી. આ ઉપરાંત, નિકમે 2024ની લોકસભા ચૂંટણીમાં મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ કોંગ્રેસના વર્ષા ગાયકવાડ સામે હારી ગયા હતા.
રાજ્યસભામાં નોમિનેશનનું મહત્વ
ગૃહ મંત્રાલયની નોટિફિકેશન અનુસાર, આ નોમિનેશન રાજ્યસભામાં નિવૃત્તિને કારણે ખાલી પડેલી ચાર બેઠકો ભરવા માટે કરવામાં આવ્યું છે. આ નોમિનેટેડ સભ્યો દેશના વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાન દ્વારા સંસદની ચર્ચાઓને સમૃદ્ધ બનાવશે.