Delhi Assembly Election 2025: દિલ્હીના લોકો અને રાજકીય પક્ષો જેની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. ચૂંટણી પંચે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે કહ્યું છે કે દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ હાજર હતા.