બજાર » સમાચાર » પ્રોપર્ટી

બજારોત્સવ સ્પેશલ પ્રોપર્ટી ગુરૂ

ના રોજ પ્રકાશિત Sat, 26, 2019 પર 10:13  |  સ્ત્રોત : CNBC-Bajar

કેવી રહેશે આ દિવાળી રિયલ એસ્ટેટ માટે? સરકાર રિયલ એસ્ટેટને બુસ્ટ આપી શકશે?


સપ્લાઇ અને ડિમાન્ડને અસર કરતા પરિબળો પર ધ્યાન આપવું જરૂરી છે. સરકારે સપ્લાઇ માટે અમુક પગલા લીધા છે. માંગ પર રેટ કટ વગેરે પગલાની અસર થઇ શકે છે. સરકારે GSTમાં પણ રાહત આપી છે. સરકારના પગલાની અસર તરત નહી જોવા મળે. સરકારનાં પગલાની અસર થોડા વર્ષોમાં જોવા મળે છે. 2017માં વોલ્યુમ્સ ખૂબ ઓછા હતા. વોલ્યુમમાં 17 થી 18% વધ્યા છે.


પ્રોપર્ટીની કિંમતો વધી નથી રહી. રિયલ એસ્ટેટમાંથી રોકાણકાર નીકળી ગયા છે. રહેવા માટે ઘર લેનાર કિંમત ઘટવાની રાહ જુએ છે. ઘર લેનાર વ્યક્તિ નિર્ણય લેવામાં સમય લે છે. ગ્રાહકો વેટ એન્ડ વોચ સ્થિતીમાં છે. સરકારે પોતાનો પ્રયત્નો કર્યો છે. આવતા વર્ષ સુધી માર્કેટમાં રિવાઇવલ આવી શકે છે.


ક્યા ઘટવો જોઇએ GST?


રહેઠાણનાં ઘર માટે GST 5% છે. અફોર્ડેબલ ઘર માટે GST 1% છે. 2 વર્ષમાં GST 12% થી 5% કરાયા છે. અફોર્ડેબલ પર GST 5% થી 1% કરાયો છે. GSTનાં રેટ હવે ઘણા રિઝનેબલ છે. હવે GSTનાં દર ઘટે એવી શક્યતા નથી. સિમેન્ટમાં GST ઘટે તો સરકારને મોટી ખોટ છે. GST રેટ ઘટવાથી માંગ નહી વધે. કોર્પોરેટ ટેક્સમાં રાહતની અસર છે.


ફેસ્ટિવ સિઝનમાં ખૂબ સારો સેલ થતો છે. છેલ્લા થોડા વર્ષોથી ફેસ્ટિવ સિઝન સારી નથી. આ વર્ષે 5 થી 7% સેલ વધી જશે છે. સરકારે ફેસ્ટિવલ સમયે રાહત જાહેર કરી છે. સરકારે લાસ્ટમાઇલ પ્રોજેક્ટ માટે ફંડ જાહેર કર્યું છે. રિયલ એસ્ટેટમાં એપ્રિશિયેશન નથી મળી રહ્યું છે. રિયલ એસ્ટેટમાં કિંમતો સ્થિર છે. રોકાણકાર રિયલ એસ્ટેટથી દુર થયા છે.


રોકાણકારને પાછા લાવવાની જરૂર છે. પ્રોપર્ટીની કિંમતોમાં એપ્રિશિયેશન થાય તે જરૂરી છે. રહેવા માટે ઘર લેવાનો ઉત્તમ સમય છે. જુની પ્રોપર્ટીની કિંમત યોગ્ય નથી મળી રહી છે. ગ્રાહકોએ પોતાનો માઇન્ડ સેટ બદલવો જોઇએ. નોન NPA-NCLT પ્રોજેક્ટને ફંડ અપાયુ છે. જુની ઇન્વેન્ટરી વેચાશે તો નવા ઘર બનશે. ઘણી ઇન્વેન્ટરી હાલ ઉપલબ્ધ છે.


પ્રોજેક્ટ પુરો કરવા 3 થી 5 વર્ષ લાગે છે. ડેવલપરે 3 વર્ષ આગળની ગણતરી કરવી પડશે. અમદાવાદમાં રિડેવલપમેન્ટને મંજૂરી છે. મુંબઇમાં રિડેવલપમેન્ટ ઝડપથી નથી થઇ રહ્યું છે. રિડેવલપમેન્ટમાં GSTને લઇ મુંઝવણો હજી છે. ડિપાર્ટમેન્ટ પ્રમાણે રિડેવલપમેન્ટ પર GST લાગવો જોઇએ. ડેવલપરનો વ્યુ આથી વિપરત છે. ડેવલપરે OCનાં સમયે GST આપવાનો રહેશે.


રિડેવલપમેન્ટ પર GST પર ચોખવટ જરૂરી છે. RBIએ સતત 6 વાર રેટ કટ કર્યા છે. ઘરોની માંગ વધતા હજી થોડા સમય લાગશે. વ્યાજદર પાછલા 10 વર્ષમાં સૌથી ઓછા છે. ગ્રાહકોને લોન મળવી સરળ બની છે. પરંતુ લોકો પાસે જોબ સિક્યુરિટી નથી. અમુક લોકો બેરોજગાર છે. સ્લો ડાઉન દરેક ક્ષેત્રમાં છે. દરેક ઇન્ડસ્ટ્રીમાં સ્લો ડાઉન છે. રિયલ એસ્ટેટની અસર ઘણી ઇન્ડસ્ટ્રીમાં થાય છે. નોટબંધીની અસર હવે આવવી શરૂ થઇ છે.


સબવેન્શન સ્કીમ બંધ કરવી કેટલી યોગ્ય?


ડેવલપરને લિક્વિડિટીની ઘણી સમસ્યા છે. હવે ઘરની કિંમત પર 70 ટકા લોન મળે છે. હવે ગ્રાહકને કિંમતનાં 30% ભરવા પડે છે. ગ્લોબલ સ્લોડાઉનની અસર અર્થતંત્ર પર થયો છે. લોકો બાંધકામ હેઠળનાં ઘર ઓછા લે છે. ગ્રાહકો OC આવ્યા પછી જ ઘર ખરીદવા માંગે છે. ડેવલપરની લિક્વિડિટીની સમસ્યા વધી રહી છે. રોકાણકારને માર્કેટમાં પાછા લાવવા જરૂરી છે. સરકારે લીધેલા પગલાની અસર થોડા વર્ષોમાં આવશે. રિડેવલપમેન્ટ માટે ખાસ પગલાની જરૂર છે.