બજાર » સમાચાર » પ્રોપર્ટી

નવી સરકાર પાસે પ્રોપર્ટી માર્કેટની અપેક્ષા

ના રોજ પ્રકાશિત Sat, 01, 2019 પર 10:27  |  સ્ત્રોત : CNBC-Bajar

નવી સરકાર રચાય ગઇ છે. હવે આગળ નવી ઘણી બધી અપેક્ષાઓ છે. આના પર આગળ જાણીશું મેન્ડરસ પાર્ટનર્સના મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાણી અને NAREDCOના પ્રેસિડન્ટ, રાજન બાંદેલકર પાસેથી.


NAREDCOના પ્રેસિડન્ટ, રાજન બાંદેલકરનું કહેવુ છે કે મોદી સરકારને મળેલી જીત ભારતની જીત છે. પાછલી ટર્મમાં મોદી સરકારે ઘણા બદલાવ લાવ્યા છે. નોટબંધી, જીએસટી અને રેરા મોદી સરકારનાં ટર્મ-1નાં મોટા રિફોર્મ છે. સરકાર ઇન્ડસ્ટ્રીનાં લોકાનાં સપંર્કમાં રહે છે. સરકારે પ્રોપર્ટી પર જીએસટી ઘટાડાની માંગ સ્વીકારી છે. મંજૂરી પહેલા કરતા ઝડપી મળી રહે છે પરંતુ હજી જલ્દી મળવી જોઇએ.


મંજૂરીઓ ઓનલાઇન મળતી થાય એ જરૂરી છે. રિયલ એસ્ટેટ માટે લિક્વિડિટીની સમસ્યા નિવારવી જરૂરી છે. ડેવલપરને લિક્વિડિટી મળેએ ખૂબ જરૂરી છે. પહેલા ઘરનાં વ્યાજ પર કરમુકિત માટે કોઇ મર્યાદા ન હોવી જોઇએ. મોદી સરકારનાં નિર્ણયોથી ઘર ખરીદારોને ફાયદો થયો છે. પોતાનું ઘર અને શૌચાલયની સુવિધા મેળવાનાર વોટર બન્યા છે.


5 વર્ષમાં 15 લાખ ઘર અપાયા છે. 1 કરોડ ઘરનું ટાર્ગેટ 2022 પહેલા પુરી થઇ શકે છે. નવા ફ્લેટ નથી બની રહ્યાં, જુનાનું વેચાણ થઇ રહ્યું છે. ઇનવેસ્ટર્સ માર્કેટમાંથી ગાયબ થયા છે. હવે રિયલ યુઝર જ ઘર ખરીદે છે.


ગ્રાહકોને રહેવા માટે ઘર ખરીદવાની સારી તક છે. હોમ લોનનાં વ્યાજદર ઘટવા જોઇએ. ડેવલપર માટેની લોનનાં વ્યાજ દર પણ ઘટવા જોઇએ. ઘરની ટોટલ કોસ્ટ પર 90 ટકા જેટલી લોન અપાવી જોઇએ. રેન્ટલ હાઉસિંગને પ્રમોશન અપાવું જરૂરી છે.


મેન્ડરસ પાર્ટનર્સના મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે રિયલ એસ્ટેટમાં હવે મોટા રિફોર્મની જરૂર નથી.


મોદી સરકારે કરેલા રિફોર્મ-


નોટબંધી, જીએસટી, રેરા, બેન્કરપ્સી લો, રીટ્સ, સ્માર્ટ સિટી, અફોર્ડેબલ હાઉસિંગને બુસ્ટ, હાઉસિંગ ફોર ઓલ, પીએમએવાય યોજના કરી છે.


આવતા 5 વર્ષમાં આ દરેકનું અમલીકરણ થવું જોઇએ. જ્યુડિશનલ રિફોર્મ થાય તેવી અપેક્ષા છે. જુના કેસનાં જલ્દી નિવેડા આવે તે જરૂરી છે. ભારતમાં વધુ કેપિટલ આવે તે જરૂરી છે. ફોરેન ઇનવેસ્ટમેન્ટ ભારતમાં આવે તે જરૂરી છે. મંજૂરીઓ ઝડપી બને તેવા રિફોર્મની ઇન્ડસ્ટ્રીને જરૂર છે.


છેલ્લા 5 વર્ષમાં રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી ઓર્ગેનાઇઝ્ડ થઇ છે. હવે ઇન્ડ્સ્ટ્રીમાં માત્ર સારા ડેવલપર્સ રહ્યાં છે. રિયલ એસ્ટેટ ઇન્ડ્સ્ટ્રીનું સ્ટ્રકચર હવે મજબૂત છે. હવે બ્લેકમની માર્કેટમાં લગભગ નથી. ટેક્સ માંથી ડિમ્ડવાળા પ્રોવિઝન કાઠી નાખવા જોઇએ.


પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ રૂરલ એરિયામાં મળી રહ્યો છે. રૂરલ વિસ્તારમાં અફોર્ડેબલ હોમ્સને બુસ્ટ મળ્યું છે. અમુક મોટા ફ્લેટ જલ્દી વેચાતા નથી. તેજ જગ્યા પર નાના ફ્લેટ સરળતાથી વેચાય છે.