બજાર » સમાચાર » પ્રોપર્ટી

બજેટ અને પ્રોપર્ટી માર્કેટનાં લેખા જોખા

ના રોજ પ્રકાશિત Mon, 05, 2018 પર 10:56  |  સ્ત્રોત : CNBC-Bajar

રિયલ એસ્ટેટમાં શું આવ્યું બજેટમાં ઘણી એવી આપેક્ષાઓ હતી પણ બધી અપાક્ષાઓ સીધી રીતે પુરી થી થઈ પણ ઇનડારેક્ટ તરીકે પ્રોપર્ટીમાં મદદ રૂપ થઇ શકે એવુ લાગી રહ્યું છે. આગળા જાણકારી લઇશું Naredcoનાં નેશનલ પ્રેસિડન્ટ, અને હિરાનંદાણી ગ્રુપનાં એમડી, નિરનંજન હિરાનંદાણી, Credai નેશનલનાં પ્રેસિડન્ટ અને સેવિ ગ્રુપનાં એમડી, જક્ષય શાહ, MCHI-Credaiનાં પ્રેસિડન્ટ અને મેરેથોન ગ્રુપનાં એણડી મયુર શાહ તેમજ મેન્ડરસ પાર્ટનર્સનાં મનેજીંગ પાર્ટનર નૌશાદ પંજવાણી.


પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1 કરોડ ઘર રૂરલ એરિયામાં બનાવાશે. 2018-19માં 31 લાખ અફોર્ડેબલ ઘર અર્બન એરિયામાં બનાવાશે. નેશનલ હાઉસિંગ બેન્ક હેઠળ અફોર્ડેબલ હાઉસિંગ માટે ખાસ ફંડ બનાવાશે. આ પગલાથી ડેવલપરને માટે પ્રોજેક્ટ ફાયનાન્સિંગ સરળ બની શકે છે. સરકારે મુંબઇની રેલ ક્નેક્ટિવિટી વધારવા પર ધ્યાન આપ્યું છે. 99 શહેરોને સ્માર્ટ શહેર બનાવાશે. એમએસએમઈને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ડેવલપર્સ માટે ગુડ ન્યુઝ બની શકે છે.


પ્રોપર્ટી પર લાગતા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં ફેરફાર પ્રોપર્ટીનાં રોકાણને આકર્ષી શકે છે. રેડી રેકનર અને પ્રોપર્ટીની કિંમતમાં 5%ના તફાવત પર સેક્શન 43 હેઠળ ટેક્સ લાગશે નહી. 1 ઇક્વિટીનાં રૂપિયા 1 લાખથી વધુના નફા પર 10% કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. પગારદાર વર્ગ માટે રૂપિયા 40,000 હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન લવાયુ છે. ટ્રાન્સપોર્ટ અલાઉન્સ અને મેડિકલ અલાઉન્સ રદ્દ કરાયા છે. રૂપિયા 19,200નું ટ્રાન્સપોર્ટ અલાઉન્સ રદ્દ કરાયું છે.


રૂપિયા 15,000નું મેડિકલ અલાઉન્સ રદ્દ કરાયુ છે. 80 (D) અને 80DD ની લિમિટ સિનિયર સિટિઝિન માટે વધારી છે. વરિષ્ઠ નાગરિકો માટે 80Dની એક્સમ્પશન લિમિટ રૂપિયા 30,000થી વધારી રૂપિયા 50,000 કરાઇ છે. 80DDBની એક્સમ્પશન લિમિટ રૂપિયા 1 લાખ કરાઇ છે. સેસ 3% થી 4% કરાયો છે. બિટ કોઇનને માન્યતા નહી મળે. 10 કરોડ ગરીબ પરિવાર માટે રૂપિયા 5 લાખનાં હેલ્થઇન્શ્યોરન્સની સુરક્ષાની જાહેરાત કરાઇ છે.


Naredcoનાં નેશનલ પ્રેસિડન્ટ અને હિરાનંદાણી ગ્રુપનાં એમડી નિરનંજન હિરાનંદાણીનું કહેવુ છે કે આ બજેટમાં રિયલ એસ્ટેટને ખાસ લાભ અપાયા નથી. બજેટમાં અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવાનાં પ્રયાસ થયા છે. બજેટમાં અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવાનાં પ્રયાસ થયા છે. રૂરલ વિસ્તારમાં  હેલ્થ ઇન્શયોરન્સ અપાવો ઘણી સારી બાબત છે. મુંબઇની કનેક્ટિવિટી અને ઇન્ફ્રાનાં વિકાસનાં ઘણા પ્રયાસ થયા છે. ઇન્ફ્રાસ્ચટ્રકચરનાં વિકાસનો લાભ પ્રોપર્ટી માર્કેટને મળી શકશે.

Credai નેશનલનાં પ્રેસિડન્ટ અને સેવિ ગ્રુપનાં એમડી જક્ષય શાહના મતે પાછલા વર્ષે બજેટમાં પ્રોપર્ટી માર્કેટને લાભ અપાયા હતા. હવે રોકાણકારને પ્રોપર્ટી માર્કેટ તરફ આકર્ષવાની જરૂર છે. ઇક્વિટી પર કેપિટલ ગઇન ટેક્સ આવતા પ્રોપર્ટીમાં રોકાણ વધવાની સંભાવના છે. હાઉસિંગ માટે ગ્રાહકોને ટેક્સમાં રાહત અપાવી જોઇતી હતી જે નથી મળી.

MCHI-Credaiનાં પ્રેસિડન્ટ અને મેરેથોન ગ્રુપનાં એમડી મયુર શાહના મુજબ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પર ધ્યાન અપાયુ છે. બજેટમાં હાઉસિંગ માટે ટેક્સમાં રાહત અપાવી જોઇતી હતી. મધ્યમ વર્ગનાં લોકો માટે હાઉસિંગ માટે રાહતની જરૂર હતી. રિયલ એસ્ટેટમાં રોકાણ આકર્ષવાનો પ્રયાસ થયા છે. MF પર ટેક્સ આવતા રોકાણકાર માટે પ્રોપર્ટીમાં રોકાણનો વિકલ્પ ખુલ્યો છે. GST અને સ્ટેમ્પ ડ્યુટીને કારણે પ્રોપર્ટી માટે મોટી ટ્રાન્ઝેકશન કોસ્ટ છે. પ્રોપર્ટી માટે ટ્રાન્ઝેકશન કોસ્ટ ઘટાડવી ખૂબ જરૂરી છે.

મેન્ડરસ પાર્ટનર્સનાં મનેજીંગ પાર્ટનર નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે પ્રોપર્ટીના ગ્રાહકો માટે બજેટ આશઆ મુજબ રહ્યુ નથી. રોડ-રસ્તા ડેવલપમેન્ટ પર ધ્યાન અપાયુ છે, જેનો લાભ ટાયર2,3 સિટીને મળશે. અફોર્ડેબલ હાઉસિંગ માટેનાં પ્રયાસો સરાહનીય છે.