બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: 2021 પાસે રિયલ એસ્ટેટની અપેક્ષાઓ

2021 રિયલ એસ્ટેટ માટે સારૂ વર્ષ રહેશે. 2020માં સારા રિફોર્મ આવ્યા છે.
ના રોજ પ્રકાશિત Sat, 26, 2020 પર 10:14  |  સ્ત્રોત : CNBC-Bajar

પાછલા ત્રણ વર્ષથી પ્રોપર્ટી માર્કેટ ડાઉન હતી. સ્ટેમ્પ ડ્યુટી નાબુદ કરવાથી ઘણો લાભ થયો. સરકારનાં અમુક પગલાથી રિયલ એસ્ટેટમાં રિસ્ટ્રકચરિંગ છે.


સરકાર પાસે હવે રિયલ એસ્ટેટની શું અપેક્ષા?


પ્રોપર્ટીની કિંમતો સ્થિર થઇ તે મહત્વનું છે. સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો આવ્યો છે. લોન પર વ્યાજનાં દર ઘણા ઘટ્યા છે. 20 વર્ષનાં નીચલા દર પર વ્યાજદર જોવા મળી રહ્યા છે. ઘર ખરીદારો માટે હાલ ખૂબ સારો સમય છે. વર્ક ફ્રોમ હોમને કારણે ઘરનું મહત્વ વધ્યું છે. વર્ક ફ્રોમ હોમને કારણે મોટા ઘરની માંગ વધી રહી છે. મહારાષ્ટ્રમાં FSI ફીમાં 50% નો ઘટાડો આવી શકે છે. ચાલુ પ્રોજેક્ટમાં FSI ઘટાડાની અસર નહી. નવા પ્રોજેક્ટને આ ઘટાડાનો લાભ મળી શકે છે. જો આ ઘટાડો આવે તો અફોર્ડેબિલિટી વધશે.


રિડેવલપમેન્ટ માટે ક્યાં છે રાહત?


હાઉસિંગ ડેવલપમેન્ટ રિડેવલપમેન્ટ માટે એક પોલિસી છે.


ઘરની ડિમાન્ડમાં કેટલો વધારો થયો છે?


ઘરનાં રજીસ્ટ્રેશનનાં આંકડા 9 વર્ષનાં ઉચ્ચત્તમ સ્તર પર રહ્યા છે. રેડી ઘરોની માંગ વધી ગઇ છે. બાંધકામ હેઠળનાં ઘરોની માંગ 25 ટકા વધી છે.


ક્યા શહેરોમાં ઘરોની માંગ વધી?


મહારાષ્ટ્રમાં ઘરોની માંગ ત્રણ ગણી વધી છે. દેશ ભરમાં ડિમાન્ડ વધી છે. લોકડાઉન આવતા અમુક ઇન્ડસ્ટ્રીમાં ચિંતા વધી શકે છે.


કમર્શિયલ ડેવલપમેન્ટની હાલ કેવી સ્થિતી?


કમર્શિયલમાં શોર્ટ ટર્મ માટે મંદી દેખાશે. રિકવરી આવતા એકાદ વર્ષ લાગી શકે છે. માર્ચ સુધી કમર્શિયલની માંગ ઓછી રહેશે. લોકડાઉનમાં બાંધકામ મજૂરોને ઘણી મુશ્કેલી પડી છે. પ્રવાસી મજૂરોને હજારો કિમો ચાલવુ પડ્યુ છે. હવે 75 ટકા બાંધકામ મજૂરો પાછા આવી ગયા છે. સ્ટીલ, સિમેન્ટનાં ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. રિયલ એસ્ટેટમાં પડશે માઠી અસર. હાઉસિંગ ડેવલપમેન્ટ પર ખરાબ અસર દેખાય રહી છે.


રિયલ એસ્ટેટમાં વિદેશી રોકાણ આવી રહ્યાં છે?


વિદેશી રોકાણ અપેક્ષા કરતા ઓછા છે. CREDAI, NAREDCO દ્વારા ઓનલાઇન એક્ઝીબિશન થયા છે. રિયલ એસ્ટેટમાં વરચ્યુઅલ વિઝિટની શરૂઆત થઇ છે. ભવિષ્યમાં 50 ટકા કામ વરચ્યુઅલી જ થશે. વરચ્યુઅલ હવે ન્યુ રિયલ બની રહ્યાં છે.


RBIથી રિયલ એસ્ટેટને મળી કેટલી રાહત?


25000 કરોડનું ફંડ રિયલ એસ્ટેટને મળ્યુ હતું. સ્વામી ફંડ જેવા અન્ય ફંડની જરૂર છે. વન ટાઇમ રોલ ઓવરનો ફાયદો મળશે. 30 ટકા અટકેલા પ્રોડેક્ટને રાહત મળી છે.