બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: અટકેલા પ્રોજેક્ટ માટે ખાસ ફંડની જાહેરાત

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 10:57  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંમંત્રીએ જાહેર કરી નવી પોલિસી છે. કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ માટે 25 હજાર કરોડનાં ફંડની જાહેરાત કરી છે. અટકેલા પ્રોજેક્ટને રાહત આપવાનો પ્રયાસ છે. ફાઇનાન્શિયલ જરૂરિયાતોથી અટકેલા પ્રોજેક્ટને રિવાઇવ કરવાનો પ્રયાસ છે. લગભગ 4.6 લાખ ઘરો અટકેલા છે. જેટલા પ્રોજેક્ટ હાલ અટકેલા છે. સ્કે.મીટર સુધીનાં પ્રોજેક્ટને રાહત મળશે.


અફોર્ડેબલ અને મિડ સેગ્મેન્ટને આ રાહત મળી શકશે. લક્ઝરી સેગ્મેન્ટને આ ફંડ નહી મળી શકે છે. ગરીબ થી મધ્યમ વર્ગનાં લોકોને ઘર મળે તેવો પ્રયાસ છે. 60 ટકા જેટલા પ્રોજેક્ટ દિલ્હી-NCRમાં અટક્યા છે. 20 ટકા જેટલા પ્રોજેક્ટ મુંબઇમાં અટકેલા છે. દિલ્હી-NCRમાં 7.6 વર્ષની ઇન્વેન્ટરી પાઇલ અપ થઇ છે. ઘણા પ્રોજેક્ટ 5 વર્ષથી અધુરા પડ્યા છે.


ફાઇનાન્શિયલ કારણે અટકેલા પ્રોજેક્ટ ઘણા છે. દિલ્હી-NCR અને મુંબઇને આ ફંડનો મહત્તમ લાભ જરૂરી છે. 2016 પહેલાનાં પ્રોજેક્ટ RERAથી બાકાત રખાયા હતા. આ ફંડનો લાભ લેવા માટે પ્રોજેક્ટ RERA રજીસ્ટર હોવા જોઇએ.


નેટવર્થ પોઝિટીવ પ્રોજેક્ટ એટલે શું?


પ્રોજેક્ટનો કૅશ ફ્લો પોઝિટીવ હોય તેવો પ્રોજેક્ટ હોવો જોઇએ. નેગેટિવ કૅશ ફ્લોવાળા પ્રોજેક્ટને આ ફંડનો લાભ નહી મળી શકે. જે પ્રોજેક્ટનું કામ શરૂ ન થયુ હોય તેને ફંડ નહી મળે. અમૂક કામ થયા બાદ નાણાંકીય ખેંચથી અટકેલા પ્રોજેક્ટને રાહત મળશે. મુંબઇમાં રૂપિયા 2 કરોડ સુધીની કિંમતનાં પ્રોજેક્ટને રાહત મળી શકશે. અન્ય શહેરો માટે રૂપિયા 1 કરોડ સુધીની કિંમતનાં પ્રોજેક્ટને રાહત મળી શકશે. સરકારે કિંમત આધારે પેકેજનાં લાભની સીમા નક્કી કરી છે.


અટકેલા ઘરો ક્યારે મળી શકશે?


ડેવલપરનાં પ્રતિસાદ પ્રમાણે પ્રોજેક્ટ પુરા થશે. સરકારની પહેલ આવકાર દાયક છે. 70 થી 80 ટકા પુરા થયેલા પ્રોજેક્ટ 1,1.5 વર્ષમાં પુરા થઇ શકે છે.


ડેવલપર્સને કેટલી રાહત?


ડેવલપર્સને 3 વર્ષથી ઘણી સમસ્યા આવી છે. આ યોજનામાં દરેક ડેવલપર્સનો સમાવેશ નથી થયો. આ યોજનાને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.


ઘરોની કિંમત ઘટશે?


પ્રોપર્ટીની કિંમતો ઘટવાની શક્યાતા નથી. 2019નાં 9 મહિનામાં 1.16 લાખ ઘરો વેચાયા છે. આ વર્ષે 16 ટકા સેલ વધ્યો છે. ન્યુ લોન્ચમાં મોટો ઘટાડો થયો છે. માર્કેટમાં કૅશ ક્રન્ચ હોવાથી ન્યુ લોન્ચ ઘટ્યા છે. સરકારે અમુક રાહતો આપવાની શરૂઆત કરી છે. સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો છે. માર્કેટ સેન્ટિમેન્ટમાં થોડો સુધારો થયો છે.


રેસિડન્શિયલમાં ભારતનાં રિયલ યુઝર દ્વારા ખરીદી થઇ છે. કમર્શિયલ વેચાણમાં ફોરેન ઇન્વેસ્ટરનો મોટો ફાળો છે. 2019નાં 9 મહિનામાં 1.7 મિલિયન ડોલરનું રોકાણ આવ્યુ છે.


કેવુ છે કમર્શિયલનું માર્કેટ?


2019માં ઓફિસ લિઝિંગ વધ્યુ છે. ભારતનું ઓફિસ લિઝિંગ હવે ટોપ 10 દેશોમાં થયો છે.


કેવી રહી આ ફેસ્ટિવલ સિઝન?


આ દિવાળી પર સેન્ટિમેન્ટ સુધર્યાં છે. અમુક ગ્રાહકોએ ઘર ખરીદવાનાં નિર્ણય લીધા છે. સરકારની જાહેરાતોની અસર થતા થોડો સમય લાગશે. રહેવાનું ઘર લેવા ઇચ્છતા લોકો માટે ઘર ખરીદવાનો સારો સમય છે.