બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: ઘરનાં સેકન્ડ સેલ્સ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 04, 2019 પર 10:37  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારતનું રિયલ એસ્ટટ માર્કેટ મેચ્યોર માર્કેટ છે. નાના શહેરોમાં રિયલ એસ્ટેટમાં વધુ રોકાણ છે. 25 વર્ષમાં ઇન્ફ્રાનો ઘણો વિકાસ છે. 2001 થી 2007 દરમિયાન પ્રોપર્ટીની કિંમત 3-5 વર્ષમાં બમણી થઇ છે. આ સમયમાં ઘણા રોકાણકારો બજારમાં આવ્યા છે. એન્ડયુઝર એક બજેટમાં સિમિત હોય છે. છેલ્લા 5 વર્ષ એન્ડ યુઝર માટેનો સમય હતો. હાલનો સમય પણ એન્ડ યુઝર માટેનો સમય છે.


ઘર વેચવા માટે સારો સમય ક્યારે?


ઘર વેચવા માટે હાલ મુશ્કેલ સમય છે. હાલમાં પ્રોપર્ટીનાં રેટ ફ્લેટ થઇ ગયા છે.


2013-2017 દરમિયાન વધેલા એન્યુલાઇઝ રેટ જોઇએ તો મુંબઇમાં 7-7.5 ટકા થયા, બેંગલોરમાં 5.45 ટકા થયા, દિલ્હીના કિંમત નેગેટિવ થતા જોવા મળ્યા છે. છેલ્લા 5 વર્ષ પ્રોપર્ટી વેચનાર માટે સારા ન હતો. હવે પ્રોપર્ટીથી વધુ રિટર્ન મળવા અશક્ય છે. રિયલ એસ્ટેટ હવે ઓર્ગેનાઇઝ થઇ છે. રિયલ એસ્ટેટમાં જોખમ અને રિટર્ન ઘટ્યા છે. 3 વર્ષમાં તમે વેચાણ કરો તો ટેક્સમાં નુકસાન છે.


5 વર્ષમાં પ્રોપર્ટી વેચો તો પણ નુકસાન થઇ શકે છે. 10 વર્ષમાં પ્રોપર્ટી વેચો તો 10 થી 12 ટકા રિટર્ન મળી શકે છે. રિયલ એસ્ટેટનાં રોકાણ 10 વર્ષમાં સારા રિટર્ન આપી શકે છે. 10 વર્ષનું પ્રોપર્ટીમાં રોકાણ અન્ય રોકાણનાં વિકલ્પો જેટલુ વળતર આપી શકે છે. જુનુ ઘર વેચીને નવુ ઘર લેવુ હોય તો તમે ઘર વેચી શકો છો.


કોણ ખરીદશે જુનુ ઘર?


અમુક લોકો સેટેલ પ્રોપર્ટી લેવા ઇચ્છે છે. લિગલ બાબતો જુની પ્રોપર્ટીમાં ચોખ્ખી હોય છે. 5 થી 10 વર્ષ જુની બિલ્ડિંગમાં વેચાણ થાય છે. જુની પ્રોપર્ટીમાં પ્રોપર્ટીટેક્સ અને મેન્ટેન્નસ ઓછા આવે છે.


પાછલા વર્ષોમાં રિયલ એસ્ટેટે 3 ટકાનું વળતર આપ્યુ છે. રોકાણકારો માટે રિયલ એસ્ટેટ સારો વિકલ્પ નથી રહ્યો. 10 વર્ષ પહેલા લીધેલ પ્રોપર્ટી 5 વર્ષ પહેલા વેચતા લાભ મળી શક્યો હોત. છેલ્લા 5 વર્ષમાં પ્રોપર્ટીનાં વાર્ષિક રિટર્ન ઘટ્યા છે. પ્રોપર્ટી માંથી રોકાણ અન્ય વિકલ્પમાં ખસેડી શકાય છે.


રિ-ડેવલેપમેન્ટની આશામાં લેવાયેલી પ્રોપર્ટી મુશ્કેલીમાં છે. જુના ઘરને ભાડા પર ચઢાવી શકાય છે.


ઘર વેચતી વખતે શું ધ્યાન રાખવું?


ઘર વેચતી વખત ઇમોશનને દુર રાખવા જોઇએ. જુના ઘર વેચવામાં ચેલેન્જ છે. આપણા વિસ્તારનાં નવા પ્રોજેક્ટ સાથે હરિફાઇ છે. સોશિયલ મિડિયા પર વેચાણની પોસ્ટ રાખી શકાય છે. પ્રોપર્ટી પોર્ટલ પર તમારી પ્રોપર્ટી વેચાણ માટે રાખી શકો છો. પોર્ટલ પર ફોટો અને યોગ્ય જાણકારી આપો છે. લોકલ બ્રોકર રાખી શકાય છે. ગ્રાહકનાં ઇમોશનને સંભાળવા જરૂરી છે. ઘરની પહેલી ઇમ્પ્રેશન સારી રાખવી જોઇએ. પ્રવેશદ્વાર પર સારી લાઇટીંગ રાખવી છે.


ઘરમાં કોઇ સ્મેલનાં હોય તે ધ્યાન રાખવું છે. ઘરને થોડુ ટચ અપ કરાવી રાખવું છે. કિંમતમાં થોડી બાંધ છોડ કરવા તૈયાર રહેવુ છે. જુના ઘર માટે માર્કેટ કરતા થોડા ઓછા હોવા જોઇએ છે. તમારી પ્રોપર્ટીનાં દસ્તાવેજ તૈયાર રાખો છે. જુના ઘર માટે પણ લોન મળી શકે છે. જુના ઘર માટે વધુ સિક્યુરિટી બેન્કને મળતી હોય છે.


હવે રોકડમાં વ્યવહાર ખૂબ જ ઓછા છે. હવે સારા ડેવલપર્સ રોકડમાં કોઇ જ વ્યવહાર કરતા નથી. જમીનમાં હજી અમુક વ્યવહાર રોકડમાં થતા હોઇ શકે છે.


જુના ઘરનાં વેચાણ પર ટેક્સ વધુ નથી. તમારે રોકડ લેવાથી દુર રહેવુ જોઇએ. ઘર વેચતી વખતે રોકડમાં વ્યવહાર ન કરવા.


હવે એક ઘર વેચી બે ઘર લેવા પર કેપિટલ ગેઇન નહી લાગે. આ બજેટમાં આ ઘોષણા કરવામાં આવી છે.


ઘર વેચવાની જરૂરિયાત હોય તો વેચી શકાય છે. રોકાણકારને નફો મળી ગયો હોય તો રોકાણ માંથી નીકળી શકાય છે. નવુ ઘર લેવા માટે જુનુ ઘર વેચી શકાય છે.