બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: મુંબઇનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 30, 2019 પર 11:14  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકારે રિયલ એસ્ટેટને બુસ્ટ આપવાનાં પ્રયાસ કરી રહી છે. 25000 હજારનાં ફંડમાટે ઘણા નિયમો સરળ કરાયા છે. હવે NCLT, NPA પ્રોજેક્ટને લાભ મળી શકશે. સારા ડેવલપરનાં પ્રોજેક્ટને લાભ મળી શકશે. આખી ઇન્ડસ્ટ્રી પર આની અસર નહી થાય. મુંબઇ કરતા દિલ્હી-NCRમાં પ્રોજેક્ટ અટકાવાની સમસ્યા વધુ છે. આ ફંડની રાહત મળતા સમય લાગી શકે છે. આ રાહત માટે ઘણી બધી શરતો રખાઇ છે. ફંડીગની સમસ્યાને નીવારવાનો પ્રયાસ થયો છે. NBFCને હજી સમસ્યાઓ છે. પબ્લીક સેક્ટર બેન્ક હોમ બાયરને લોન આપી રહી છે.


કેવી રહી આ ફેસ્ટિવલ સિઝન?


ફેસ્ટિવલ સિઝનનો ક્રેઝ હવે ઘટી રહ્યો છે. ફેસ્ટિવલ ઓફર માર્કેટિંગ સ્ટ્રેરજી હોય છે. ફેસ્ટિવલમાં ડિમાન્ડ વધી નથી. અફોર્ડેબલ હાઉસિંગમાં માંગ વધી રહી છે. હવે રૂપિયા 1 કરોડની નીચે મુંબઇમાં ઘર મળતા થયા છે. મુંબઇનાં ઘણા વિસ્તારોમાં સ્ટોલ પ્રોજેક્ટ હોઇ શકે છે. ઘણા ગ્રાહકોએ ફ્લેટની રકમ ચુકવી છે અને ઘર મળી નથી રહ્યાં. અમુક ગ્રાહકો EMI અને રેન્ટ બન્ને ચુકવવાનાં દબાણમાં છે.


સવાલ-


મુલુન્ડમાં 1 કરોડની નીચે 1 BHK મળી શકે?


જવાબ-


મુલુન્ડમાં 1 કરોડની નીચે 1 BHK મળી શકશે. હવે ડેવલપર નાના ફ્લેટ બનાવી રહ્યાં છે. પિરામલ રેવાન્તા પ્રોજેક્ટમાં તમને ફ્લેટ મળી શકે છે. ANO રિયલ્ટીનો એક પ્રોજેક્ટ છે. રૂનવાલનો નવો પ્રોજેક્ટ મુલુન્ડમાં છે. થાણામાં રૂપિયા 70 થી 80 લાખમાં ફ્લેટ મળી શકે છે. થાણા મુલુન્ડથી નજીકનો વિસ્તાર છે. મુલુન્ડ પ્રિમિયમ વિસ્તાર ગણાય છે. મુલુન્ડની કનેક્ટિવિટી સારી છે. મુલુન્ડમાં મોલ, સ્કુલ દરેક સુવિધા ઉપલબ્ધ છે.


સવાલ-


શાપોરજી પાલોનજી સરોવા, કાંદિવલી, ગોદરેજ નેસ્ટ, કાંદિવલી, શેઠ ક્રિએટર્સ આઇરિન, આ માંથી ક્યા પ્રોજેક્ટમાં રોકાણ કરી શકાય?


જવાબ-


શાપોરજી અને ગોદરેજ બન્ને સારા ડેવલપર છે. ઠાકુર વિલેજ વધુ સારૂ લોકેશન છે. આઇરિનનું લોકેશન સારૂ છે. તમે શાપોરજી પાલોનજી સરોવામાં ઘર લઇ શકો છે.


સવાલ-


બોરિવલી, ગોરેગાવ, મલાડમાં 1 bhk 80, 85 લાખમાં ખરીદવું છે?


જવાબ-


મુંબઇમાં હવે રૂપિયા 1 કરોડમાં 1 BHK મળી શકશે. શેઠિયા ડેવલપરનો મલાડમાં પ્રોજેક્ટ છે. લાખમાં આ પ્રોજેક્ટમાં 1 BHK ફર્નિસ્ડ ફ્લેટ મળી શકશે. મલાડનુ લોકેશન ખૂબ જ સારૂ છે. રિઝવી સેડાર નામનો પ્રોજેક્ટમાં મોટો ફ્લેટ મળી શકે છે. અહી થોડો મોટો ફ્લેટ મળી શકે, થોડુ બજેટ વધારવું પડશે.


સવાલ-


થાણામાં 2 Bhk માટેનાં વિકલ્પો જણાવશો. હિરાનંદાણી, શોપોરજી પાલોનજી ઉપરાંત થોડા નાના ડેવલપરનાં પ્રોજેક્ટમાંથી ક્યા ઘર લઇ શકાય?


જવાબ-


થાણાનો વિકાસ ખૂબ ઝડપથી થઇ રહ્યો છે. ઘોડબંદર, માજીવાડા વગેરે લોકેશનનો વિકાસ છે. પોખરણ રોડ-1 ખૂબ સારૂ લોકેશન છે. શાપોરજી પાલોનજીનો પ્રોજેક્ટ સારો છે. આ પ્રોજેક્ટ વિવયાના મોલની નજીક છે. થાણામાં રેમેન્ડનો મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે. આશર એજ ડેવલપરનો પ્રોજેક્ટ છે. કોસ્મોસ હોરાઇઝન નામનો પ્રોજેક્ટ પણ થાણામાં છે. વસંત વિહારએ થાણાનો હાર્દ વિસ્તાર બન્યો છે. ઓબેરોયનો પણ થાણામાં પ્રોજેક્ટ આવી રહ્યો છે.