બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: ગુજરાતનાં રિયલ એસ્ટેટ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 10:04  |  સ્ત્રોત : CNBC-Bajar

1.5 વર્ષથી પ્રોપર્ટી માર્કેટ સ્થિર છે. આ ફેસ્ટિવ સિઝનમાં માંગ વધી નથી. ગુજરાતમાં સેલ્સ ફ્લેટ છે.


કેવી રહેશે આ ફેસ્ટિવલ સિઝન?


દિવાળી સુધી સેન્ટિમેન્ટમાં બદલાવ નહી થાય. દિવાળી પછી સેન્ટિમેન્ટ સુધરી શકે છે. એન્ડયુઝર ખરીદારી કરી શકે છે.


RBIએ દ્વારા રેટ કટ અપાઇ રહ્યાં છે. લોકોને લોન સરળતાથી મળે એ માટે પ્રયાસ છે. પ્રાઇવેટ બેન્કએ રેટ કટ પાસ થયા નથી. અમુક સરકારી બેન્કે રેટ કટ પાસ કર્યા છે.


રિડેવલપમેન્ટ અંગે ચર્ચા


અમદાવાદમાં રિડેવલપમેન્ટની જરૂર છે. 4 થી 5 કરોડ SqFtને રિડેવલપમેન્ટની જરૂર છે. અમદાવાદમાં મોટી સપ્લાઇ રિડેવલપમેન્ટ માટે છે. રિડેવલપમેન્ટ પર હાઇકોર્ટનો એક ચુકાદો આવ્યો છે. આ ચુકાદાની નેગેટિવ અસર જોવો મળશે. મેન રોડ પર હાઇર FSI મળે છે. ત્યા કમર્શિયલ બાદબાકી કરતા ડેવલપરનો રસ ઘટશે. રિડેવલપમેન્ટ વખતે કમર્શિયલ ઉમેરી શકાશે નહી. સોસાયટીએ કેસ કરતા હાઇ કોર્ટનો ચુકાદો.


મિકસ ડેવલપમેન્ટમાં શા માટે વધ્યા સવાલ?


હવે માત્ર રેસેડેન્શિયલની વધુ માંગ છે. પહેલા બેઝમેન્ટમાં દુકાનો અપાતી હતી. ડેવલપર માટે સમસ્યાઓ વધી રહી છે. રિડેવલપમેન્ટમાં કમર્શિયલ નહી લાવી શકાશે. મેમ્બર્સ કમર્શિયલનો વિરોધ કરી શકે છે.


સવાલ-


મારે સુરત મોટા વરાછા વિસ્તારમાં એક ઘર લેવુ છે, મે એક ઘર જોયુ છે 7 સ્ટાર ડેવલપર્સનો પ્રોજેક્ટ છે, મને આ ડેવલપર અંગે માહિતી આપશો.


જવાબ-


પ્રોજેક્ટ RERA રજીસ્ટર છે કે નહી જોઇ લો. ડેવલપરનાં પહેલાનાં પ્રોજેક્ટ ચકાસી લો. RERAમાં ગ્રાહકોનાં હિતમાં ઘણા નિયમો છે.


સવાલ-


ભરણ,કોસંબા,સુરત માં એગ્રીકલ્ચર માં જગ્યા છે ,આ જમીન વેચવી કે નહી તે જાણવું છે, ત્યાનું ભવિષ્ય કેવુ લાગે છે અને ત્યા જમીનનાં ભાવ શું ચાલે છે?


જવાબ-


કોસંબા સુરતની નજીકનું લોકેશન, પનોલી નજીકની જગ્યા, કોસંબામાં જમીન વેચી શકાય છે. ખેડુત જ ખેતીની જમીન ખરીદી શકે છે. કંપની અમુક નિયમો હેઠળ ખેતીની જમીન ખરીદી શકે છે.


સવાલ-


મે એક ફ્લેટ ખરીદ્યો છે, બિલ્ડર પઝેશન આપતા નથી, તેનો પ્રોજેક્ટ અટક્યો છે, મે એ ફ્લેટ માટે લોન લીધી છે જેનુ મને વ્યાજ લાગે છે, હુ આ ડેવલપર વિરૂધ્ધ પગલા લેવા ઇચ્છુ છુ, કઇ રીતે લઇ શકાય, મને સલાહ આપશો.


જવાબ-


આપ RERAમાં ફરિયાદ કરી શકો છો. RERA પર પઝેશનની તારિખ જોઇ શકો છો. RERAની જાગૃતતા વધી છે. RERAમાં ગ્રાહકોનાં હિતનાં કાયદા છે.


સવાલ-


સરકારની સબસિડી સ્કીમ પ્રમાણે 2.67 મળતા હતા, છેલ્લા બજેટમાં વધારાનાં 1.5 લાખનો ઉલ્લેખ હતો તો હવે 2.67 પલ્સ 1.5 એટલી રકમ મળશે?


જવાબ-


સબસિડીની રકમ 2.67 હાલમાં લાગુ છે. વધુ રકમનું નોટિફિકેશન નથી આવ્યુ. 44 કરોડ લોકોને સબસિડીનો લાભ મળશે.


સવાલ-


મારે રાજકોટમાં 3 bhk flat 1 કરોડમાં લેવો છે, મને ક્યા એરિયામાં મળી શકશે?


જવાબ-


કોમ્પેક્ટ 3 BHK તમને મળી શકશે. મોટા ઘર માટે બજેટ વધારવું પડશે.