બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: રિડેવલપમેન્ટ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 14, 2019 પર 10:34  |  સ્ત્રોત : CNBC-Bajar

શા માટે અટક્યા છે રિડેવલપમેન્ટ?


મુંબઇમાં 35000 સોસાયટીઓ છે. 50 ટકા સોસાયટીને રિડેવલપમેન્ટની જરૂર છે. ડેવલપરને લિક્વિડિટીની સમસ્યા છે. વિવિધ મંજૂરીઓ નથી મળી રહી છે. સોસાયટીનાં મેમ્બર્સને કારણે સમસ્યાઓ છે.


શું છે રિડેવલપમેન્ટનો પર્યાય?


સેલ્ફ ડેવલપમેન્ટનો વિકલ્પ સરકારે મૂક્યો છે. સોસાયટી બિલ્ડર વગર પોતે સેલ્ફ ડેવલપમેન્ટ કરી શકશે. ડેવલપરનો પ્રોફિટ સોસાયટીને મળી શકે છે.


કોણ કરી શકે સેલ્ફ ડેવલપમેન્ટ?


મહાડા સ્કીમ રેગ્યુલેટ કરશે. કોઇ પણ જમીન પર સેલ્ફ ડેલપમેન્ટ થઇ શકશે. રજીસ્ટર સોસાયટી જ સેલ્ફ ડેલપમેન્ટ કરી શકે છે.


કઇ રીતે થશે સેલ્ફ ડેવલપમેન્ટ?


સોસાયટીની 100 ટકા મંજૂરી જરૂરી છે. મહાડામાં આ રેઝોલ્યુલેશન આપવાનું રહેશે. દસ્તાવેજો મહાડામાં આપવાના રહેશે. પ્રોજેક્ટ મેનેજર અપોઇન્ટ કરવાનો રહેશે. સોસાયટી કોન્ટ્રાકટર નક્કી કરે છે. MDCC બેન્ક લોન આપે છે. પ્રોજેક્ટ કોસ્ટ જેટલી લોન મળી શકે છે. 4 ટકાની સબસિડી સેલ્ફ ડેવલપમેન્ટ માટે મળે છે. સેલ્ફ ડેવલપમેન્ટ માટે 10 ટકા વધુ FSI અપાઇ છે. TDR અડધી કિંમત પર અપાશે. સ્ટેમ્પ ડ્યુટીનાં પૈસા પણ બચશે.


મેમ્બરને શું મળશે લાભ?


મેમ્બરને વધુ એરિયા મળી શકે છે. ડેવલપર સાથે પ્રોફિટ સેરિંગ નથી. તમામ એક્સટ્રા એરિયા સોસાયટીને મળશે. 40 થી 45 ટકા એક્સ્ટ્રા એરિયા મળી શકે છે. ડેવલપર કરતા ખર્ચ ઓછા થશે.


સેલ્ફ ડેવલપમેન્ટ માટે લોન કઇ રીતે મેળવી શકાય?


હાલ એક જ બેન્ક લોન આપે છે. પ્રોજેક્ટ કોસ્ટની 100 ટકા ફંડીગ મળશે. તમારા ખાતમાં રેન્ટ સીધુ આવશે. સભ્યોની ડિટેલ બેન્કને આપવા પડશે. લોન સભ્યોની ગણાશે નહી. 50 CR સુધીના પ્રોજેક્ટને 7 વર્ષની લોન મળશે. 50 CRથી ઉપરનાં પ્રોજેક્ટને 10 વર્ષની લોન મળશે. લોન ન ભરાય તો સેલેબલ ફ્લેટ બેન્કનાં થશે.


શું હશે સેલ્ફ ડેવલપમેન્ટનાં રિસ્ક?


સોસાયટીની અંદર યુનિટી જરૂરી છે. મંજૂરી સમય પર ન આવે તો સમસ્યા છે. ડમ્પયાર્ડ જેવા ઇસ્યુ નડી શકે. ફંડિગનો પ્રોબ્લેમ નહી આવશે. એક્સ્ટ્રા ફ્લેટ ન વેચાય તો રિસ્ક.


ફંડીગ કોણ મેનેજ કરશે? પ્રોજેક્ટ મેનેજરનો રોલ શું રહેશે?


પ્રોજેક્ટને લગતા નિર્ણયો અઘરા હોય છે. કન્સલટન્ટ નિર્ણયો માટે ગાઇડન્સ આપશે. ફ્લેટ વેચાણની જવાબદારી સોસાયટીની છે. લોન ભરવા માટે 7 વર્ષનો સમય છે. સોસાયટી ફ્લેટની કિંમત ઘટાડી શકે છે. લોન ન ભરાય તો સેલેબલ ફ્લેટ બેન્કનાં થશે.


સ્ટેમ્પ ડયુટી ભરવાની રહેશે?


ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ ન હોવાથી સ્ટેમ્પ ડ્યુટી બચશે. સેલ્ફ ડેવલપમેન્ટમાં વધારાનાં એરિયા પર સ્ટેમ્પ ડ્યુટી નથી. વેચાણનાં ફ્લેટ પર સ્ટેમ્પ ડ્યુટી લાગશે.


પ્રોજેક્ટ મેનેજર કઇ રીતે પસંદ થશે?


મહાડા દ્વારા કન્સલટન્ટનું લિસ્ટ બનાવાશે. આ લિસ્ટ માંથી કન્સલટન્ટ લઇ શકાય છે. સોસાયટીએ તપાસ કરવી ખૂબ જરૂરી છે. નાના ડેવલપર સેલ્ફ ડેવલપમેન્ટમાં મદદે આવી શકે છે.