બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: નાણાંમંત્રીની જાહેરાતથી કેટલો લાભ મળશે?

ના રોજ પ્રકાશિત Sat, 21, 2019 પર 12:15  |  સ્ત્રોત : CNBC-Bajar

રિયલ એસ્ટેટ સેક્ટરને ઘણી સમસ્યાઓ છે. ઘણા પ્રોજેક્ટ અટકી પડ્યા છે કારણ કે ડેવલપર પાસે ફંડ નથી. ગ્રાહકને પોતાના ઘરનાં પઝેશન નથી મળી રહ્યા છે. બજારમાં સેન્ટિમેન્ટ ખરાબ થયા છે. ગ્રાહકો ઘર લેવાનો નિર્ણય ટાળી રહ્યાં છે.


10,000 કરોડનાં ફંડની સરકાર રાહત આપવા જઇ રહી છે. સરકારી કર્મચારી માટે હોમલોનનાં વ્યાજદર ઘટાડાશે. સરકાર અફોર્ડેબલ હાઉસિંગને બુસ્ટ આપવા માંગે છે. સરકાર ગ્રાહકોને માર્કેટમાં ફરી લાવવા માંગે છે.


3.5 લાખ અટકેલા પ્રોજેક્ટને લાભ આપવાનો સરકારનો પ્રયાસ છે. આ લાભ માત્ર અફોર્ડેબલ હાઉસિંગને મળશે. 1.75 લાખ પ્રોજેક્ટ NCLTમાં છે. લાખો પ્રોજેક્ટ પોતાના સમયથી મોડા ચાલી રહ્યાં છે. બજેટ સેગ્મેન્ટની ટુંક સમયમાં વ્યાખ્યા અપાશે. અફોર્ડેબલ સેગ્મેન્ટની સીમા વધારવાની જરૂર છે. ગ્રાહકોને પ્રોત્સાહન આપવાની જરૂર છે.


ECBની ગાઇડલાઇન સરળ કરવામાં આવી છે. ECBની જાહેરાત RBI તરફથી આવવી જોઇતી હતી. સરળ થયેલા નિયમો જાણવા માટે રાહ જોવી પડશે.


શું નાણામંત્રીએ રિયલ એસ્ટેટને બુસ્ટ આપી શક્યા? નાણામંત્રીએ કરેલી જાહેરાતોથી લાંબાગાળે રાહત મળશે. અફોર્ડેબલ સેગ્મેન્ટને `45 લાખથી `1 કરોડ કરવાની જરૂર હતી.


ક્યા વધી શકે ઘરની માંગ-


ટિયર-2 સિટીમાં ઘરોની માંગ વધી શકે છે. ટિયર-1 માં વધુ ફાયદો જોવા નહી મળે.


લોનનાં વ્યાજદર રેપો રેટ સાથે લિન્ક કરવાથી કેટલો લાભ?


ભવિષ્યમાં પણ રેપો રેટ ઓછો થવાની શક્યતા છે. ગ્રાહકોને રેટ કટ પાસ કરવાનો પ્રયાસ છે. ગ્રાહકો માટે હોમલોનનું વ્યાજ સસ્તુ થઇ શકે છે. પોતે રહેવાનું ઘર ખરીદવાનો સારો સમય છે. હાલ વ્યાજદર ઓછા છે, કિંમતો પણ સ્થીર છે.


અમદાવાદમાં અફોર્ડેબલ હાઉસિંગ વધ્યા છે. અમદાવાદમાં લગભગ સવા લાખ નવા પ્રોજકેટ આવ્યા છે. જેમાથી 50 થી 55 ટકા અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. અમદાવાદ શહેરમાં પ્રોપર્ટીની કિંમત અચાનક નથી વધી. અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રકચર ખૂબ સારૂ છે. અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમત વધી શકે છે.


SG હાઇવે અમદાવાદનો સારો વિસ્તાર છે. અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમત સ્થિર છે. અમદાવાદમાં `35 થી 55 લાખમાં ઘર મળી શકે છે. ભવિષ્યમાં પ્રાઇસ એપ્રિસિયેશન મળી શકે છે. જ્યા ઉધોગો નજીક હોય તેવા વિસ્તારમાં રોકાણ કરી શકાય છે.


વેરહાઉસિંગ, સિનિયર સિટિઝન મોલ જેવા અસેટ ક્લાસ આવી રહ્યાં છે. આવા પ્રોજેક્ટ શહેરના બહારનાં વિસ્તારમાં આવશે. અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રકચર ખૂબ સારૂ છે. બુલેટ ટ્રેનનો કેટલો લાભ મળી શકશે. કનેક્ટિવિટીનો લાભ શહેરોનાં આસપાસનાં એરિયાને ઘણો મળે છે. ડેવલપર હાલનાં સમયમાં નેગોસિયેશન કરી શકે છે.


રહેવા માટે ઘર ખરીદવાનો ખૂબ સારો સમય છે. 30 થી 35 હજાર અમદાવાદની અનસોલ્ડ ઇન્વેન્ટરી છે. અમદાવાદમાં હજી પણ હાઇ એન્ડ પ્રોજેક્ટની માંગ છે. અમદાવાદમાં હાઇએન્ડ અને મિડ સેગ્મેન્ટની માંગ છે. અફોર્ડેબલ ઘરો શહેરની બહાર મળશે. વિસ્તારનું સોશિયલ ઇન્ફ્રા જોઇ ઘર ખરીદો છે.


કેવુ છે કચ્છનું પ્રોપર્ટી માર્કેટ?


ગુજરાતમાં પ્રોપર્ટી માર્કેટ સારૂ રહેશે. ગુજરાતમાં વિકાસની ઘણી તકો છે. રોકાણકાર ગુજરાતમાં લાંબા સમય માટે રોકાણ કરી શકે છે.