આશર ગ્રુપના ડિરેક્ટર, આયુષી આશરના મતે -
આશર ગ્રુપના ડિરેક્ટર, આયુષી આશરના મતે -
યુવા મહિલા માટે રિયલ એસ્ટેટ છે. રિયલ એસ્ટેટ ખૂબ જ ડાઇનેમિક સેક્ટર છે. રિયલ એસ્ટેટને યુવા શક્તિની જરૂર છે.
થાણાના રિયલ એસ્ટેટ અંગે ચર્ચા
થાણાનો ડિમાન્ડ સપ્લાય રેશિયો મુંબઇથી ઘણો અલગ છે. મુંબઇના ઘણા નામી બિલ્ડર્સના પ્રોજેક્ટ થાણામાં છે. યુવા ગ્રાહકોને સારીલાઇફ સ્ટાઇલ યોગ્ય કિંમત સાથે જોઇએ છે. ઘરના યુવા ગ્રાહકો કનેક્ટેવિટી, સુવિધા દરેક પર ધ્યાન આપે છે. થાણાની કનેક્ટિવિટી ખૂબ જ સારી છે. હવે મેટ્રોની કનેક્ટિવિટી પણ થાણાને મળી રહી છે.
થાણાની સોશિયલ લાઇફ અને પર્યાવરણનુ સાંનિધ્ય પણ મળે છે. અફોર્ડિબલિટી મુંબઇ કરતા થાણાની ખૂબ સારી છે. થાણામાં તમે 85 થી 90 લાખ રૂપિયામાં લકઝરી 1 BHK મળી શકે છે. ઘરના ગ્રાહકો 10, 15 વર્ષના પ્લાનિંગ પછી ઘર ખરીદતા હોય છે. વ્યાજદર વધારો જેવા બદલાવથી ગ્રાહકના પ્લાન પર અસર તો પડે જ છે. ડેવલપર્સ ગ્રાહકોને રાહત આપવા સમયસર પ્રોજેક્ટ પુરા કરે છે. ગ્રાહકો બ્રાન્ડ નેમ પર ભરોસો કરી ઘરની ખરિદારી કરે છે.
Solidago ડેવલપર્સના એમડી, જયેશ ચૌહાણના મતે -
રિડેવલપમેન્ટને લઇ અમુક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. રિડેવલપમેન્ટ માટે સોસાયટીના સભ્યોની સહમતી ખૂબ જ મુશ્કેલ છે. યુવા ડેવલપર્સને લોકોનો વિશ્ર્વાસ પ્રાપ્ત કરવામાં પડકાર નડે છે.
મુંબઇ અને MMRને રિડેવલપમેન્ટની કેટલી જરૂર?
મુંબઇ માટે હવે રિડેવલપમેન્ટ એક માત્ર વિકલ્પ છે. બોરવલી થી બાન્દ્રામાં ઘણા રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ છે. ગ્રાહકોની વિવિધ સમસ્યાઓ સમજવી જરૂરી છે. યુવા ડેવલપર્સ સાથે મળી એક બીજાને સહકાર આપે છે.
નીલયોગ ડેવલપર્સના ડિરેક્ટર, ઋષી મહેતાના મતે
રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી યુવાઓને ધીમી લાગે છે. ઇન્ડસ્ટ્રી યુવા ડેવલપર્સનો સ્વીકાર કરવામાં ખચકાટ અનુભવે છે. યુવા વર્ગે રિયલ એસ્ટેટમાં કામ કરવા માટે ધીરજની જરૂર છે. માર્કેટિંગમાં સમય સાથે મોટા બદલાવ આવ્યા છે. નવા જનરેશનમાં ડીજીટલ માર્કેટિંગ થઇ રહ્યાં છે. ઘરના ગ્રાહકોને સમજવા ખૂબ જરૂરી છે. આજના ગ્રાહક ખૂબ જ જાગૃત ગ્રાહક બન્યા છે.
મુંબઇમાં 50 ટકા વસ્તી સ્લમમાં રહે છે. મુંબઇના વિકાસ માટે સ્લમ રિડેવલપ કરવુ ખૂબ જરૂરી છે. સ્લમના લોકોને નવુ ઘર મળવાનો વિશ્ર્વાસ અપાવવો જરૂરી છે. સ્લમ પ્રોજેક્ટમાં ઓપરેશનલ રિસ્ક ખૂબ વધારે છે. સ્લમ પ્રોજેક્ટમાં ફાઇનાન્શિયલ રિસ્ક ઉમરેવુ ન જોઇએ. સ્લમ પ્રોજેક્ટને પુરા થતા ખાસો સમય લાગે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.