બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: ગુડીપાડવા પર પ્રોપર્ટી લેતી વખતે જીએસટી સમજો

ના રોજ પ્રકાશિત Tue, 09, 2019 પર 10:35  |  સ્ત્રોત : CNBC-Bajar

1 એપ્રિલ પછી પ્રોપર્ટી પર જીએસટીનાં દરમાં ફેરફાર લાગુ થયા છે. જીએસટીનાં દર 12 ટકા થી 5 ટકા કરાયો છે. અફોર્ડેબલની પરિભાષામાં બદલાવ કરાયા છે. ચાલુ પ્રોજેક્ટ ડેવલપરને બે માથી એક જીએસટી રેટ પસંદ કરવાનો વિકલ્પ અપાયો છે. 12 ટકા જીએસટી પસંદ કરનારે 10 મે પહેલા ડિક્લેરેશન આપવું પડશે. ડિક્લરેશન ન આપનારને 5 ટકા જીએસટી લાગુ થશે.


સવાલ-


અફોર્ડેબર આવાઝ યોજનામાં મકાન લીધો છે. હજી સુધી દસ્તાવેઝ નથી થયા અને 17 લાખ ભર્યા છે. 8 ટકા ટેક પ્રમાણે લાગે છે કે નહી?


જવાબ-


તમે જે ચુકવણી કરી છે તેના પર 8 ટકા જીએસટી લાગશે. ડેવલપરે 10 મે પહેલા જીએસટીનો રેટ પસંદ કરવાનો રહેશે. અફોર્ડેબલ સેગ્મન્ટનો જીએસટી રેટ તમારા પ્રોજેક્ટને લાગુ છે. જે ચુકવણી બાકી છે તેના પર નવા દરનો જીએસટી લાગી શકે છે. તમારે ડેવલપર પાસે જીએસટી રેટનો નિર્ણય જાણવો પડશે. તમે તમારા સીએની સલાહ પણ લઇ શકો છો.


સવાલ-


૨૦૧૫ મા બુકીગ કરાવેલ તે વખતે ૧ લાખ આપેલા ત્યાર પછી ૨ લાખ ૧૦ હજાર આરટી જીએસ થી આપેલા ૨૩લાખ ૪૦હજાર નો બેક લોન ડ્રાફ્ટ આપેલ, બીલ્ડર કહેછે જીએસટી ના ૬ ટકા ૧લાખ ૫૬ હજાર રોકડા માગેછે બીલ્ડર કહે છે જીએસટી અમે ભરેલ છે એટલે તમારે રોકડા આપવા પડે. અમે બીલ્ડર ને કહ્યુ જીએસટી ભરેલ રસીદ માગીએ છીએ તો રસીદ આપવાની ચોખ્ખી ના પાડે છે. રસીદ નહી મળે તેવુજ કહેછે ઝેરોશ્ર રસીદ પણ આપવાની ના પાડે છે. તો રસીદ વગર મારે બીલ્ડર ને પેમેન્ટ જીએસટી તેને ભરેલી રકમ માગે છે મારે શૂ કરવુ જણાવશો.


જવાબ-


જીએસટી પહેલા તમે સર્વિસ ટેક્સ આપ્યો હતો. જીએસટી આવ્યા બાદનાં પેમેન્ટમાં જીએસટી લાગુ પડશે. બિલ્ડરને 12 ટકા જીએસટીની જવાબદારી બને છે. બિલ્ડર તમને રાહત સાથે 6 ટકા જીએસટી માંગી રહ્યો હોય શકે છે. જીએસટીની રોકડમાં માંગણી ખોટી છે. તમે ડેવલપર પાસે જીએસટી રજીસ્ટ્રેશન નંબર માંગો છે. તમને રસિદ મળવી જ જોઇએ. જીએસટીની ચુકવણી ચેકમાં કરવી જોઇએ.


સવાલ-


એક ફ્લેટ મે-2017માં કર્યો જેનુ એગ્રીમેન્ટ થઇ ગયેલ છે, તેની કુલ કિંમત રૂપિયા 49.83 લાખ છે અને અત્યાર સુધીમાં રૂપિયા 22 લાખ ચુકવી દીધા છે, પઝેશન ડિસેમ્બર 2020માં મળશે. તો મને gst કઇ રીતે લાગુ પડશે. મને ઇનપુટ ક્રેડિટ મળશે કે નવા gst રેટનો લાભ મળશે?


જવાબ-


ઇનપુટ ટેક્સ ક્રેડિટ ડેવલપરે લેવાની હોય છે. ડેવલપર આ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરી શકે છે. જુન પછી થયેલા પેમેન્ટમાં 12 ટકા જીએસટી લાગશે. તમારો પ્રોપર્ટી અફોર્ડેબલમાં આવતી નથી. હવે બિલ્ડર 12 ટકા કે 5 ટકા માંથી એક રેટ પસંદ કરી શકે છે. તમે ડેવલપર સાથે નેગોસિશેયન કરી શકો છો.