બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: બજેટમાં રિયલ એસ્ટેટને શું મળ્યુ?

ના રોજ પ્રકાશિત Sat, 08, 2020 પર 19:41  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએ આનંદ બાથીયાનાં મતે ટેક્સનાં નવા માળખામાં ડીડક્શન નહી મળે. નોટબંધી, RERA, GST, બેન્કરપ્સી કોડ જેવા રિફોર્મની રિયલ એસ્ટેટ પર અસર છે. આવનારા સમયમાં ડિમાન્ડ વધી શકે.

મેન્ડરસ પાર્ટનર નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે રિયલ એસ્ટેટને ઇન્ફ્રા સ્ટેટસ આપવું જરૂરી છે. ઇન્ફ્રા સ્ટેટસ આપવાથી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. GDPમાં મોટુ યોગદાન રિયલ એસ્ટેટનું છે. ઇન્ફ્રા સ્ટેટસ આપવાથી સરકારનો ખર્ચ વધતો નથી. માત્ર અફોર્ડેબલ નહી સમગ્ર રિયલ એસ્ટેટને ઇન્ફ્રા સ્ટેટસ આપવું જોઇએ. RERA,GST જેવા રિફોર્મથી પારદર્શકતા વધી છે.


સમસ્યા લિક્વિડિટીની નથી પરંતુ ક્રેડિટની છે. સેન્ટિમેન્ટ મિસિંગ છે તેની અસર દેખાય રહી છે. ઇકોનોમીમાં હવે સુધાર આવી શકે. હાઉસિંગ ફોર ઓલ માટે સરકાર પગલા લઇ રહી છે. પ્રોજેક્ટ પુરા થતા લાંબો સમય લાગે છે. હાઉસિંગ ફોર ઓલ એકાદ વર્ષ આગળ-પાછળ થઇ શકે. રૂરલ અને એગ્રીકલ્ચર માટે બેજટમાં રકમ ફાળવાયી. દરેક જીલ્લામાં વેરહાઉસ બનાવવાની વાત સારી.


જેના કારણે રોજગારીની તકો પણ વધશે. રેસિડન્શિયલમાં સેલ્સ થઇ રહ્યાં છે માત્ર ભાવ સ્થીર થયા છે. કમર્શિયલ રિયલ એસ્ટેટનો ગ્રોથ સતત થઇ રહ્યો છે. કમર્શિયલ માટે ડિમાન્ડ સપ્લાઇ મેચ થઇ રહ્યાં છે. કમર્શિયલમાં રોકાણકાર આવી રહ્યાં છે. કમર્શિયલનો વિકાસ થતા રોજગારીની તક વધે છે. મેલેનિયલ લોકો રેન્ટલ હાઉસ વધુ પસંદ કરી રહ્યાં છે.


રેન્ટલ પોલિસીની ખૂબ જરૂર છે. બજેટમાં રેન્ટલ પોલિસી માટે પગલા નથી લેવાયા. હાઉસિંગ ફોર ઓલ માટે રેન્ટલ પોલિસી જરૂરી છે. સરકારે સારા રિફોર્મથી પારદર્શક ઇન્ડસ્ટ્રી બનાવી છે. સરકારની જાહેરાતો પર અમલ થાય તે જરૂરી. ₹25 હજાર કરોડનાં ફંડ પર ક્લેરિટી નથી મળી. અફોર્ડેબલનાં લાભ સતત ચાલુ રાખવા જોઇએ.

અર્થશાસ્ત્રી ઓયસ્ટર કેપિટલના અતુલ જોશીના મુજબ રિયલ એસ્ટેટને બુસ્ટ મળે તો ઘણી ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળી શકે. બજેટમાં રિયલ એસ્ટેટને બુસ્ટ અપાવુ જોઇતુ હતુ. રિયલ એસ્ટેટને ઇન્ફ્રા સ્ટેટસ આપવું જરૂરી. 5 ટ્રિલિયન ડોલરનાં અર્થતંત્ર માટે રિયલ એસ્ટેટને બુસ્ટ આપવું જરૂરી છે. Pmay યોજના સરકારનો સારો પ્રયાસ છે. Pmayનો વ્યાપ રૂરલથી વધારી અર્બન વિસ્તારમાં લાવવો જોઇએ. NHBનું રિફાઇન્સ ફરી મળતુ થાય તે જરૂરી છે.


મોર્ડન ટેન્નસી એક્ટ લાગુ કરવાની ઘણી જરૂર છે. બજેટમાં સ્ટડી ઇન ઇન્ડિયાની સ્કીમ અનાઉન્સ કરી છે. જેને માટે પણ રેન્ટલ ઇન્ફ્રાની જરૂર પડશે. વિધાર્થીઓ માટે રેન્ટલ હાઉસની જરૂર પડશે. રિયલ એસ્ટેટ માટે ક્રેડિટ ખૂબ મહત્વની છે. રિયલ એસ્ટેટને ઇન્ફ્રાનું સ્ટેટસ અપાવું જોઇએ. ડેવલપર માટે ક્રેડિટનાં માર્ગ સરળ બનવા જોઇએ.


ડેવલપરને લોન મળવામાં ઘણી મુશ્કેલી થઇ રહી છે. ક્રેડિટ મળશે તો અટકેલા પ્રોજેક્ટ શરૂ થઇ શકશે. સિટીનાં પેરેફરેલ સારી ડિમાન્ડ છે. હોસ્ટેલ અને રેન્ટલની સારી ડિમાન્ડ છે. ક્રેડિટ અવેબિલિટી સારી મળે તે ખૂબ જરૂરી. ડેવલપરને લિક્વિડિટી અપાવવી જોઇએ.