બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: કેવુ છે હાલનું પ્રોપર્ટી માર્કેટ?

ના રોજ પ્રકાશિત Sat, 15, 2019 પર 10:40  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રોપર્ટી માર્કેટમાં રેશનાલિટી આવી છે. હવે પ્રોપર્ટી માર્કેટ એન્ડયુઝર ડ્રીવન બન્યુ છે. પોતાનું ઘર ખરીદવા માટેનો સુધાર છે. ગ્રાહક માટે ઘર ખરીદવાની સારી તક બની છે. લોન પર વ્યાજદર ઘટી રહ્યાં છે. 3, 4 વર્ષથી પ્રોપર્ટીની કિંમતો સ્થિર છે. સેલ્સમાં 8 ટકા ગ્રોથ આ વર્ષે થયો છે.


કેવુ છે હાલનું પ્રોપર્ટી માર્કેટ?


લિક્વિડિટીની સમસ્યા મોટી છે. એનબીએફસીની સમસ્યાની અસર પ્રોપર્ટી માર્કેટ પર થઇ છે. ડેવલપર પોતાનો સેલ્સ વધારવા કોશિષ કરી રહ્યાં છે. લિક્વિડિટી માટે સેલ્સ ડબલ કરવાની જરૂર છે. ડેવલપર માટે લિક્વિડિટી મોટી સમસ્યા છે. ગ્રાહકને ડિસ્કાઉન્ટ મળવાની શક્યતાઓ બની રહી છે. ડેવલપર હવે ઇન્વેન્ટરી હોલ્ડ કરવા નથી માંગતા. 40 થી 50 મહિનાની ઇન્વેન્ટરી માર્કેટમાં છે. અનઅફોર્ડિબિલિટી આજે પણ સમસ્યા છે.


અફોર્ડેબલ સેગ્મેન્ટ


અફોર્ડેબલ સેગમેન્ટમાં સેલ્સ વધ્યા છે. અફોર્ડેબલ સેગમેન્ટને સરકારે ઘણુ બુસ્ટ આપ્યું છે. અફોર્ડેબલ પર જીએસટી 1 ટકા કરાયો છે. જમીનની કિંમત 10 ટકા વધી છે. શહેરથી દુર અફોર્ડેબલ હાઉસિંગને સફળતા નહી મળે. મોટા શહેરની નજીકમાં અફોર્ડેબલને સફળતા મળશે. મોટા શહેરોનો ગ્રોથ 8 ટકા નોંધાયો છે. ટાયર 2,3 માં 17 ટકા ગ્રોથ નોંધાયો છે.


ક્યાં શહેરોમાં પ્રોપર્ટી ખરીદો-


અમદાવાદ, હૈદરાબાદ, પુનામાં ઘરનું વેચાણ વધ્યુ છે. વડોદરા,નાસિક,ગોવાહાટીમાં ઘરનું વેચાણ વધ્યુ છે. નાના શહેરોમાં અફોર્ડેબલ સેગ્મેન્ટ વિકસ્યું છે. ટાયર-1માં સરકારે જમીનની કિંમત પર ધ્યાન આપવું જોઇએ. જમીનની ઉંચી કિંમતને કારણે ઘર મોંઘા બન્યા છે.


લેન્ડ પર જીએસટીમાં લાવવો જોઇએ?


પહેલા 12 ટકા જીએસટી પ્રોપર્ટી પર લાગુ થયો હતો. જમીનને જીએસટીમાં લાવવાથી કિંમત ઘટશે કે નહી કહેવુ મુશ્કેલ. સરકારે જમીનની કિંમતને નિયત્રણમાં લાવવી જરૂરી છે. અમુક દેશોમાં ખાલી જમીન પર ટેક્સ લાગે છે. ભારતમાં જમીન ટ્રેડિંગ કમોડિટી બની ગઇ હતી. ભારતમાં જમીન લઇને કડક કાયદા બનાવવાની જરૂર છે.


રેટ કટ ક્યારે પાસ ઓન થશે?


આરબીઆઈ દ્વારા વ્યાજ દર 0.25 ટકા ઘટાડાયો છે. વ્યાજદર ઘટતા અફોર્ડિબિલિટી વધે છે. અફોર્ડિબિલિટી વધતા સેલ્સ વધશે. હવે પ્રોપર્ટી માર્કેટમાં એન્ડ યુઝર વધ્યા છે. બેન્કોએ ગ્રાહકોને રેટ કટ ઝડપથી પાસ ઓન કરવો જોઇએ.


સરકાર પાસેથી શું અપેક્ષા


લિક્વિડિટીની અછતની અસર પ્રોપર્ટી માર્કેટ પર છે. સરકારે લિક્વિડિટીની અછતને દુર કરવી પડશે. રિયલ એસ્ટેટને કેપિટલની જરૂર છે. સરકારે અફોર્ડેબલ માટે સારૂ કામ કર્યું છે. જમીનની કિંમત નિયંત્રણમાં રાખવા સરકારે પ્રયાસ કરવા જોઇએ. સરકારે લેન્ડિંગ કોસ્ટ ઘટાડવી જોઇએ. ડેવલપરને સસ્તુ કેપિટલ ખૂબ જરૂરી છે. ડેવલરપર માટે હવે માર્જીન ખૂબ ઘટ્યા છે.


ક્યા ટેક્સમાં ઘટાડો કરવો જોઇએ


પહેલુ ઘર ખરીદનાર માટે વ્યાજ ટેક્સ ફ્રી કરવું જોઇએ. રૂપિયા 2 લાખની લિમિટ ઘણી ઓછી છે. પહેલુ ઘર ખરીદનારને ટેકસનો લાભ મળે એ ખૂબ જરૂરી છે.


અફોર્ડેબલ હાઉસિંગ અંગે ચર્ચા


જમીનની કિંમત મોટી સમસ્યા છે. સરકારે પોતાની જમીન અફોર્ડેબલ માટે આપવી જોઇએ. પ્રાઇવેટ ડેવલપર અફોર્ડેબલમાં આવી રહ્યાં છે. સરકારે અફોર્ડેબલ માટે ઇનિસ્ટીવ લેવા પડશે. જમીનની કિંમત અને ટેક્સ ઘટાડવા જરૂરી છે.


સિટીની નજીક અફોર્ડેબલ હોમ્સ માટે જમીન જરૂરી છે. નાના ઘરની માંગ વધુ છે. 600 SqFt સુધીનાં ઘરોની માંગ વધુ છે. એમએમઆરમાં રૂપિયા 50 લાખ સુધીનાં ઘર વેચાય રહ્યાં છે. નાના શહેરોમાં રૂપિયા 35 લાખ સુધીનાં ઘર વેચાય રહ્યા છે.