બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: કેવુ રહેશે 2020 પ્રોપર્ટી માર્કેટ માટે?

ના રોજ પ્રકાશિત Sat, 28, 2019 પર 10:35  |  સ્ત્રોત : CNBC-Bajar

5 ટ્રેલિયન ઇકોનોમી બનાવવુંનું લક્ષ્ય છે. ગ્રોથ 5 થી 10 ટકા કરવાનાં પ્રયાસ છે. ઇકોનોમીના રિવાઇવલ માટેનાં પ્રયાસો થશે. 2020માં જુન સુધી બે અંકોમાં જીડીપી પહોંચી શકે છે.


રિયલ એસ્ટેટ માટે શુ પ્રયાસ કરવા જોઇએ?


ઇન્ડસ્ટ્રી ગ્રોથ સાથે રોજગારી વધવી જોઇએ. રિયલ એસ્ટેટમાં વધુ રોકાણની જરૂર છે. રોજગારી વધારે તેવી ઇન્ડ્સ્ટ્રી પર ફોક્સ હોવુ જોઇએ. રોડ, અર્બન ઇન્ફ્રા, ટેક્સટાઇલ,ટુરિઝમ, હાઉસિંગમાં ફોક્સ હોવુ જોઇએ.


રાજ્યોમાં સરકાર બદલાનની શુ અસર?


સરકારની પ્રાથમિકતા બદલાઇ શકે, વિકાસ નહી અટકે. દરેક સરકારે વિકાસનાં કામો તો કરવા જ પડશે. ઇન્ફ્રાનો વિકાસ કોઇ પણ સરકાર કરેશ જ છે. બુલેટ ટ્રેન નહી આવે તો કોઇ બીજો પ્રોજેક્ટ આવશે.


હાઉસિંગ ફોર ઓલનું લક્ષ કેટલુ દુર?


1 કરોડ ઘરો સેન્સન થઇ ચુક્યા છે. 2022 સુધીનું લક્ષ્ય સમયસર સાકાર થઇ શકે છે. દરેકને માટે ઘર જરૂરથી થશે. મુંબઇમાં અફોર્ડેલ હોમ ઓછા છે.


કમર્શિયલ માર્કેટ અંગે ચર્ચા


મંદી હોય ત્યારે રોકાણની શરૂઆત કરવી પડી છે. ભવિષ્ય સારૂ બનાવવા માટે આજે પ્રોજેક્ટ શરૂ કરવા જરૂરી છે. કોઇ મંદી હંમેશા માટે નથી હોતી. ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર સારૂ છે. હિરાનંદાણીનાં JVમાં કમર્શિયલ પ્રોજેક્ટ છે. ભારતનાં ઘણા શહેરોમાં કમર્શિયલ JV છે. ચૈન્નઇમાં બાંધકામ શરૂ થઇ ગયુ છે. 1 વર્ષમાં પ્રોજેક્ટ ડિલીવરી અપાશં છે.


ગિફ્ટસિટી અંગે ચર્ચા


હિરાનંદાણીનો ગિફ્ટ સિટીમાં પ્રોજેક્ટ છે. ગિફ્ટ સિટીને ખાસ રાહતો અપાઇ છે. ગિફ્ટ સિટીનું ભવિષ્ય ખૂબ સારૂ છે. પાછલા બે વર્ષમાં ગિફ્ટનો ગ્રોથ અપેક્ષા પ્રમાણે નથી થયો. 2020માં ગિફ્ટનો ગ્રોથ સારો થઇ શકે છે.


કઇ ઇન્ડસ્ટ્રી પર શું અસર?


જીડીપી બે અંકોમાં પહોચશે ત્યારે દરેક ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરશે. રિસેશનની શરૂઆત થતા જ અમુક પગલા લેવાવા જોઇતા હતા. સરકાર હવે રિવાઇવલનાં પ્રયાસ કરી રહી છે. મંદીનાં કારણો સમજી તેને દુર કરવાનાં પ્રયાસો જરૂરી છે.


રિયલ એસ્ટેટ માટે ક્યા પગલા જરૂરી?


સરકારે લીધેલા પગલાની અસર પડે તે જરૂરી છે. પ્રોપર્ટી માર્કેટમાં લિક્વિડિટી લાવવાની જરૂર છે. 4 લાખથી વધુ SMEsને લિકવિડિટીને જરૂર છે. બેન્ક પાસેથી લિક્વિડિટી પાસ ઓન થવી જોઇએ. નવી પ્રાઇવેટ બેન્કો શરૂ કરવાની જરૂર છે. સિસ્ટમમાં નાણા આવે તે ખૂબ જરૂરી છે. બેન્કો દ્વારા ક્રેડિટ અપાય તે ખૂબ જરૂરી છે. બેન્કો પાસે એક્સેસ લિક્વિડિટી છે, જે પાસ ઓન થવી જોઇએ.


વન ટાઇમ ક્રેડિટ લિમિટ રોલ ઓવર કરવાની જરૂર છે. 2010માં આ પગલું લેવાયુ હતુ આવુ પગલું ફરી લેવાવુ જોઇએ. ટેક્સેશનમાં બદલાવ લાવવાની જરૂર છે. કોર્પોરેટ ટેક્સમાં થયેલા બદલાવ યોગ્ય છે. ટેક્સનાં દર ઘટાડવાથી ટેક્સ કલેક્શન વધશે.


રિવાઇવલ માટે શું જરૂરી?


રિવાઇવલ માટે લિક્વિડીટી, ટેક્સમાં ઘટાડો, જીએસટીમાં ઘટાડો જરૂરી છે. 6 મહિના માટે 25 ટકા જીએસટી ઘટાડવો જોઇએ. જીએસટી ઘટાડવાથી ઇકોનોમીને કીક સ્ટાર્ટ મળી શકે છે. ઇકોનોમીને કીક સ્ટાર્ટ આપવાની મોટી જરૂર છે.


અટકેલા પ્રોજેક્ટ માટે ફંડીગ શરૂ થયુ છે. સ્ટક પ્રોજેક્ટ બે વર્ષમાં શરૂ થઇ શકશે. રિયલ એસ્ટેટ પોઝીટીવ થતા ઘણી ઇન્ડસ્ટ્રી પોઝેટીવ થશે. હાઉસિંગની માંગ વધતા ઘણી ઇન્ડસ્ટ્રીને લાભ મળી શકે છે. ઇન્ફ્રાસ્ટ્રકચર માટે વધુ રોકાણની જરૂર છે. સરકારે ડેફિસિટ ફાઇનાન્સ કરવાની જરૂર છે. દુનિયાનાં ઘણા દેશોએ આવા પગલાં લીધા છે.


રૂપિયા 25000 કરોડના ફંડનાં લાભ શરૂ કરવા જોઇએ. આ ફંડમાં બીજા ફંડ પણ જોડાતા જશે. 2020 માટે પોઝેટીવ આશા રાખવી જોઇએ. પોઝેટીવિટી સાથે પ્રયાસ કરવાથી સફળતા મળશે. સરકારનાં પ્રયાસો યોગ્ય દિશામાં છે. ભારતનાં અર્થતંત્રની રિકવરી જરૂર થશે.