Real estate knowledge: બનતી પ્રોપર્ટી ખરીદવી કે રેડી ટુ મૂવ? જાણો તમારે ક્યાં નહીં આપવો પડે GST
property: રેડી ટૂ મૂવ ફ્લેટ પર GST નથી લાગતો, જ્યારે બનતી પ્રોપર્ટી પર 1-12% GST આપવો પડતો હોયછે. તો ચાલો જાણકારો પાસેથી જાણીએ કઈ પ્રોપર્ટી ખરીદવાથી તમને ફાયદો થઈ શકે છે.
આજે અહીં અમે આપને જણાવીશું કે તમારે રેડી ટુ મૂવ એટલે કે બનીને તૈયાર થઈ ગયેલું ઘર ખરીદવું જોઈએ કે અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી ખરીદવી જોઈએ. આપને જણાવી દઈએ કે બંનેની કિંમતમાં ઘણો તફાવત હોઈ શકે છે.
Real estate knowledge: જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે ખુબ જ મહત્વના છે. કારણ કે આજે અહીં અમે આપને જણાવીશું કે તમારે રેડી ટુ મૂવ એટલે કે બનીને તૈયાર થઈ ગયેલું ઘર ખરીદવું જોઈએ કે અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી ખરીદવી જોઈએ. આપને જણાવી દઈએ કે બંનેની કિંમતમાં ઘણો તફાવત હોઈ શકે છે. બંને પ્રકારની પ્રોપર્ટી પર GSTની અલગ-અલગ અસર પડે છે. રેડી-ટુ-મૂવ ફ્લેટ ખરીદવા પર કોઈ GST લાગતો નથી, જ્યારે બનતી પ્રોપર્ટી પર 1 to 12% સુધી GST ચૂકવવો પડી શકે છે.
અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પર GST દર
- અફોર્ડેબલ હાઉસિંગ - 1%
- રેસિડેન્શિયલ પ્રોપર્ટી - 5%
- કોમર્શિયલ પ્રોપર્ટી - 12%
બનતી પ્રોપર્ટી ખરીદતી વખતે GST ચૂકવવો ફરજિયાત છે, જે પ્રોપર્ટીની કુલ કિંમતનો મહત્વનો ભાગ હોય છે.
રેડી ટૂ મૂવ ફ્લેટ પર GSTથી છૂટ
ઘર ખરીદનારાઓએ રેડી-ટુ-મૂવ-ઇન ફ્લેટ ખરીદતી વખતે GST ચૂકવવો પડતો નથી, જેનાથી તેની કુલ કિંમત ઘટી જાય છે. આ ઉપરાંત આવા ફ્લેટ પર ફક્ત સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ જ લાગે છે, જે રાજ્ય સરકાર અનુસાર, 5% 10% સુધી હોઈ શકે છે.
તો શું તૈયાર ફ્લેટ ખરીજદવો વધારે ફાયદાકારક ગણાશે?
જો તમે 50 લાખ રૂપિયાની અંડર-કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી ખરીદો છો, તો તમારે GSTના રૂપમાં વધારાની રકમ ચૂકવવી પડશે. આને એક ઉદાહરણથી સમજીએ-
- એફોર્ડેબલ હાઉસિંગ પર 1% GST = ₹50,000
- સામાન્ય રહેણાંક મિલકત (રેસિડેન્શિયલ પ્રોપર્ટી) પર 5% GST = ₹2,50,000
આની સરખામણીમાં તૈયાર ફ્લેટ પર GST '0' હોવાથી ઘણો આર્થિક ફાયદો થાય છે.
બિલ્ડર પર GSTની અસર
GSTના અમલ પહેલા બિલ્ડરે ઘણા અલગ-અલગ ટેક્સ ચૂકવવા પડતા હતા. જેમ કે- વેટ, સર્વિસ ટેક્સ, એક્સાઈઝ ડ્યુટી વગેરે. હવે આ તમામ ટેક્સને એકસાથે જોડીને GST લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી ટેક્સ પ્રક્રિયા સરળ બની છે. જોકે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) સુવિધા નાબૂદ થવાને કારણે બાંધકામની કિંમત વધી છે.
જાણો શું કહે છે જાણકારો?
જાણકારોના મતે ચોક્કસપણે રેડી-ટૂ-મૂવ પ્રોપર્ટી પર કોઈ GST લાગતો નથી, પરંતુ ખરીદદારો પૈસા બચાવવા માટે બાંધકામ હેઠળની મિલકતો ખરીદવાનું પસંદ કરે છે. જોકે, 5 ટકા GST ખાસ કરીને લક્ઝરી ફ્લેટમાં મોટી રકમ બની જાય છે. પરંતુ બાંધકામ હેઠળની મિલકતોના સરળ ચૂકવણી પ્લાન ખરીદદારોને સરળતાથી તેમનું સપનાનું ઘર ખરીદવામાં મદદ કરે છે.
ઘરના બાંધકામમાં વપરાતી સામગ્રી પર ટેક્સ
- સિમેન્ટ - 28% GST
- સ્ટીલ - 18% GST
- ટાઇલ્સ અને માર્બલ - 18% GST
- રેતી - 5% GST
બિલ્ડરે બાંધકામમાં વપરાતી વસ્તુઓ પર વધારે GST ચૂકવવો પડે છે, જેનાથી બાંધકામ હેઠળના પ્રોજેક્ટની કિંમતમાં વધારો થાય છે. જેની સીધી અસર પ્રોપર્ટીના ભાવ પર પડે છે. વધુ એક જાણકારે જણાવ્યું હતુ કે બાંધકામ હેઠળની મિલકતો પર GSTની અસરથી કસ્ટમરને ખર્ચ વધી શકે છે, પરંતુ આને સરળ પેમેન્ટ પ્લાન અને નાણાકીય યોજનાઓ દ્વારા મેનેજ કરી શકાય છે. એટલું જ નહીં, જ્યારે કોઈ પ્રોપર્ટી લોન્ચ કરવામાં આવે છે ત્યારે તેની કિંમત અને રેડી-ટુ-મૂવ-ઈન પ્રોપર્ટીની કિંમત વચ્ચે ઘણો તફાવત હોય છે. કેટલીકવાર તો રેડી-ટુ-મૂવ પ્રોપર્ટીની કિંમત ડબલથી વધારે થઈ જાય છે. આવી સ્થિતિમાં, આજે ગ્રાહકો તેમના બજેટ અનુસાર પોતાના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી રહ્યા છે.
ખરીદદારોએ ખરીદી કરતા પહેલા GST, સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય ટેક્સનું યોગ્ય મૂલ્યાંકન કરવું જોઈએ, જેથી તેઓ તેમના બજેટ મુજબ યોગ્ય નિર્ણય લઈ શકે. પ્રોપર્ટીની પસંદગી માત્ર કિંમતના આધારે નહીં, પરંતુ પ્રોજેક્ટના લોકેશન, ડિલિવરીનો સમય અને ડેવલપરની વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. જેથી કસ્ટમર પ્રોપર્ટીનું યોગ્ય મુલ્યાંકન કરીને બેસ્ટ પ્રોપર્ટી ખરીદી શકે.