ભદ્દા અને વાંધાજનક કંટેન્ટે કારણે કેન્દ્રીય ઇન્ફૉર્મેશન એન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ 18 ઓટીટી પ્લેટફૉર્મ પર કડક કાર્રવાઈ કરી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે 14 માર્ચે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ઘણી ચેતવણીઓ છતાં પણ આ પ્લેટફૉર્મ્સ પોતાને સુધારી શક્યા નથી તો હવે તેમને બ્લૉક કરવામાં આવી રહ્યા છે. જે ઓટીટી એપ્સ પર કાર્રવાઈ કરી છે, તેમાં ડ્રીમ ફ્લિક્સ (Dream Films), વૂવી (Voovi), યોસ્મા (Yessma), અનકટ અડ્ડા (Uncut Adda), ટ્રાઈ ફ્લિક્સ (Tri Flicks), એક્સ પ્રાઈઝ (X Prime), નિયૉન એક્સ વીઆઈપી (Neon X VIP), બેશર્મ્શ (Besharams), હંટર્સ (Hunters), રેબિટ (Rabbit), એક્સ્ટ્રામૂડ (Xtramood), ન્યૂફિલ્ક્સ (Nuefliks), મૂડએક્સ (MoodX), મોજોફ્લિક્સ (Mojflix), હૉટ શૉટ્સ વીઆઈપી (Hot Shots VIP), ફ્યૂઝી (Fugi), ચિકૂફ્લિક્સ (Chikooflix) અને પ્રાઈમ પ્લે (Prime Play) શામેલ છે.