Ayodhya: અયોધ્યા અને દક્ષિણ કોરિયા વચ્ચેના સંબંધો સુધારવા માટે સરયુના કિનારે સ્થિત ક્વીન હો કોરિયન પાર્ક ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. તેમાં પ્રવાસીઓના રહેવા માટે કોટેજ અને રેસ્ટોરન્ટ જેવી સુવિધાઓ હશે. તમને જણાવી દઈએ કે અયોધ્યામાં 2018ના દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જોંગ સુકે સંયુક્ત રીતે ક્વીન હો પાર્કના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો હતો. આ પાર્કના સંચાલનની જવાબદારી દિલ્હીની કાર્યકારી સંસ્થા IHWHCને સોંપવામાં આવી છે.