43 વર્ષ બાદ NASAએ વોયઝર-1 અંતરિક્ષ યાનનું એંટીના ફરીથી કર્યું શરૂ, 24 અબજ કિમી દૂર મોકલ્યો મેસેજ
NASAના 47 વર્ષ જૂના વોયઝર-1 અંતરિક્ષ યાને તાજેતરમાં જ એક રેડિયો ટ્રાંસમીટર દ્વારા પૃથ્વી સાથે સંપર્ક સ્થાપિત કર્યો, વોયઝર-1 અંતરિક્ષ યાનના એંટીનાનો ઉપયોગ 1981થી કરવામાં આવ્યો ન હતો.
NASA અનુસાર એક મેસેજમાં પહોંચવામાં લગભગ 23 કલાક લાગે છે.
NASAએ ફરી એકવાર કમાલ કરી બતાવી છે. NASAના 47 વર્ષ જૂના વોયઝર-1 અંતરિક્ષ યાને તાજેતરમાં જ એક રેડિયો ટ્રાંસમીટર દ્વારા પૃથ્વી સાથે સંપર્ક સ્થારપિત કર્યો છે. NASAએ એક એવા રેડિયો એંટીના સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે, જેનો ઉપીયોગ 1981 થી કરવામાં આવ્યો ન હતો. કેલિફોર્નિયામાં ઝેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં NASAના એન્જિનિયરોએ 24 ઓક્ટોબરના રોજ તેની સાથે સંપર્ક સ્થાપિત કર્યો. આ અંતરિક્ષ યાન 1977માં લોન્ચ કરવામાં આવ્યું હતું. અંતરિક્ષ યાનની ઉંમર વધતાની સાથે ટીમે વીજળીની બચત માટે તેના યંત્રોને ધીરે ધીરે બંધ કરી દીધા હતા.
વોયઝર-1 અંતરિક્ષ યાન પૃથ્વીથી 24 અબજ કિલોમીટર દૂર છે જે સતત આપણને ડેટા મોકલી રહ્યુ છે. આ અંતરિક્ષ યાન પૃથ્વીથી સૌથી દૂરનું સ્પેસક્રાફ્ટ છે. આ હેલિયોસ્ફીયરથી પણ આગળ નીકળી ગયું છે. તેના ઉપકરણ ઈન્ટરસ્ટેલર સ્પેસના નમૂના લેછે. 16 ઓક્ટોબરે તેનું ટ્રાંસમિશન બંધ થઈ ગયું હતું, જેના કારણે સંપર્ક કરવામાં અડચણનો અનુભવ થયો. માનવામાં આવે છે કે, આ શટડાઉન અંતરિક્ષ યાનના ફોલ્ટ પ્રોટેક્શન સિસ્ટમના કારણે થયુ હતું. આ વીજળીના વધારે ઉપીયોગ થવા પર કેટલીક પ્રણાલીઓને બંધ કરી દે છે.
NASA અનુસાર એક મેસેજમાં પહોંચવામાં લગભગ 23 કલાક લાગે છે. પૃથ્વીથી વોયઝર-1 સુધી મેસેજને જવામાં અને ત્યાંથી આવવામાં આટલો જ સમય લાગે છે. 16 ઓક્ટોબરે જ્યારે NASAના વૈજ્ઞાનિકોએ એક કમાન્ડ મોકલ્યો તો 18 ઓક્ટોબર સુધી તેમને તેની પ્રતિક્રિયાની જાણકારી મળી નહીં. એક દિવસ બાદ વોયઝર-1 સાથેનો સંપર્ક સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો. ટીમને તપાસમાં જાણવા મળ્યું કે, વીજળીની બચત માટે વોયઝર-1ની સિસ્ટમે અંતરિક્ષ યાનના ઓછી શક્તિવાળા ટ્રાંસમીટરને સ્વિચ કરી દીધુ હતું.
વોયઝર-1 માં બે રેડિયો ટ્રાંસમીટર છે. પરંતુ વર્ષોથી માત્ર એકનો જ ઉપીયોગ કરવામાં આવી રહ્યો છે. તેને ‘એક્સ બેંડ’ કહેવામાં આવે છે. જોકે બીજુ ટ્રાંસમીટર જેને ‘એસ બેંડ’ કહેવામાં આવે છે તે એક બીજી ફ્રિક્વેંસીનો ઉપીયોગ કરે છે, જેનો ઉપીયોગ 1981થી કરાયો ન હતો. વર્તમાનમાં NASAએ એક્સ બેંડ ટ્રાસમીટર પર ફરીથી સ્વિચ ન કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. વસ્તુઓને ઠીક કરવામાં ઘણો સમય લાગી શકે છે.
આ પણ વાંચો - સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય.. 4 કંપનીઓમાં 1.24 લાખ કરોડનું રોકાણ