અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સોશિયલ મીડિયા તેમજ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ લાંબા સમયથી ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. અનંત અને રાધિકાના લગ્નના દરેક ફંક્શન પર લોકોની નજર ટકેલી છે. 13 જુલાઈ, 2024 ના રોજ શુભ આશીર્વાદ સમારોહ પછી, 14 જુલાઈએ એક રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બધાની વચ્ચે અનંત અંબાણીએ તેમના મિત્રોને આપેલી રિટર્ન ગિફ્ટને લઈને એક લેટેસ્ટ અપડેટ સામે આવી છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. અનંતે પોતાના નજીકના મિત્રોને ખાસ ભેટ આપી છે, જેની કિંમત કરોડોમાં છે.
અનંત અંબાણીએ મિત્રોને કરોડો વોચ આપી
દેશના અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્રના શાહી લગ્નની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આવનાર મહેમાનોને આપવામાં આવેલી લક્ઝરી ગિફ્ટને લઈને જોરદાર ચર્ચા છે. અનંત અંબાણીએ તેમના કેટલાક ખાસ મિત્રોને કરોડોની કિંમતની Audemars Piguet વોચ ભેટમાં આપી છે. અનંત અંબાણીએ ભેટમાં આપેલી વોચની કિંમત જાણીને તમે દંગ રહી જશો.
અનંત અંબાણીની રિટર્ન ગિફ્ટની ઝલક
અનંત અંબાણીના લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના નજીકના મિત્રોને મોંઘી ઓડેમર્સ પિગ્યુટ વોચ બતાવતા જોઈ શકાય છે. મિત્રોમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, વીર પહાડિયા, સલમાન ખાન, મીઝાન જાફરી, શિખર પહાડિયા સહિત 25 નજીકના મિત્રોનો સમાવેશ થાય છે, જેમને અનંત અંબાણીએ લક્ઝરી વોચ ભેટમાં આપી છે. આ Audemars Piguet વોચની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, તેમની પાસે 18K ગોલ્ડ બ્રેસલેટ, ગોલ્ડ ડાયલ અને સેફાયર ક્રિસ્ટલ કેલિબર છે.
અનંત-રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ થયા હતા. આ પછી, 13 મી જુલાઈના રોજ દંપતીનો એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી ઘણી હસ્તીઓ તેમને આશીર્વાદ આપવા માટે આવી હતી. આ કપલનું રિસેપ્શન 14મી જુલાઈએ યોજાયું હતું.