Kolkata Rape Case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં એક તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદહ કોર્ટનો ચુકાદો આવ્યો છે. 9 ઓગસ્ટ 2024ના રોજ આરજીકે મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં દોષિત સંજય રોયને સિયાલદાહ કોર્ટના ન્યાયાધીશ અનિર્બાન દાસે આજીવન કેદ (આજીવન કારાવાસ)ની સજા ફટકારી છે. આ કેસમાં, પશ્ચિમ બંગાળ સરકારે સિયાલદાહ કોર્ટના નિર્ણયને કોલકાતા હાઇકોર્ટમાં પડકાર્યો છે. વાસ્તવમાં, બંગાળ સરકારે દોષિત સંજય રોયને મહત્તમ સજા માટે કોલકાતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. બંગાળ સરકારે જસ્ટિસ દેવાંશુ ભટ્ટાચાર્યની ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી છે, જેને સ્વીકારવામાં આવી છે.