Organ donation: બ્રેઈન ડેડ વ્યક્તિએ સુરતમાં 7 લોકોને આપ્યું નવું જીવન, સમાચાર વાંચીને તમે પણ કરશો સલામ | Moneycontrol Gujarati
Get App

Organ donation: બ્રેઈન ડેડ વ્યક્તિએ સુરતમાં 7 લોકોને આપ્યું નવું જીવન, સમાચાર વાંચીને તમે પણ કરશો સલામ

Organ donation: ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ સિટી બાદ સુરતને નવી ઓળખ મળી છે, તે છે સૌથી વધુ અંગદાન કરનાર શહેર. દેશમાં સૌથી વધુ અંગદાન કરનારા સુરત શહેરમાં એક વ્યક્તિ બ્રેઈન ડેડ થઈ જતાં 7 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

અપડેટેડ 10:48:13 AM Dec 19, 2024 પર
Story continues below Advertisement
Organ donation: ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ સિટી બાદ સુરતને નવી ઓળખ મળી છે

Organ donation: સુરતમાં બ્રેઈન ડેડ વ્યક્તિનું હૃદય, કિડની, લીવર અને આંખોનું દાન કરીને 7 લોકોને નવું જીવન મળ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થાના વડા નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, સુરતના કતારગામની વિશાલનગર સોસાયટીમાં રહેતા હિતેશ કચરિયાને 10 ડિસેમ્બરે માથાનો દુખાવો, ઉલ્ટી અને ચાલવામાં તકલીફ થવાને કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જાણવા મળ્યું કે તેઓ બ્રેઈન હેમરેજથી પીડાતા હતા અને મગજમાં સોજો આવી ગયો હતો અને 16 ડિસેમ્બરે ડોક્ટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.

આ પછી તેમના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું કે મૃત્યુ પછી પણ બ્રેઈન ડેડ વ્યક્તિ જરૂરિયાતમંદ લોકોનો જીવ બચાવી શકે છે. પરિવારની સંમતિ બાદ અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દાનમાં મળેલું હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ગુજરાતના મહેસાણામાં રહેતા 47 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. દિલ્હીના 60 વર્ષના વૃદ્ધને ફેફસાંનું દાન કરવામાં આવ્યું, હરિયાણાના ગુડગાંવમાં 37 વર્ષીય વ્યક્તિનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, સુરતની કિરણ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ લોકોને બે કિડની અને આંખોનું દાન લોકને કરવામાં આવ્યું હતું.

હૃદય અને ફેફસાને અમદાવાદ અને હરિયાણા લઈ જવા માટે સુરત પોલીસ દ્વારા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા. આ રીતે બ્રેઈન ડેડ વ્યક્તિએ સાત લોકોને નવું જીવન આપ્યું. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 1272 અંગો અને પેશીઓનું દાન કરવામાં આવ્યું છે. આંતરડા અને 409 આંખોના દાનથી દેશ-વિદેશમાં કુલ 1169 લોકોને નવું જીવન અને દ્રષ્ટિ મળી છે. આ સમાચાર સામે આવતા પરિવારને સૌ કોઈ લોકો કરી રહ્યાં છે સલામ.

આ પણ વાંચો - Walk In Winter: ઠંડીમાં કેટલા કલાક વૉક કરવું જોઇએ? જાણો કયા સમયે ચાલવું સૌથી વધુ ફાયદાકારક

MoneyControl News

MoneyControl News

First Published: Dec 19, 2024 10:48 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.