Gujarat Class 4 Employees Bonus: ગુજરાત રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી પૂર્વે વિશેષ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ પર, રાજ્ય સરકારે રૂ. 7000 સુધીના એડહોક બોનસની મંજૂરી આપી છે. આ નિર્ણયથી આશરે 16,921 વર્ગ-4ના કર્મચારીઓને સીધો લાભ મળશે.
રાજ્ય મંત્રીમંડળના મહેકમના કર્મચારીઓ
વિધાનસભાના અધ્યક્ષ, દંડક, નાયબ દંડક અને ઉપદંડકના મહેકમના કર્મચારીઓ
પંચાયત અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના કર્મચારીઓ
ગ્રાન્ટ ઇન એઈડ શાળા અને કોલેજોના કર્મચારીઓ
રાજ્ય સરકારના બોર્ડ-કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓ જેમને અલગથી બોનસ મળતું નથી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના નાણાં વિભાગને તાકીદ કરી બોનસની ચુકવણી માટે જરૂરી આદેશો અને દિશાનિર્દેશ આપવાનું કહ્યુ છે. સરકારનો આ પગલું કર્મચારીઓને આર્થિક રાહત અને ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવવા માટે મદદરૂપ થશે.