અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક નવું ક્રિપ્ટો ટોકન $TRUMP લોન્ચ કર્યું. લોન્ચ થતાંની સાથે જ તેણે ક્રિપ્ટો માર્કેટમાં હલચલ મચાવી દીધી. થોડા કલાકોમાં તેમાં લગભગ 8000 ટકાનો વધારો થયો અને તેનું માર્કેટ કેપ 15 બિલિયન ડોલરને વટાવી ગયું. જ્યારે તેનું માર્કેટ કેપ 10 બિલિયન ડોલર સુધી પહોંચ્યું, ત્યારે તેણે છેલ્લા 40 વર્ષમાં S&Pના રિટર્નને પાછળ છોડી દીધું. જે ગતિએ તેનું માર્કેટ કેપ વધી રહ્યું હતું, લોકોને શંકા થવા લાગી કે કોઈએ ટ્રમ્પનું એકાઉન્ટ હેક કર્યું હશે. લોન્ચ સમયે તેની કિંમત $0.18 હતી જે થોડા કલાકોમાં 7,790 ટકા વધીને $15.13 થઈ ગઈ. લોન્ચ થયા પછીના પહેલા બે કલાકમાં તેમાં 4,200 ટકાનો વધારો થયો. આ સોલાના-આધારિત મીમ કોઇન ટ્રમ્પના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ટ્રુથ સોશિયલ અને એક્સ પર પોસ્ટ્સથી શરૂ થયો હતો. લોન્ચ થતાં જ તેણે હંગામો મચાવી દીધો. ઘણા યુઝર્સ એવા ભ્રમમાં હતા કે ટ્રમ્પનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું હશે. પરંતુ મીમ કોઈન તેજીમાં રહ્યો. લોન્ચ થયાના ત્રણ કલાકમાં, $TRUMPનું માર્કેટ કેપ $8 બિલિયન સુધી વધી ગયું.



