અમેરિકા જવું થયું મોંઘું! ટ્રમ્પનો નવો નિયમ, જાણો હવે કેટલો ખર્ચ થશે
અમેરિકા જવાનું પ્લાનિંગ કરતા ભારતીયોએ હવે વધુ બજેટ તૈયાર કરવું પડશે. વીઝા અરજી પહેલાં નવી ફી અને શરતોની વિગતો ચેક કરવી જરૂરી છે. અમેરિકન એમ્બેસીની ઓફિશિયલ વેબસાઇટ અથવા વીઝા કન્સલ્ટન્ટની મદદ લઈ શકાય છે.
આ નવું ફી વીઝા એપ્લિકેશન ફી ઉપરાંત લેવામાં આવશે અને તે દર વર્ષે ફુગાવા (CPI)ના આધારે વધી શકે છે.
ભારતીયો માટે અમેરિકા જવું હવે વધુ મોંઘું થશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ’ હેઠળ નવું $250 (આશરે 21,000)નું ‘વીઝા ઇન્ટીગ્રિટી ફી’ લાગુ કર્યું છે, જે 2025થી અમલમાં આવશે. આ ફી B-1/B-2 (ટૂરિસ્ટ/બિઝનેસ), F અને M (સ્ટુડન્ટ), H-1B (વર્ક), અને J (એક્સચેન્જ પ્રોગ્રામ) વીઝા પર લાગશે. ફક્ત ડિપ્લોમેટિક વીઝા (A અને G કેટેગરી)ને આમાંથી છૂટ મળશે.
નવા નિયમની વિગતો
આ નવું ફી વીઝા એપ્લિકેશન ફી ઉપરાંત લેવામાં આવશે અને તે દર વર્ષે ફુગાવા (CPI)ના આધારે વધી શકે છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) પાસે આ ફીમાં ફેરફારનો અધિકાર છે. આ નિયમનો હેતુ ઇમિગ્રેશન નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો અને વીઝા ઓવરસ્ટે રોકવાનો છે. જોકે, આનાથી ભારતીય સ્ટુડન્ટ્સ, ટૂરિસ્ટ્સ અને પ્રોફેશનલ્સ પર આર્થિક બોજ વધશે.
નવી ફીથી શું બદલાશે?
હાલમાં B-1/B-2 વીઝાની કિંમત $185 (આશરે 15,855) છે. નવા $250ના વીઝા ઇન્ટીગ્રિટી ફી સાથે, કુલ ખર્ચ વધીને આશરે $472 (40,456) થશે, એટલે કે 2.5 ગણો વધારો. આ ઉપરાંત, અન્ય ફીમાં નીચે મુજબનો સમાવેશ થાય છે:
I-94 ફી: $24 (આગમન/પ્રસ્થાન રેકોર્ડ માટે)
ESTA ફી: $13 (વીઝા વેવર પ્રોગ્રામ માટે)
EVUS ફી: $30 (ચોક્કસ ચીની નાગરિકો માટે)
આ ફી બિન-રિફંડેબલ છે, પરંતુ વીઝા ઇન્ટીગ્રિટી ફી રિફંડેબલ હોઈ શકે છે, જો શરતો પૂરી થાય, જેમ કે વીઝાની મુદત પૂરી થતાં પાંચ દિવસમાં અમેરિકા છોડવું અથવા I-94 મુદત પૂર્વે કાયમી નિવાસ મેળવવો.
ભારતીયો પર અસર
આ નવા નિયમથી ભારતીય સ્ટુડન્ટ્સ, ટૂરિસ્ટ્સ અને IT પ્રોફેશનલ્સને મોટો આર્થિક ફટકો પડશે. ખાસ કરીને H-1B વીઝા ધારકો, જેમાંથી 70% ભારતીયો છે, અને F/M વીઝા પર અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સને વધુ ખર્ચ કરવો પડશે. આ ઉપરાંત, રિફંડ પ્રક્રિયા જટિલ હોવાથી, ઘણા લોકો આ ફી પરત મેળવી નહીં શકે.
શું છે રિફંડની શરતો?
વીઝાની મુદત પૂરી થતાં પાંચ દિવસમાં અમેરિકા છોડવું.
વીઝા સ્ટેટસ બદલવું નહીં અથવા એક્સટેન્શન ન લેવું.
I-94 મુદત પહેલાં કાયમી નિવાસ મેળવવો.
રિફંડ માટે અરજી કરવી પડશે અને દસ્તાવેજો રજૂ કરવા પડશે, જે ઓટોમેટિક નથી.