India Pakistan Conflict: પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ લોનની ભીખ, ભારતના હુમલામાં ભારે નુકસાનનો દાવો
India Pakistan Conflict: પાકિસ્તાન સરકારના આર્થિક બાબતોના વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે: "દુશ્મન દ્વારા થયેલા ભારે નુકસાન બાદ પાકિસ્તાન સરકાર આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસે વધુ લોનની માગણી કરે છે.
ભારતના સીમાવર્તી વિસ્તારો, ખાસ કરીને રાજસ્થાનના જોધપુર, જેસલમેર, બિકાનેર અને ગંગાનગર જેવા જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
India Pakistan Conflict: પાકિસ્તાન ફરી એકવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને તેની સરકારે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે લોનની માગણી કરી છે. પાકિસ્તાનના આર્થિક બાબતોના વિભાગે દાવો કર્યો છે કે ભારતના હુમલાઓથી તેમને ભારે નુકસાન થયું છે, જેના કારણે તેઓ હવે વિશ્વભરના આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસે વધુ લોનની અપીલ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટથી ખુલાસો
પાકિસ્તાન સરકારના આર્થિક બાબતોના વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે: "દુશ્મન દ્વારા થયેલા ભારે નુકસાન બાદ પાકિસ્તાન સરકાર આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસે વધુ લોનની માગણી કરે છે. યુદ્ધની વધતી તીવ્રતા અને શેરબજારમાં આવેલા ઘટાડા વચ્ચે અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને તણાવ ઘટાડવામાં મદદ કરવા વિનંતી કરીએ છીએ. રાષ્ટ્રને મજબૂત રહેવા અપીલ છે." આ પોસ્ટમાં વિશ્વ બેંકને પણ ટેગ કરવામાં આવી છે, જે પાકિસ્તાનની નાણાકીય મુશ્કેલીઓની ગંભીરતા દર્શાવે છે.
Official account of the Ministry of Economic Affairs, Economic Affairs Division - Government of Pakistan posts a tweet, "Govt of Pakistan appeals to International Partners for more loans after heavy losses inflicted by enemy. Amid escalating war and stocks crash, we urge… pic.twitter.com/sPQ4HgL4UW
આ ઘટનાક્રમની શરૂઆત પાકિસ્તાન દ્વારા ભારતના કેટલાક શહેરો પર રાત્રે કરવામાં આવેલા હુમલાઓથી થઈ. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં મિસાઈલ અને ડ્રોન હુમલાઓનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતે આ હુમલાઓનો કડક જવાબ આપ્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનના ત્રણ લડાકુ વિમાનો, જેમાં બે જેએફ-17 અને એક એફ-16નો સમાવેશ થાય છે, આ ઉપરાંત, એક પાકિસ્તાની પાયલટને રાજસ્થાનના લાઠી વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે.
ભારતના સીમાવર્તી વિસ્તારો, ખાસ કરીને રાજસ્થાનના જોધપુર, જેસલમેર, બિકાનેર અને ગંગાનગર જેવા જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હુમલાઓ બાદ ઘણા શહેરોમાં બ્લેકઆઉટની સ્થિતિ જોવા મળી હતી. ગુજરાતમાં પણ કેટલાક ડ્રોન જોવા મળ્યા હોવાના અહેવાલ છે.
ચીનનું નિવેદન
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ચીને પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જણાવ્યું, "ચીન હાલના ઘટનાક્રમથી ચિંતિત છે. ભારત અને પાકિસ્તાન બંને ચીનના પડોશી દેશો છે. અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતાના વ્યાપક હિતમાં કામ કરવા, સંયુક્ત રાષ્ટ્રના સનદ સહિત આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા અને સંયમ રાખવા વિનંતી કરીએ છીએ. અમે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળીને તણાવ ઘટાડવામાં રચનાત્મક ભૂમિકા ભજવવા તૈયાર છીએ."
પાકિસ્તાનની આર્થિક મુશ્કેલીઓ
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ લાંબા સમયથી નબળી છે, અને હાલના સંઘર્ષે તેને વધુ ખરાબ કરી દીધી છે. શેરબજારમાં ઘટાડો અને યુદ્ધના ખર્ચાઓએ પાકિસ્તાનની નાણાકીય સ્થિતિને ડામાડોળ કરી દીધી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાને વિશ્વ બેંક અને અન્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસે લોનની માગણી કરી છે.
ભારતની તૈયારી
ભારતે પાકિસ્તાનના આક્રમણનો મજબૂત જવાબ આપ્યો છે અને સીમાવર્તી વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે. ભારતીય સેના હાઈ એલર્ટ પર છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને ગુજરાતમાં સુરક્ષા દળો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમથી દક્ષિણ એશિયામાં તણાવ વધ્યો છે, અને આંતરરાષ્ટ્રીય સમુદાય નજીકથી આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.