Gujarat khel mahakumbh 2025: ખેલમહાકુંભ 3.0ની તાલુકાકક્ષા અને જિલ્લાકક્ષા સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર | Moneycontrol Gujarati
Get App

Gujarat khel mahakumbh 2025: ખેલમહાકુંભ 3.0ની તાલુકાકક્ષા અને જિલ્લાકક્ષા સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર

Gujarat khel mahakumbh 2025: ઝોન અને તાલુકાકક્ષાની સ્પર્ધા તારીખ 5 જાન્યુઆરી 2025થી 13 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાશે, જિલ્લાકક્ષા સ્પર્ધાઓ 15 જાન્યુઆરી 2025થી 31 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાશે

અપડેટેડ 06:52:53 PM Jan 03, 2025 પર
Story continues below Advertisement
જે માટે વેબસાઇટ ખોલીને લીંક ઉપર કલીક કરી અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લો સિલેકટ કરવાનો રહેશે.

Gujarat khel mahakumbh 2025: ખેલમહાકુંભ 3.0નું ઝોન તેમજ તાલુકાકક્ષા અને મહાનગરપાલિકા તેમજ જિલ્લાકક્ષા સ્પર્ધાનું આયોજન અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં દરેક ઝોન અને તાલુકાના વિવિધ સ્થળો ઉપર કરવામાં આવેલ છે. ઝોન અને તાલુકાકક્ષાની સ્પર્ધા 05 જાન્યુઆરી 2025થી 13 જાન્યુઆરી 2025 દરમ્યાન અને મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષા સ્પર્ધાઓનું આયોજન 15 જાન્યુઆરી 2025થી ૩૧જાન્યુઆરી 2025 દરમ્યાન કરવામાં આવ્યું છે.

ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તમામ ખેલાડીઓ સ્પર્ધાઓનો વિગતવાર કાર્યક્રમ https://khelmahakumbh.gujarat.gov.in/calendar લીંક પર મૂકવામાં આવ્યો છે. જે માટે વેબસાઇટ ખોલીને લીંક ઉપર કલીક કરી અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લો સિલેકટ કરવાનો રહેશે. જેથી અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લાનો વિગતવાર કાર્યક્રમ જોવા મળશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તમામ ખેલાડીઓએ કાર્યક્રમના સમય પત્રક મુજબ ભાગ લેવાનો રહેશે. સ્પર્ધા સવારે 7.30 કલાકે શરૂ થશે. જેથી ભાગ લેનાર તમામ ખેલાડીઓ/ટીમોએ સ્પર્ધા સ્થળે સમયસર પહોંચી જવાનું રહેશે. જે અંગેની તમામ માહિતી જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવી હતી.

આ પણ વાંચો - હવે અંતરિક્ષમાં પણ થઈ શકશે ફોન કોલ... ઈસરો અમેરિકન સેટેલાઈટ મોકલી રચશે ઈતિહાસ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 03, 2025 6:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.