સ્તન કેન્સરનો ગુજરાતમાં વધતો ખતરો: દરરોજ 32થી વધુ નવા કેસ અને 12 મોતનો આંકડો! | Moneycontrol Gujarati
Get App

સ્તન કેન્સરનો ગુજરાતમાં વધતો ખતરો: દરરોજ 32થી વધુ નવા કેસ અને 12 મોતનો આંકડો!

ગુજરાતમાં સ્તન કેન્સરના કેસમાં ઝડપી વધારો: દરરોજ 32થી વધુ નવા કેસ અને 12 મોત! અમદાવાદની સિવિલ હોસ્પિટલના આંકડા ચોંકાવનારા. જાણો કારણો, લક્ષણો અને બચાવના ઉપાય.

અપડેટેડ 11:20:49 AM Oct 13, 2025 પર
Story continues below Advertisement
કેન્સરના કારણોમાં સ્થૂળતા અને દારૂનું સેવન મુખ્ય છે, જેની સામે જાગૃતિ જરૂરી છે.

Gujarat Breast Cancer: ગુજરાતમાં સ્તન કેન્સરનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્તન કેન્સરના કુલ 6686 કેસ નોંધાયા છે, જે ચિંતાનો વિષય છે. દરરોજ સરેરાશ 32થી વધુ નવા દર્દીઓમાં આ રોગનું નિદાન થાય છે, જ્યારે 12 દર્દીઓના મોત થાય છે. વર્ષ 2019થી 2023 સુધીમાં રાજ્યમાં કુલ 54616 કેસ સામે આવ્યા છે, જેમાં 20317 દર્દીઓનું જીવન ગુમાવ્યું છે.

સિવિલ હોસ્પિટલના ડેટા અનુસાર, સૌથી વધુ કેસ 41થી 50 વયના જૂથમાં જોવા મળ્યા છે, જે 32 ટકા છે. ખાસ વાત એ છે કે આ રોગ માત્ર મહિલાઓને જ નથી થતો. છેલ્લા ત્રણ વર્ષમાં 44 પુરુષોમાં પણ સ્તન કેન્સરના કેસ નોંધાયા છે, જે ચોંકાવનારી માહિતી છે. ભારતમાં 32.58 લાખ કેન્સર દર્દીઓ છે, જેમાં દર વર્ષે 14.13 લાખ નવા કેસ ઉમેરાય છે. મહિલાઓમાં 27 ટકા કેસમાં સ્તન કેન્સર જોવા મળે છે, જે 2022માં 1.92 લાખથી વધુ હતા.

GCRIમાં નોંધાયેલા સ્તન કેન્સરના દર્દીઓમાં સૌથી મોટો હિસ્સો મધ્યમ વયજૂથનો છે. કુલ કેસો પૈકી સૌથી વધુ 32% જેટલા દર્દીઓ 41થી 50 વર્ષની વયજૂથના છે.


વયજૂથ 2022 કેસ 2023 કેસ 2024 કેસ
18થી ઓછી 00 00 01
18-30 48 35 44
31-40 242 229 163
41-50 477 429 463
51-60 366 311 368
61થી વધુ 39 266 363
ટોટવ 1172 1270 1402

વર્ષ (Year) મહિલા કેસ પુરુષ  કેસ Total કેસ
2020 542 15 557
2021 1365 18 1383
2022 1451 15 1466
2023 1359 23 1382
2024 1452 16 1468
કુલ (2020-2024) 6169 87 6686

ઓક્ટોબર મહિનો ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ’ તરીકે ઉજવાય છે, પરંતુ આ આંકડા ચેતવણી આપે છે. સમયસર ચેકઅપ અને સ્વાસ્થ્ય જાગૃતિ થકી આ ખતરો ઘટાડી શકાય છે.

સ્તન કેન્સરના નિવારણ માટે અમલી ઉપાય

પહેલું, દરેક મહિલાએ માસિક આપ-તપાસ કરવી જોઇએ. રજસ્વાલા સ્ત્રીઓ માસિક બાદના 5થી 7 દિવસમાં, અને રજોનિવૃત્ત મહિલાઓએ મહિને એક ચોક્કસ દિવસ પસંદ કરી સ્તનની તપાસ કરવી. જો ગાંઠ, દુખાવો કે આકારમાં ફેરફાર દેખાય, તો તરત ડૉક્ટરની સલાહ લેવી.

બીજું, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી. સ્થૂળતા અને દારૂથી દૂર રહેવું, સંતુલિત આહાર લેવો અને નિયમિત વ્યાયામ કરવો જરૂરી છે. ધૂમ્રપાન અને જંક ફૂડ પણ ટાળવું.

ત્રીજું, 30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ દર 1થી 2 વર્ષે ટેસ્ટ કરાવવો. 40 વર્ષ પછી આ ટેસ્ટ વાર્ષિક રાખવો. સમયસર ચેકઅપથી રોગની શરૂઆતમાં ઓળખ શકાય છે.

ચોથું, પરિવારમાં કેન્સરનો ઇતિહાસ હોય તો ખાસ સાવચેતી રાખવી. જેને કોઇ જોખમ હોય, તેમણે ડૉક્ટર સાથે સલાહ લઈને સ્ક્રીનિંગ પ્લાન કરવો.

આ પણ વાંચો- ‘મોદી કેબિનેટમાંથી મને દૂર કરો, મારી આવક ઘટી ગઈ છે...', ભાજપના સાંસદે કેમ વ્યક્ત કરી આવી ઈચ્છા?

MoneyControl News

MoneyControl News

First Published: Oct 13, 2025 11:20 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.