Hair care: જૂન મહિનો આવી ગયો છે, ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. પણ હજું અનેક વિસ્તારોમાં ગરમી પડી રહી છે. તમે ઘરની બહાર નીકળો છો કે તરત જ તમારી ત્વચા ટેન થઈ જાય છે અને તમારું શરીર ડિહાઈડ્રેટ થઈ જાય છે. આ કાળઝાળ ગરમીમાં માત્ર ત્વચાને જ નુકસાન નથી થઈ રહ્યું પરંતુ વાળની સ્થિતિ પણ બગડી રહી છે. વધુ પડતા પરસેવાના કારણે વાળમાં વધુ પડતો ડેન્ડ્રફ થાય છે. વાસ્તવમાં જ્યારે વાળમાં ગંદકી જમા થાય છે ત્યારે ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે. ડેન્ડ્રફના કારણે વાળમાં વધુ પડતી ખંજવાળ આવે છે જેના કારણે માથામાં ખંજવાળ આવવા લાગે છે અને વાળ ઝડપથી ખરવા લાગે છે. ચાલો તમને જણાવીએ કે ડેન્ડ્રફથી તરત જ છુટકારો મેળવવા માટે તમારે શું કરવું જોઈએ?