iPhone 16: iPhone 16 સિરીઝ આવનારા મહિનાઓમાં લોન્ચ થશે. Appleની આ નવી iPhone સિરીઝ ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવેલી iPhone 15 સિરીઝનું અપગ્રેડ હશે. આ સીરિઝ સાથે જોડાયેલા ઘણા લીક રિપોર્ટ્સ સામે આવ્યા છે. આ વખતે Apple તેની iPhone 16 સીરીઝના હાર્ડવેર ફીચર્સમાં મોટો સુધારો કરવા જઈ રહી છે. આ સિવાય યુઝર્સને આવનારા iPhoneમાં નવી ડિઝાઇન પણ જોવા મળશે. તાજેતરમાં યોજાયેલ WWDC 2024માં કંપનીએ Apple AI ફીચરની પણ જાહેરાત કરી છે, જે આ વર્ષે લોન્ચ થનારી iPhone 16 સીરીઝમાં જોઈ શકાશે.